AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વિકાસની ભેટ સાથે સુરત પહોંચ્યા PM મોદી, “મેક ઇન ઇન્ડિયા” અને પર્યાવરણ સંરક્ષણ પર ભાર, સાંભળો હર્ષ સંઘવીએ શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં ₹18,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુરત અને લોકાર્પણ કર્યું. હર્ષ સંઘવીએ જણાવ્યું કે મોદી સાહેબ જ્યાં જાય ત્યાં વિકાસની ભેટ આપે છે.

Breaking News : વિકાસની ભેટ સાથે સુરત પહોંચ્યા PM મોદી, મેક ઇન ઇન્ડિયા અને પર્યાવરણ સંરક્ષણ પર ભાર, સાંભળો હર્ષ સંઘવીએ શું કહ્યું?
| Updated on: Jun 05, 2026 | 5:56 PM
Share

આત્મનિર્ભર ભારતના પ્રણેતા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત વતી હૃદયપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. રાજ્યના ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે વડાપ્રધાન સુરતમાં ઉતરતાની સાથે જ દેશની રક્ષા માટે “મેક ઇન ઇન્ડિયા” હેઠળ એલએનટી ખાતે સંરક્ષણ ઉપકરણોના નિરીક્ષણ માટે ગયા હતા.

ત્યારબાદ, તેમણે ગુજરાતના નાગરિકો માટે અનેક નવી વિકાસલક્ષી કાર્યોના ખાતમુરત અને લોકાર્પણ કર્યા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત અન્ય મંત્રીઓ, સાંસદસભ્યો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

હર્ષ સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું કે વડાપ્રધાન મોદી ક્યારેય ખાલી હાથે આવતા નથી. આજે ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાઓમાં ₹18,000 કરોડથી વધુની રકમના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના ખાતમુરત અને લોકાર્પણ કરવામાં આવ્યા. આ પ્રોજેક્ટ્સમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે, હજીરાનો બ્રિજ અને નવસારીમાં દુનિયાનું સૌથી મોટું ડિજિટલ સબસ્ટેશન જેવી મહત્વપૂર્ણ યોજનાઓનો સમાવેશ થાય છે, જે ગુજરાત અને દેશને અવિરત વિકાસની રફતાર આપી રહી છે.

વડાપ્રધાન મોદીના સ્વાગત માટે સુરત શહેરના નાગરિકોએ અનોખી રીતે તૈયારી કરી હતી. 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી, કાર્યક્રમમાં પર્યાવરણલક્ષી અભિગમ અપનાવવામાં આવ્યો. આ કાર્યક્રમ દેશના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર સંપૂર્ણ ગ્રીન પ્રોટોકોલ સાથે આયોજિત કરાયો હતો, જેમાં પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ ટાળીને માટીના 200 માટલા દ્વારા પાણી પીવડાવવામાં આવ્યું હતું. કાર્યક્રમનો બેકડ્રોપ પણ “વેસ્ટમાંથી બેસ્ટ” ના વિચાર સાથે સુરતના યુવાનો દ્વારા જૂના કપડાંનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો.

વડાપ્રધાન મોદીના શાસનકાળની સિદ્ધિઓની ચર્ચા કરતાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 2014 પહેલાના ભારતની સ્થિતિ અને આજની સ્થિતિ વચ્ચે ઘણો તફાવત છે. તેમણે વડાપ્રધાન તરીકે 12 વર્ષની સેવા પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ગરીબોના ઉત્થાન માટે શરૂ કરાયેલી યોજનાઓનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, વડાપ્રધાને 4 કરોડ પાકાં ઘરો બનાવ્યા, 10 કરોડ શૌચાલય બનાવ્યા, 50 કરોડ ગરીબોના જનધન ખાતા ખોલ્યા, 10 કરોડ પરિવારમાં ઉજ્જવલા ગેસ જોડાણ પહોંચાડ્યા અને 80 કરોડ ગરીબોને મફતમાં રાશન પૂરું પાડ્યું. PM સૂર્યઘર મફત વીજળી યોજનામાં ગુજરાત દેશભરમાં નંબર વન રહ્યું છે અને તેને પાંચ એવોર્ડ મળ્યા છે. સુરત મહાનગરપાલિકા ગંદા પાણીને રિસાયકલ કરીને ઉદ્યોગોને વેચીને દર વર્ષે ₹140 કરોડની આવક મેળવે છે, જે શહેરના નાગરિકોને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં મદદ કરે છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા! વિજ્ઞાન જાથાના તમામ કાર્યક્રમ રદ કરાવાયા

Follow Us
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">