Surat : શહેરમાં મેગા ટેક્સ્ટાઇલ પાર્ક બનાવવા માટે જગ્યા શોધવાનું કામ શરૂ

|

Aug 16, 2021 | 1:18 PM

સુરતના સાંસદ દર્શના બેન જરદોશ પાસે હવે અપેક્ષાઓ વધી ગઈ છે. સુરતમાં હવે મેગા ટેક્સ્ટાઇલ પાર્ક બનાવવા માટે સુરત મહાનગર પાલિકા અને કલેકટર તંત્ર દ્વારા જગ્યા શોધવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

Surat : શહેરમાં મેગા ટેક્સ્ટાઇલ પાર્ક બનાવવા માટે જગ્યા શોધવાનું કામ શરૂ
File Photo

Follow us on

દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા 7 મેગા ટેક્સ્ટાઇલ પાર્કની સ્થાપના કરવાની થયેલી જાહેરાતને પગલે હવે દેશની ટેક્સ્ટાઇલ સીટી સુરતમાં એક મેગા ટેક્સ્ટાઇલ પાર્ક બને એ માટેના પ્રયાસોમાં ઝડપ આવી છે. સુરતની ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉભરાટની આસપાસ જો એક હજાર એકર કે તેથી વધુ પડતર જગ્યા હશે તો તેઓ મેગા ટેક્સ્ટાઇલ પાર્ક માટે રીઝનેબલ રેટથી ઉપલબ્ધ કરાશે.

કેન્દ્રીય કાપડમંત્રી પદે દર્શનાબેન જરદોશની નિમણુંક બાદ સુરતમાં ટેક્સ્ટાઇલ ક્ષેત્રની માળખાગત સુવિધાઓ વધારવા અને વર્ષો જૂની માંગણીઓનું લિસ્ટ ફરી ખોલવામાં આવ્યુ છે. સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ સુરતના ઉધોગકારોને મળે તે માટે ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે જણાવ્યું છે કે તાજેતરમાં તેઓએ મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની સાથેની મુલાકાત દરમ્યાન તેમને મિત્રા યોજના અન્વયે સુરતમાં મેગા ટેક્સ્ટાઇલ પાર્ક સાકાર કરવા માટે જમીનની આવશ્યકતા છે. આ બાબતે કમિશનરે ચેમ્બરને જણાવ્યું હતું કે તેઓ ઉભરાટની આસપાસ પાલિકાની પડતર જમીન અંગે તપાસ કરાવી રહ્યા છે.

મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!

જો મેગા ટેક્ષટાઇલ પાર્કને અનુકૂળ હોય તેવી પડતર જમીન ઉપલબ્ધ હશે તો તેઓ રીઝનેબલ રેટથી ચેમ્બર ઓફ કોમર્સને જાણ કરશે. તે જ રીતે જિલ્લા કલેકટર દ્વારા પણ આ અંગે હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો છે.આમ, મ્યુનિસિપલ કમિશનર અને કલેકટર બંને તંત્ર હાલમાં સૂચિત મેગા ટેક્સ્ટાઇલ પાર્ક માટે જમીન શોધવાના પ્રયાસો કરી રહ્યા છે.

સુરત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની ખાસિયતો :
400 ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ્સ
6.50 લાખ જેટલા શટલ લુમ્સ
60 હજાર હાઈસ્પીડ મશીન્સ
75 હજાર ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ
65 હજાર વીવર્સ
10 લાખ લોકોને રોજગાર

આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શહેરમાં ટેક્સ્ટાઇલ યુનિવર્સીટી માટે પણ એનાલિસિસ શરૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સુરત શહેરને કેમ ટેક્સ્ટાઇલ યુનિવર્સીટીની જરૂરિયાત છે તે અંગેનો વિગતવાર ડેટા લઈને એક રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે પરામર્શ કરીને સુરતને ટેક્સ્ટાઇલ યુનિવર્સીટી મળે તે માટે પણ પ્રયાસો કરવામાં આવશે.

 

આ પણ વાંચો : Surat: વરાછા ગરનાળામાંથી ફરી ગંદુ પાણી ટપકવાનું શરૂ, રીપેરીંગ પછી પણ સમસ્યા ઠેરની ઠેર

Next Article