SURAT : શહેરમાં રોગચાળો વકર્યો, સિવિલ સહિતની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ

સિવિલ હોસ્પિટલમાં જ તાવ, ઝાડા ઉલટીના દર્દીઓનો વધારો થતા સિવિલ હોસ્પિટલના મેડિસીન વિભાગના વોર્ડ ફુલ થઈ જતા દર્દીઓને નીચે સુવડાવવાની તેમજ એક પલંગ પર બે-બે દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 3:02 PM

સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે. તાવ અને ઝાડા-ઊલટીના કેસમાં વધારો નોંધાયો છે. શહેરમાં વકરેલા પાણીજન્ય રોગચાળાને પગલે સિવિલ હોસ્પિટલમાં મેડિસીન વિભાગના વોર્ડ દર્દીઓથી ઉભરાઈ ગયા છે. જેને પગલે હોસ્પિટલમાં ચોથા માળે વધારાનો વોર્ડ શરૂ કરાયો છે. બીજી તરફ પાલિકાનો આરોગ્ય વિભાગ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. અને તપાસ શરૂ કરી હતી. જેમાં ઝાડા-ઉલટીના દર્દીઓ પાંડેસરાના હોવાનું સામે આવતા ત્યાં સર્વે શરૂ કરી પાણીના નમુના લેવાયા હતા. ઉપરાંત શંકાસ્પદ ડેન્ગ્યુ અને મેલેરીયાના કેસ પણ શહેરીના વિવિધ વિસ્તારોમાંથી સામે આવતા 10 જેટલી ટીમો કામે લગાડાઈ છે.

શહેર અને જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે પાણીજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું છે. સિવિલ હોસ્પિટલમાં જ તાવ, ઝાડા ઉલટીના દર્દીઓનો વધારો થતા સિવિલ હોસ્પિટલના મેડિસીન વિભાગના વોર્ડ ફુલ થઈ જતા દર્દીઓને નીચે સુવડાવવાની તેમજ એક પલંગ પર બે-બે દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી હતી. પાણીજન્ય રોગચાળાના કારણે દર્દીઓની સંખ્યામાં થયેલા વધારાને પગલે આખરે સિવિલના ચોથા માળે વધારાનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. સિવિલમાં ચોથા માળે એફ-૪ વોર્ડમાં વધારાનો મેડિસીન વોર્ડ શરૂ કરવાની સાથે ત્યાં વધારાના દર્દીઓને શીફ્ટ કરી દેવાયા છે.

આ પણ વાંચો : IBPS Recruitment 2021: ઉમેદવારો માટે ખુશખબર, રાષ્ટ્રીય બેંકોમાં કારકુનના પદ માટે અરજી પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવી

આ પણ વાંચો : Lakhimpur Kheri Violence: દિલ્હી CMએ લગાવ્યો આરોપ, હત્યારાઓને સરકાર બચાવે છે, કેમ નથી કરાતી ધરપકડ ?

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">