Dwarka : જામખંભાળિયાના ગામડાઓમાં ભારે વરસાદ બાદ શેરીઓમાં પાણી ભરાયા, જુઓ દ્રશ્યો

રાજ્યમાં ચોમાસું હાલ સક્રિય છે. વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દેવભૂમિ દ્વારકામાં પણ કેટલાક દિવસથી પરિસ્થિતિ પાણી પાણી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 5:44 PM

દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi dwarka) વરસાદે દેખા દીધી છે. ઘણા દિવસોથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકામાં પણ કેટલાક દિવસથી પરિસ્થિતિ પાણી પાણી છે. આવામાં જામખંભાળિયાના (Jamkhambhaliya) ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ (Heavy rain) વરસતા લોકોની ચિંતા ફરી વધી છે. જામખંભાળિયાના સામોર, વીરમદળ, જુવાનપુર, પીપરીયા સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો.

આ વિસ્તારમાં વરસાદ વરસતા મુખ્ય રસ્તાઓ પાણી પાણી જોવા મળ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ રહેતા અનેક નદી-નાળાઓ છલકાયા છે. આવી સ્થિતિમાં હજુ વરસાદ વરસી રહ્યો છે. અને પાણી વધુ ભરાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં હજુ વરસાદ જાણે બીજી ઇનિંગ રમી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આગામી કેટલાક દિવસો સુધી વરસાદ વરસવાની આગાહી પણ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં ચોમાસું હાલ સક્રિય છે. વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ખેડા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે. સમગ્ર ખેડા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ખેડા જિલ્લાના ડાકોર, ઠાસરા, ગળતેશ્વર, નડીયાદ, ખાત્રજ, સોજાલી, સણસોલીમાં વરસાદ વરસાદ પડ્યો છે, તો બીજી બાજુ મહેમદાવાદ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. નડિયાદની વાત કરીએ તો નડિયાદ નડીયાદ શહેરમાં મેઘરાજાનું આગમન થયું છે અને ભારે પવન સાથે વરસ્યો છે.

આ પણ વાંચો: અપ્લેશ ઠાકોરે કહ્યું, ‘રાજ્ય સરકારમાં ઠાકોર સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ’

આ પણ વાંચો : હોદ્દો સંભાળતા રાજેન્દ્ર ત્રિવેદીએ ઉચ્ચારી ચિમકી, કર્મચારીઓ અને અધિકારીઓની મિલીભગત નહીં ચાલે

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">