AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: કોલકાતા જવું હતું પણ 980 કિ.મી. KKRનું વિમાન દૂર ઉતર્યું, હવામાં મોટી ‘ગેમ’ થઈ

IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ નંબર 1 પર છે, હવે તેને આગામી મેચ કોલકાતામાં રમવાની છે, પરંતુ આ ટીમ કોલકાતા પહોંચવાની જગ્યાએ ગુવાહાટી પહોંચી ગઈ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સની ચાર્ટર્ડ ફ્લાઈટને કોલકાતાના બદલે ગુવાહાટી કેમ ડાયવર્ટ કરવી પડી તે અંગે ખુદ KKRની ટીમે જ માહિતી આપી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાના 'X' સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી હતી.

IPL 2024: કોલકાતા જવું હતું પણ 980 કિ.મી. KKRનું વિમાન દૂર ઉતર્યું, હવામાં મોટી 'ગેમ' થઈ
Kolkat Knight Riders
| Updated on: May 06, 2024 | 11:40 PM
Share

IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ 11માંથી 8 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે અને લગભગ પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. તેમની છેલ્લી મેચમાં, આ ટીમે લખનૌ સુપર જાયન્ટ્સને એકતરફી મેચમાં 98 રનથી હરાવ્યું હતું. હવે કોલકાતા નાઈટ રાઈડર્સે આગામી મેચ 11મી મેના રોજ ઈડન ગાર્ડનમાં રમવાની છે પરંતુ આ ટીમ કોલકાતાના બદલે ગુવાહાટી પહોંચી ગઈ છે. વાસ્તવમાં, લખનૌથી પરત ફરતી વખતે, કોલકાતાની ટીમ સાથે આકાશના મધ્યમાં કંઈક થયું જેના કારણે ટીમનું વિમાન 980 કિમી દૂર ઉતારવું પડ્યું.

KKRએ ટ્વીટ કરીને આપી જાણકારી

ખરાબ હવામાનને કારણે કોલકાતાની ટીમ ખરેખર ગુવાહાટી પહોંચી હતી. KKRએ ટ્વીટ કરીને જાણકારી આપી કે ખરાબ હવામાનને કારણે ટીમની ફ્લાઈટ કોલકાતાથી ગુવાહાટી ડાયવર્ટ કરવામાં આવી છે. સમાચાર લખાય ત્યાં સુધી કોલકાતા નાઈટ રાઈડર્સનું વિમાન ગુવાહાટીમાં જ હતું.

કોલકાતાને લાંબો બ્રેક મળ્યો

કોલકાતા નાઈટ રાઈડર્સ લાંબા બ્રેક પર જઈ રહ્યું છે કારણ કે આ ટીમ તેની આગામી મેચ 11મી મે શનિવારે રમવાની છે. આ મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. જો કોલકાતા તે મેચ જીતી જાય છે, તો તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર જ રહેવાની સાથે પ્લેઓફ માટે પણ ક્વોલિફાય થઈ જશે. સુનીલ નારાયણે આ સિઝનમાં કોલકાતા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ખેલાડીએ 11 મેચમાં 32 છગ્ગાના આધારે 461 રન બનાવ્યા છે. નારાયણનો સ્ટ્રાઈક રેટ પણ 180થી વધુ છે. ફિલિપ સોલ્ટે પણ 11 મેચમાં 429 રન બનાવ્યા છે, બોલિંગમાં વરુણ ચક્રવર્તીએ 16 વિકેટ લીધી છે. સુનીલ નારાયણે પણ 14 વિકેટ ઝડપી છે.

આ પણ વાંચો : IPL 2024: કોણ છે અંશુલ કંબોજ, જેને હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી IPL ડેબ્યૂ કરાવ્યું?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">