Surat : માંડવી તાલુકાના કોસાડી ગામે ટીટોડીએ ઈંડા ઉભા મુકતા ખેડૂતોએ કરી સાર્વત્રિક વરસાદની આગાહી કરી, જુઓ Video

પ્રાચીન કાળમાં જ્યારે વિજ્ઞાનનો વિકાસ ન હતો. ત્યારે ભાવિ વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠાસુઝ આધારે કરતા હતા.જેમાં ટીટોડી નામનું પક્ષી ચાર કે તેથી વધુ ઇંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વરસે તેવુ માનવામાં આવે છે.

Surat : માંડવી તાલુકાના કોસાડી ગામે ટીટોડીએ ઈંડા ઉભા મુકતા ખેડૂતોએ કરી સાર્વત્રિક વરસાદની આગાહી કરી, જુઓ Video
Surat
| Edited By: | Updated on: May 05, 2023 | 3:09 PM

પ્રાચીન કાળમાં જ્યારે વિજ્ઞાનનો વિકાસ ન હતો. ત્યારે ભાવિ વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠાસુઝ આધારે કરતા હતા. ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરવામાં આવે છે. જેમાંની કેટલીક પ્રથા આજે પણ જીવંત છે. જેમાં ટીટોડી નામનું પક્ષી ચાર કે તેથી વધુ ઇંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વરસે તેવુ માનવામાં આવે છે.

આ પણ વાંચો Surat: ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા, રીક્ષા ચોરી કરતા બે આરોપી ઝડપાયા, 11 ગુનાનો ભેદ ઉકેલાયો

ટીટોડી ઊંચાઈ પર ઈંડા મુકે તો વ્યાપક, ધોધમાર વરસાદ વરસે અને ઈંડા વૈશાખ મહિનાના અંત અગાઉ મુકે તો ચોમાસું વહેલું બેસી જાય એવી માન્યતા પ્રચલિત છે. જોકે સુરત જિલ્લાના માંડવી તાલુકાના કોસાડી ગામે રહેતા અર્જુન ભાઈ પટેલના ખેતરમાં ટીટોડી ઈંડા મુકતા સાર્વત્રિક વરસાદની ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે.

 

ટીટોડીએ ઈંડા ઉભા મુક્યા

લાંબા સમયથી ટીટોડીના ઈંડાની સંખ્યા અને સ્થાનના વિશ્લેષણના આધારે જાણવા મળ્યું કે ટીટોડી ઊંચા સ્થાને અથવા ખેતરમાં ઈંડા મૂકે છે, તો તે વર્ષે ભારે વરસાદ પડે છે અને વરસાદ વધુ હોય છે અને જો ટીટોડી ઈંડા ખાડામાં મૂકે છે, તો તે વર્ષે વરસાદ ઓછો પડે છે અને દુષ્કાળ પડવાની શક્યતા રહે છે. આવું એટલા માટે થાય છે કારણ કે ટીટોડી વરસાદની આગાહી કરે છે અને તેના ઈંડાને બચાવવા માટે ઊંચી જગ્યાએ ઈંડા મૂકે છે.

ટીટોડીના ઈંડાની સંખ્યા દર્શાવે છે કે આ વર્ષે કેટલા મહિનામાં વરસાદ પડશે. જો ટીટોડી 3 ઈંડા મૂકે તો 3 મહિના સુધી વરસાદ પડે છે અને જો 4 ઈંડા મૂકે તો 4 મહિના સુધી વરસાદ પડે છે. તેમજ ઈંડાની સ્થિતિ પરથી ઝડપી અને ધીમા વરસાદનો અંદાજ પણ લગાવવામાં આવે છે. જેટલા વધુ ઈંડા ઉભા રહે છે, તેટલા વધુ મહિનાઓ ભારે વરસાદની સંભાવના છે અને જેટલા વધુ ઈંડા બેઠા છે, તેટલા મહિનાઓ ધીમા વરસાદની શક્યતા છે. એટલે કે જો બે ઈંડા ઉભા હોય અને બે ઈંડા બેઠા હોય તો 2 મહિના સુધી ભારે વરસાદ અને 2 મહિના સુધી ધીમો વરસાદ પડે છે.

ઈનપુટ ક્રેડિટ-  જીગ્નેશ મહેતા-બારડોલી

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

  ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 2:23 pm, Fri, 5 May 23