અલ્પેશ ઠાકોરે કહ્યું, ‘રાજ્ય સરકારમાં ઠાકોર સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ’

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ભાદરવી પૂનમ આવી રહી હોવાથી માતાજીના દર્શન માટે મહેસાણાથી અંબાજી સુધીની દર્શન યાત્રા શરૂ કરી છે. આ દરમિયાન તેમણે પત્રકારો સાથે વાત કરી.

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ભાદરવી પૂનમ આવી રહી હોવાથી માતાજીના દર્શન માટે મહેસાણાથી અંબાજી સુધીની દર્શન યાત્રા શરૂ કરી છે. આ દર્શન યાત્રામાં તેમના સમર્થકો જોડાયા છે. આ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ ઠાકોર સમાજને સરકારમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળે તેવી માંગ કરી છે.

અલ્પેશ ઠાકોરે કહ્યું કે તેઓ ગુજરાતના વિકાસથી વંચિત લોકો માટે અને કોરોનાનો નાશ થાય તેની પ્રાર્થના કરવા માટે મા અંબાના દર્શન કરવા જઈ રહ્યા છે. તેમણે નવી સરકારને લઈને ભુપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળને અભિનંદન પાઠવ્યા. અલ્પેશ ઠાકોરે કહ્યું કે ‘હું આશા રાખું છું કે ભુપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતના બેરોજગારો, શિક્ષણથી વંચિત લોકો અને ગુજરાતના ગરીબ લોકો માટે ખુબ સારા કામ થશે.’ રાજ્ય સરકારમાં ઠાકોર સમાજને યોગ્ય પ્રતિનિધિત્વની બાબતને લઈને પણ અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ‘ઠાકોર સમાજને સરકારમાં પ્રભુત્વ મળવું જોઈએ. અને આવનારા સમયની અંદર ઠાકોર સમાજ, બક્ષીપંચ સમાજ કે દલિત, આદિવાસી સમાજની ઉપેક્ષા ના થાય તેવી આશા રાખું છું.

 

 

આ પણ વાંચો: Rajkot: નાનકડા ગામ ફરેણીમાં ડેન્ગ્યુનો આતંક, આરોગ્ય વિભાગ આંકડા છૂપાવતો હોવાનો ગ્રામજનોનો આરોપ

આ પણ વાંચો: હોદ્દો સંભાળતા રાજેન્દ્ર ત્રિવેદીએ ઉચ્ચારી ચિમકી, કર્મચારીઓ અને અધિકારીઓની મિલીભગત નહીં ચાલે

Click on your DTH Provider to Add TV9 Gujarati