PM Modi Sabar Dairy Visit: સાબરકાંઠામાં વડાપ્રધાન મોદીએ મહિલા પશુપાલકો સાથે કર્યો સંવાદ, રમૂજ અને હાસ્યનું રેલાયુ મોજુ, જુઓ વીડિયો

PM Modi Sabar Dairy Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરકાંઠામાં જિલ્લાની પશુપાલન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારી 20 મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. જેમા મહિલા પશુપાલકોએ પશુપાલન દ્વારા તેમના જીવનમાં આવેલી નવી ક્રાંતિ અને તેમના પ્રગતિ વિષે જણાવ્યુ હતુ.

PM Modi Sabar Dairy Visit: સાબરકાંઠામાં  વડાપ્રધાન મોદીએ મહિલા પશુપાલકો સાથે કર્યો સંવાદ, રમૂજ અને હાસ્યનું રેલાયુ મોજુ, જુઓ વીડિયો
મહિલા પશુપાલકો સાથે સંવાદ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2022 | 8:56 PM

સાબરકાંઠામાં સાબર ડેરી (Sabar Dairy)ના નવીન પ્રકલ્પના લોકાર્પણ અવસરે સાબરકાંઠાના આદિજાતિ મહિલા પશુપાલકો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદી(PM Modi)એ  મહિલા પશુપાલકોના જીવનમાં પશુપાલન દ્વારા આવેલા આર્થિક ઉન્નતિ અંગેની વિસ્તૃત વિગતો જાણી હતી. આ દરમિયાન PM મોદીએ પશુપાલક બહેનોને(Women Cattle Farmers) તેમની દીકરીઓને ભણાવવા પર પણ ભાર મુક્યો હતો. સરકારની યોજનાઓ દ્વારા પશુપાલકોને ઘણો ફાયદો થયો હોવાનુ મહિલાઓએ જણાવ્યુ હતુ. જેમા કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળતા ઘણી રાહત થઈ હોવાનુ મહિલાઓએ જણાવ્યુ હતુ. મહિલાઓના ખાતામાં 2-2 હજારની સહાયથી મહિલાઓને ઘણી મદદ મળી રહે છે. જેનાથી મહિલાઓએ તેમના પતિ પાસે હાથ નથી લંબાવવો પડતો તેવુ પણ મહિલાઓએ જણાવ્યુ હતુ.

પશુપાલન સાથેના અનુભવો PM મોદીને કહ્યા

પશુપાલન સાથે સંકળાયેલી મહિલાઓએ તેમના વ્યવસાયના અનુભવો પીએમ મોદી સાથે શેર કર્યા હતા. જેમા એક મહિલાએ જણાવ્યુ કે તેમણે તેમના પતિ સાથે સ્પર્ધા કરી હતી કે તમે ખેતીમાં આગળ આવો કે હું પશુપાલનમાં આગળ આવુ જેમા તેમણે પતિને પાછળ રાખી દીધા હતા. જેમા ગત વર્ષે પતિને ફ્લાવરની ખેતીમાં 17 લાખ ઉપજ્યા હતા જ્યારે મહિલાને દૂધના વ્યવસાયમાં 24 લાખ મળ્યા હતા.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

મહિલાએ જણાવ્યુ કે છેલ્લા અનેક વર્ષથી તેમના પતિ તેના પશુપાલન સાથે તેની બરોબરી નથી કરી શકતા અને ખેતીમાં તેઓ તેમનાથી આગળ નથી નીકળી શક્તા. તો વધુમાં તેમણે જણાવ્યુ કે તે પશુપાલનમાં વધુને વધુ આત્મનિર્ભર બની રહી છે. જ્યારે તેમના પતિ ખેતીમાં વ્યસ્ત હોય છે ત્યારે જાતે ગાડી લઈને તેઓ ડેરીમાં દૂધ ભરવા માટે નીકળી જાય છે.

ભણેલી ગણેલી દીકરીઓ આ વ્યવસાયમાં ખુશી ખુશી જોડાઈ તે ઘણી મોટી વાત

આ સંવાદ દરમિયાન PM મોદીએ જણાવ્યુ કે મને આનંદ છે કે ભણેલી ગણેલી દીકરીઓ પશુપાલન સાથે જોડાયેલી છે અને આ કામનું ગૌરવ પણ લઈ રહી છે. માત્ર પશુપાલન સાથે જોડાયેલી છે એવુ નથી પરંતુ પશુપાલનના કામને આનંદ સાથે ખુશી ખુશી કરી રહી છે અને ગૌરવ પણ લઈ રહી છે તે ઘણી મોટી વાત છે અને પ્રશંસનિય પણ છે.

PM મોદીએ મહિલાઓ સાથેના સંવાદ દરમિયાન તેમના મુખ્યમંત્રી કાળના દિવસોને યાદ કરી જણાવ્યુ કે એ સમયે પશુપાલકોના પૈસા વેડફાઈ જતા હતા, મહિલાઓ મહેનત કરે પરંતુ તેમના હાથમાં કંઈ આવતુ ન હતુ. આથી તેમણે નિયમ કર્યો હતો કે પૈસા સીધા બહેનોના ખાતામાં જ જવા જોઈએ. આ નિયમને કારણે ઘરમાં ઝઘડા તો નથી થયાને એવો રમૂજી સવાલ કરતા હાસ્યનું મોજુ ફરી વળ્યુ હતુ.

સાબર ડેરીના 1000 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

સાબરકાંઠામાં આજે પીએમ મોદીએ સાબરકાંઠામાં આજે 1000 કરોડના વિકાસકામોનુ ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યુ હતુ. જેમા સાબરડેરીના 120 મેટ્રિક ટન પાઉડરનું ઉત્પાદન કરતા 305 કરોડમાં તૈયાર થયેલા પાઉડર પ્લાન્ટ અને 125 કરોડના ટેટ્રાપેક પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ હતુ. આ લોકાર્પણ કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદીએ સાબર ડેરીમાં પ્રદર્શન નિહાળ્યુ હતુ. આ સાથે વડાપ્રધાને પાંચ એકર જમીનમાં 600 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા ચીઝ પ્લાન્ટનું ભૂમિપૂજન પણ કર્યુ હતુ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">