સુરત : 14 વર્ષની બાળકીના અપહરણના કિસ્સામાં માનવ તસ્કરીનું કાવતરું સામે આવ્યું, 5 દિવસમાં 15 હવસખોરોએ બાળકીને પીંખી નાખી

સુરતના અમરોલીમાંથી લાપતાં થયેલી કિશોરીની તપાસમાં માનવ તસ્કરી અને મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. કિશોરીને શોધી  કાઢ્યા બાદ કરાયેલી પૂછપરછમાં જ્યોતિની મહિલા તેને બ્યૂટીપાર્લરમાં કામ અપાવવાનું કહી તેણીનું અપહરણ કરી રાજસ્થાન લઇ જઇ વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધાની હકીકત જણાવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

સુરત : 14 વર્ષની બાળકીના અપહરણના કિસ્સામાં માનવ તસ્કરીનું કાવતરું સામે આવ્યું, 5 દિવસમાં 15 હવસખોરોએ બાળકીને પીંખી નાખી
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 19, 2024 | 8:50 AM

સુરતના અમરોલીમાંથી લાપતાં થયેલી કિશોરીની તપાસમાં માનવ તસ્કરી અને મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. કિશોરીને શોધી  કાઢ્યા બાદ કરાયેલી પૂછપરછમાં જ્યોતિની મહિલા તેને બ્યૂટીપાર્લરમાં કામ અપાવવાનું કહી તેણીનું અપહરણ કરી રાજસ્થાન લઇ જઇ વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધાની હકીકત જણાવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટનાની તપાસમાં જ્યોતિ અસલમાં મોનીરાખાતુન હોવાનું સામે આવ્યું છેજેની ધરપકડ પોલીસે કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર છાપરાભાઠામાં રહેતા યાદવ પરિવારની 14 વર્ષની દીકરી ગત 11મી માર્ચના રોજ લાપતાં થઈ ગઈ હતી. માતાએ આ મામલે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં કિશોરીને એક મહિલા બ્યૂટી પાર્લરમાં કામ કરવા ગયા બાદ કિશોરી પરત નહી આવ્યાનો ઉલ્લેખ કરાયો હતો.

લાપતા કિશોરીના મોબાઇલ નંબરના આધારે લોકેશન ટ્રેસ કરતાં કિશોરી અને તેને લઇ જનારને શોધી કાઢવામાં આવી હતી. પૂછપરછમાં ઘણી ચોંકાવનારી વાતો બહાર આવી હતી. કિશોરી ને લઇ જનાર જ્યોતિ વાસ્તવમાં મોનીરાખાતુન હોવાનો પર્દાફાશ થયો હતો. 26 વર્ષીય મોનીરાખાતુન પશ્ચિમ બંગાળના સંગ્રામપુરની વતની તથા સુરતમાં પાંડેસરા વિસ્તારમાં કૈલાસ ચોકડી પાસે રહે છે. જ્યોતિ તરીકે ઓળખ આપનારી મોનીરાખાતુન કિશોરીને બ્યૂટી પાર્લરમાં કામ અપાવવાનું કહી લઇ ગઇ હતી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

અશ્લીલ વિડીયો બનાવાયા

પોતાના ઘરે લઇ ગયા બાદ તે કિશોરીને બ્યુટીપાર્લરનું કામ શીખવાડવાના બદલે ટૂંકા કપડા પહેરાવી અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરાવી તેનો વીડિયો બનાવતી હતી. અહીં મોનીરાખાતુન સાથેની અન્ય એક મહિલાના પતિએ 14 વર્ષની કિશોરી ઉપર બળાત્કાર પણ ગુજાર્યો હતો. બાળકીને ડરાવી ધમકાવી ખાનગી ટ્રાવેલ્સની બસમાં રાજસ્થાન લઇ જવાઇ હતી જ્યાં એક હોટેલમાં રાખી કિશોરી પાસે બળજબરીથી વેશ્યાવૃત્તિ તરફ ધકેલી હતી. બાળકીના ડાન્સનો વીડિયો ગ્રાહકોને બતાવી દેહના સોદા કરાતાં હતાં. પાંચ-છ દિવસમાં તેણીને પંદરથી વધુ હવસખોરોની હવસ સંતોષવા ફરજ પડાઇ હતી.

કિશોરી આ કેફિયત બાદ પોલીસે અપહરણના કેસમાં પોક્સો અને બળજબરીથી દેહવિક્રય કરવાની કલમનો ઉમેરો કરી મોનીરાખાતુન સાકીલ હલદર, રિયા ઉર્ફે મોહિમા, કિશોરી પર બળાત્કાર ગુજારનાર મોહિમાના પતિ સૈદુલ તથા રાજસ્થાનમાં દેહના સોદા કરનાર ત્રણ મળી કુલ છની ધરપકડ કરી હતી. આ તમામના ચાર દિવસના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કિશોરીના દેહના સોદા કરનારની ધરપકડ

કિશોરી એ પોલીસને જણાવ્યું હતું કે તેને 25થી 30 હજાર કમાણી થશે એમ કહી જ્યોતિએ રેલવે સ્ટેશન બોલાવી હતી. સ્ટેશનથી તેણીને પાંડેસરા લઇ જવાઇ હતી. જ્યાં તેણીને રીયાના ટૂંકા કપડાં પહેરાવી ડાન્સ કરાવાયો હતો. જ્યોત્સનાએ જણાવેલી હકીકતના આધારે મોનીરાખાતુનની કડકાઇથી પૂછપરછ કરાઇ હતી. જેમાં બહાર આવેલી માહિતીના આધારે કિશોરીના દેહના સોદા કરનારા હોટેલ સંચાલક સમીર સલીમ કુરેશી, રાહુલ રામસ્વરૂપ ટેલર, આરીફખાન સાદીકખાન ખાનની ધરપકડ કરાઇ હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
g clip-path="url(#clip0_868_265)">