ઇલેક્ટ્રિક વાહનોના શહેર સુરતમાં કોર્પોરેશને 25 સ્થળે શરૂ કર્યા ચાર્જિંગ સ્ટેશન

|

Oct 11, 2022 | 9:59 AM

પેટ્રોલ ડીઝલની વધતી કિંમતોને કારણે શહેરીજનોનો ઝુકાવ હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વધી રહ્યો છે. ત્યારે સમય સંજોગો જોતા હવે પાલિકા દ્વારા વધુને વધુ ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવા આયોજન કરવામાં આવ્યું છે.

ઇલેક્ટ્રિક વાહનોના શહેર સુરતમાં કોર્પોરેશને 25 સ્થળે શરૂ કર્યા ચાર્જિંગ સ્ટેશન
Charging Station for Electric Vehicles (File Image )

Follow us on

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Narendra Modi ) સુરતની મુલાકાત લીધી હતી, અને કરોડો રૂપિયાના પ્રોજેક્ટોના(Project ) લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ સમયે તેઓએ તેમના સંબોધનમાં સુરતને લઈને કહ્યું હતું કે આવનાર સમયમાં દેશમાં સુરત શહેરને ઇલેક્ટ્રિક વાહનોના શહેર તરીકે ઓળખવામાં આવશે. જોકે આ દિશામાં સુરત શહેર પહેલાથી આગળ દોડી રહ્યું છે.

થોડા સમય પહેલા જ સુરત મહાનગરપાલિકા દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને લઈને ખાસ પોલિસી પણ જાહેર કરવામાં આવી હતી. જેમાં ઇલેક્ટ્રિક વાહન ખરીદનારને વાહન ટેક્સથી લઈને પાર્કિંગ સુધીમાં ઘણી રાહત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પોલિસી જાહેર થયા બાદ પણ શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા ખુબ ઝડપથી વધી રહી છે.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

જેના કારણે તંત્રનું માનવું છે કે શહેરમાં વાહનોથી થતા વાયુ પ્રદુષણને ઘટાડવામાં મદદ મળશે, અને એર ક્વોલિટી ઇન્ડેક્સમાં પણ સુધારો લાવી શકાશે. શહેરમાં વધતા ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં ઈ ચાર્જિંગ સ્ટેશનો પણ બનાવવામાં આવ્યા છે. કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા પ્રમાણે સુરતમાં હાલમાં 16 હજાર કરતા પણ વધારે સંખ્યામાં ઇલેક્ટ્રિક વાહનો રસ્તા પર દોડી રહ્યા છે.

ચાર્જિંગનો યુનિટ રેટ 14 રૂપિયા :

આ ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે પબ્લિક ચાર્જિંગ સ્ટેશનોની જરૂરિયાત રહે છે. જેને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં 25 જેટલા સ્થળોએ પબ્લિક ચાર્જિંગ સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા દરેક ઝોનમાં ઓછામાં ઓછા 50 જેટલા ચાર્જિંગ સ્ટેશનો બનાવવાનું આયોજન છે. શહેરી વિસ્તારમાં પાલિકાએ સરકારની ગ્રાન્ટની મદદથી 200 અને પીપીપી ધોરણ પર 300 ચાર્જિંગ સ્ટેશન કે ચાર્જિંગ પોઇન્ટ શરૂ કરવા માટે આયોજન કર્યું છે. હાલ જે ચાર્જિંગ સ્ટેશન ખુલ્લા મુકવામાં આવ્યા છે ત્યાં ચાર્જિંગનો યુનિટ રેટ 14 રૂપિયા રાખવામાં આવ્યો છે. આ માટે લોકો EVOLUTE-SURAT મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ પણ કરી શકશે. અથવા ટોલ ફ્રી નંબર 1800-121-2025 પર સંપર્ક કરી શકશે.

ઇલેક્ટ્રિક વાહનો ચાર્જિંગ માટે એક ચાર્જિંગ સ્ટેશન દીઠ 30 લાખનો અંદાજિત ખર્ચ થયો છે. જેમાં મહાનગરપાલિકા જે ચાર્જિંગ સ્ટેશન શરૂ કરશે તેને સરકારની 70 ટકા ગ્રાન્ટ મળશે. જે રીતે પાલિકાએ સોલાર રૂફટોપ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી છે, તે જ રીતે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન માટે પણ કામગીરી કરવામાં આવશે. આગામી દિવસોમાં સુરત દરેક વિસ્તારમાં પાલિકાના અને ખાનગી ચાર્જિંગ પોઇન્ટ જોવા મળશે. નોંધનીય છે કે પેટ્રોલ ડીઝલની વધતી કિંમતોને કારણે શહેરીજનોનો ઝુકાવ હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વધી રહ્યો છે. ત્યારે સમય સંજોગો જોતા હવે પાલિકા દ્વારા વધુને વધુ ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવા આયોજન કરવામાં આવ્યું છે.

Next Article