કોરોના-દિવાળીમાં સતત બંદોબસ્તમાં વ્યસ્ત રહેતી પોલીસને રાજકોટ પોલીસ કમિશનરે દેખાડ્યું ફિલ્મ સૂર્યવંશી

શહેરના ધર્મેન્દ્ર સિનેમા નજીક આવેલા થિયેટરમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિત રાજકોટના તમમા પોલીસ જવાનોને સૂર્યવંશી ફિલ્મ દેખાડવામાં આવી હતી.

કોરોના-દિવાળીમાં સતત બંદોબસ્તમાં વ્યસ્ત રહેતી પોલીસને રાજકોટ પોલીસ કમિશનરે  દેખાડ્યું ફિલ્મ સૂર્યવંશી
Rajkot police personnel watched the film Suryavanshi with the Rajkot police commissioner
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Nov 08, 2021 | 5:07 PM

RAJKOT : રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આજે પોલીસ જવાનોને થિયેટરમાં સૂર્યવંશી ફિલ્મ દેખાડવાનું આયોજન કર્યું હતું.શહેરના ધર્મેન્દ્ર સિનેમા નજીક આવેલા થિયેટરમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિત રાજકોટના તમમા પોલીસ જવાનોને સૂર્યવંશી ફિલ્મ દેખાડવામાં આવી હતી.

વિદેશી તાકતો સામે પોલીસની સરાહનીય કામગીરીને પ્રદર્શિત કરતું ફિલ્મ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું હતું કે કોરોનાનો કપરોકાળ અને ત્યારબાદ દિવાળીના તહેવાર નિમીતે રાજકોટ પોલીસ સતત પેટ્રોલિંગ અને કામગીરી કરીને લોકોની સુરક્ષા કરી રહી હતી, ત્યારે પોલીસ જવાનોને મનોરંજન પુરૂ પડે અને પોલીસ જવાનો માનસિક રીતે સ્વસ્થ થાય તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.પોલીસ કમિશનરે કહ્યું હતું કે સુર્યવંશી ફિલ્મ વિદેશી તાકતો સામે પોલીસની સરાહનીય કામગીરીને પ્રદર્શિત કરતું ફિલ્મ છે જેથી પોલીસનું મોરલ ઉંચું આવે અને પોલીસની કામગીરીને લગતી માહિતી મળે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.

સ્ટ્રેસ ફ્રી વાતાવરણ કરવાનો સરાહનીય પ્રયાસ : PSI આ ફિલ્મ જોવા આવેલા તમામ પોલીસ અધિકારી કર્મચારીઓએ પોલીસ કમિશનરના આ પગલાંને આવકાર્યું હતુ.આ અંગે PSI ટી.ડી.ચુડાસમાએ કહ્યું હતું કે કોરોના અને ત્યારબાદ દિવાળીના તહેવારમાં પોલીસ સતત ફરજ પર હાજર રહી છે ત્યારે પોલીસ જવાનોને સ્ટ્રેસ ફ્રિ વાતાવરણ ઉભું થાય તે હેતુથી પોલીસ કમિશનરે પોલીસને જ લગતી સૂર્યવંશી ફિલ્મ દેખાડી છે જે ખૂબ જ આવકાર્ય હોવાનું કહ્યું હતું.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

દિવાળીમાં સતત ખડેપગે રહી પોલીસ દિવાળીના તહેવાર દરમિયાન રાજકોટ પોલીસ સતત ખડેપગે રહી હતી.પોલીસ દ્વારા શહેરની મુખ્ય બજારોમાં ફૂટ પેટ્રોલિંગ તો કેટલીક જગ્યાએ સાયકલ વડે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું,આ ઉપરાંત દિવાળીમાં લોકો શાંતિથી ફટાકડાં ફોડી શકે તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : સુરેન્દ્રનગર એન્કાઉન્ટર : જાણો કેવી રીતે થયું એન્કાઉન્ટર, વાંચો દિલધડક એન્કાઉન્ટરની આખી ઘટના

આ પણ વાંચો : UP: કૈરાનામાં પરત ફરેલા હિન્દુ પરિવારોને મળ્યા CM યોગી, કહ્યું- અમારી નીતિ ઝીરો ટોલરેન્સની, ગોળી મારનારની છાતી પર ચાલી ગોળી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">