Rajkot : ઉપલેટાના મોજ ડેમમાં નવા નીરની આવક, ડેમની સપાટી 11 ફુટ પહોંચી

ઉપલેટા તાલુકાના ગઢાડા ગામ નજીક મોજ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ભાયાવદર પંથકના ઉપરવાસમાં સારા વરસાદના પગલે મોજ ડેમમાં 11 ફૂટ પાણી આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 4:41 PM

Rajkot : જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદથી અનેક ડેમમાં પાણીની આવક થઇ છે. જેથી ધરતીપુત્રોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. ઉપલેટા તાલુકાના ગઢાડા ગામ નજીક મોજ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ભાયાવદર પંથકના ઉપરવાસમાં સારા વરસાદના પગલે મોજ ડેમમાં 11 ફૂટ પાણી આવ્યું છે. મોજ ડેમની જળસપાટી વધીને 44 ફૂટ પર પહોંચી ગઈ છે. મોજ ડેમમાં નવા નીર આવતા ઉપલેટા તાલુકાના 10 ગામનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે. હજુ પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેથી ડેમમાં નવા નીર ઉમેરાઇ રહ્યાં છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">