ધોરાજીમાં પ્લાસ્ટિક રિસાઇકલ ઉદ્યોગની કફોડી હાલત, 50 ટકા કારખાના બંધ થતા 7 હજાર લોકો બેકાર બન્યા

પ્લાસ્ટિક રિસાયકલના ઉદ્યોગ સાથે સંકળાયેલ કામદારોની હાલત પણ કફોડી છે, અહીં આસપાસના ગામડામાંથી પેટિયું રળવા આવતા કારીગરો છે અને વર્ષોથી આ ઉદ્યોગમાં કામ કરી રહ્યા છે.

ધોરાજીમાં પ્લાસ્ટિક રિસાઇકલ ઉદ્યોગની કફોડી હાલત, 50 ટકા કારખાના બંધ થતા 7 હજાર લોકો બેકાર બન્યા
The plight of the industry recycling plastic waste in Dhoraji (ફાઇલ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 4:47 PM

Rajkot : કોરોનાને લઈને છેલ્લા 2 વર્ષથી ઘણા ઉદ્યોગોની હાલત કફોડી છે. દેશના પ્લાસ્ટિકના કચરાને રિસાઇકલ કરતા ધોરાજીના (Dhoraji) પ્લાસ્ટિક ઉદ્યોગની (Plastic industry)હાલત કફોડી છે અને આ ઉદ્યોગ સાથે સંકળાયેલ કામદારો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ધોરાજીનું નામ આવે એટલે પ્લાસ્ટિકના કચરાને રિસાયકલ કરીને તેમાંથી અનેક વિવિધ વસ્તુ બનાવાના ઉદ્યોગનું ચિત્ર સામે આવે, ધોરાજીમાં દેશભરના મોટા શહેરોમાંથી રોડ ઉપરના અને રોડની બાજુમાંથી મળી આવતા પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલ માટેનો ઉદ્યોગ, અહીં દિલ્હી બેગ્લોર સહિતના મોટા શહેરોમાંથી રોજ લાખો ટન પ્લાસ્ટિકનો કચરો આવે છે. અને તેમાંથી રિસાયકલ કરીને અનેક વસ્તુઓ બનવામાં આવે છે, ધોરાજીમાં પ્લાસ્ટિક રિસાયકલના 400થી પણ વધારે કારખાના આવેલ છે. અને અહીં સીધી રીતે 10 હજાર લોકોને રોજગારી મળે છે, જયારે આડકતરી રીતે અહીં 25 હજાર લોકો આ ઉદ્યોગમાંથી રોજગારી મેળવે છે,

પરંતુ કોરોના કાળ બાદ આ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગેલ છે. અને 50 % જેટલા કારખાનાઓ બંધ છે, કારણ કે મોટા શહેરોમાંથી આવતો પ્લાસ્ટિક વેસ્ટ હાલ અહીં આવતો નથી. અને કારખાના ચાલુ રાખવા માટે અહીં પૂરતું રો મટીરીયલ મળતું નથી, જેને લઈને અહીં 50 % કારખાના બંધ થવા સાથે સીધી રીતે 6 થી 7 હજાર લોકો બેકાર થયા છે, હાલ તો આ કારખાના માલિકો ધંધો અને પોતાના કારખાના કેમ ચાલવા તેની મુશ્કેલીમાં છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ધોરાજીના આ ઉદ્યોગ સાથે સંકળાયેલ કારખાનેદારની હાલત કફોડી છે, જે કારખાના 24 કલાક ચાલતા હતા. તે હાલ એક અઠવાડિયાના 8 દિવસની જગ્યાએ માત્ર 2 થી 3 દિવસ જ ચાલી રહ્યા છે, અને જેને લઈને કારખાના માલિકોને તેવોના કારખાના કેમ ચલાવવા અને તેવોના કામદારોને રોજગારી કેમ આપવી તે મોટી સમસ્યા છે, અને પોતાનો અને કારખાનાના કામદારોનું ગુજરાન ચલાવવું તેની મોટી સમસ્યા છે.

પ્લાસ્ટિક રિસાયકલના ઉદ્યોગ સાથે સંકળાયેલ કામદારોની હાલત પણ કફોડી છે, અહીં આસપાસના ગામડામાંથી પેટિયું રળવા આવતા કારીગરો છે અને વર્ષોથી આ ઉદ્યોગમાં કામ કરી રહ્યા છે. અને હાલ આ ઉદ્યોગમાં કામ ન હોય પૂરતી રોજગારી ન મળતા ઘરનું ગુજરાન કેમ ચલાવવું તે સમસ્યા છે, પરિવારના ભરણ પોષણને લઈને પણ કારીગરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અને સરકાર પાસે મદદ માગી રહ્યાં છે.

હાલ તો આ ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલ કામદારો મુશ્કેલીમાં છે, જયારે દેશના પ્લાસ્ટિક કચરાની સફાઈનું કામ કરતા આ ઉદ્યોગને સરકાર દ્વારા કોઈ સહાય મળતી નથી. અને કચરાના કામ ઉપર પણ GST લાગુ છે ત્યારે આ ઉદ્યોગ સરકાર પાસે કંઈક મદદની આશા રાખી રહ્યો છે.

આ પણ વાંચો : Video: ગુસ્સે થયેલી દુલ્હનનો વીડિયો થયો વાયરલ, જુઓ ફૂલહાર પછી તેણે શું કર્યું ?

આ પણ વાંચો : Ahmedabad : ઓફલાઇન શાળા શરૂ થતા પૂર્વે દુકાનોમાં યુનિફોર્મની ખરીદી માટે વાલીઓની ભીડ

g clip-path="url(#clip0_868_265)">