AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: વરાછા ગરનાળામાંથી ફરી ગંદુ પાણી ટપકવાનું શરૂ, રીપેરીંગ પછી પણ સમસ્યા ઠેરની ઠેર

સુરતના વરાછા ગરનાળાની વર્ષો જૂની સમસ્યાએ રીપેરીંગ થયા બાદ ફરી માથું ઊંચક્યું છે. તકલાદી રીપેરીંગના કારણે હવે ફરી એકવાર આ ગરનાળામાંથી પસાર થતા લોકો પર ગંદુ પાણી ટપકી રહ્યું છે. લોકો દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ માટેની માંગણી કરવામાં આવી છે.

Surat: વરાછા ગરનાળામાંથી ફરી ગંદુ પાણી ટપકવાનું શરૂ, રીપેરીંગ પછી પણ સમસ્યા ઠેરની ઠેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 5:40 PM
Share

આમ તો સુરત શહેરને સ્માર્ટ સીટી(Suratt Smart City) માટે અનેક એવોર્ડ મળી ગયા છે પણ આ જ શહેરની અનેક સમસ્યાઓ એવી છે જેનો કોઈ કાયમી ઉકેલ આવી શક્યો નથી. જેમાંથી એક છે વરાછા ગરનાળા ખાતે ટપકતા ગંદા પાણીની સમસ્યા. આ સમસ્યા નવી નથી પણ વર્ષો જૂની છે. જેના માટે અહીંના સ્થાનિક કોર્પોરેટરથી લઈને ધારાસભ્ય બધાએ મળીને તેને ઉકેલવાનો પ્રયાસ પણ કર્યો છે. આજદિન સુધી આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવી શક્યું નથી.

વરાછા તરફ જતા આ ગરનાળાનું થોડા મહિના પહેલા જ રીપેરીંગ કામકાજ હાથ ધરાયુ હતું પણ હવે વરાછા ગરનાળામાંથી ગંદુ પાણી અને ગંદકી ટપકવાનું ફરી શરૂ થતાં અહીંથી પસાર થનારા વાહનચાલકો માટે મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગરનાળાને રીપેરીંગ કરવા માટે લાખ્ખો રૂપિયાનો ખર્ચ થવા છતાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. હવે જ્યારે રેલવે રાજય મંત્રી પણ સુરતના જ મળ્યા છે, ત્યારે આ ત્રાસથી સમસ્યાનો અંત આવે તેવી જ અપેક્ષા સેવી રહ્યા છે.

જ્યાંથી રોજ હજારોની સંખ્યામાં લોકો પસાર થાય છે એવા રેલવે સ્ટેશનના વરાછા ગરનાળામાંથી ગંદુ પાણી અને ગંદકી ટપકવાનું ફરી  શરુ થયું છે. જે દરેક પસાર થનારા લોકો પર પડે છે, ત્યારે તેમની હાલત કફોડી બને છે. ઓફિસ અને કામ પછી જો અહીં ગંદુ પાણી કપડાં પર પડે તો ના છૂટકે ફરી સ્વચ્છ થવા તેઓને ઘરે પરત જવાની ફરજ પડે છે.

આ સમસ્યા કાયમી છે. જેના નિરાકરણ આવે તે માટે થોડા દિવસ પહેલા પણ ગરનાળાને બંધ રાખીને કામ કરવામાં આવ્યું હતું પણ આ તકલાદી કામકાજને પગલે ફરી ગંદુ પાણી અને ગંદકી ટપકવાનું શરૂ થયું છે. લાખો રૂપિયા ખર્ચવા છતાં શહેરીજનો માટે ત્રાસરૂપ આ સમસ્યા કોઈ કાયમી અંત નથી. ત્યારે સુરતના સાંસદ દર્શનાબેન જરદોશને રાજ્યકક્ષાનું રેલવે વિભાગનું કેન્દ્રીય મંત્રી પદ મળ્યું છે. ત્યારે આ સમસ્યાથી શહેરીજનોને છુટકારો મળે તેવી માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Vadodara : વેપારીઓની ફરજિયાત રસીકરણની તારીખ લંબાવવા માંગ, હજુ અનેક વેપારીઓ રસીથી વંચિત 

આ પણ વાંચો: KHEDA : કેનાલનું પાણી રેલ બ્રિજને પાર કરતા રહી ગયું, સિંચાઇ વિભાગની ઘોર બેદરકારી

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">