UP: કૈરાનામાં પરત ફરેલા હિન્દુ પરિવારોને મળ્યા CM યોગી, કહ્યું- અમારી નીતિ ઝીરો ટોલરેન્સની, ગોળી મારનારની છાતી પર ચાલી ગોળી
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, 'હું એવા પરિવારોને મળ્યો છું જેઓ અગાઉની સરકાર દ્વારા રાજકારણના અપરાધીકરણનો ભોગ બન્યા હતા. તેઓ હવે પાછા સાથે છે, તેમનામાં વિશ્વાસ જાગ્યો છે. સરકાર પોતાની રણનીતિ પર કામ કરી રહી છે. બાળકો અને મહિલાઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે.
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) કૈરાના પહોંચ્યા અને વધતા ગુનાઓને કારણે સ્થળ છોડી ગયેલા હિંદુ પરિવારો(Hindu families)ને મળ્યા. આ પરિવારો હવે પરત ફર્યા છે. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું ‘હું એવા પરિવારોને મળ્યો છું જેઓ અગાઉની સરકાર દ્વારા રાજકારણના અપરાધીકરણનો ભોગ બન્યા હતા.
તેઓ હવે પાછા સાથે છે, તેમનામાં વિશ્વાસ જાગ્યો છે. સરકાર પોતાની રણનીતિ પર કામ કરી રહી છે. બાળકો અને મહિલાઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું ‘ચૂંટણી હજુ દૂર છે અને જો પીડિત હિંદુઓ હોય તો તેમને મળવું ગુનો નથી.’
સીએમ યોગીની સાથે તે પરિવારો પણ રેલી સ્થળ પર ગયા હતા, જે પરિવારો સાથે સીએમ યોગીએ મુલાકાત કરી હતી. સીએમએ વિજય મિત્તલના ઘરમાં તેમની પત્ની અદિતિ અને તેમની સાથે મુલાકાત કરી હતી. તેમજ હત્યા કરાયેલા શિવકુમાર તેની પત્ની રેખા અને તેના ભાઈ વિનીતને મળ્યા હતા. આ સિવાય યોગી આદિત્યનાથ વિનોદ સિંઘલ જેમને દુકાનમાં ગોળી મારી હત્યા કરાઈ તેમની પુત્રી, પુત્ર, પત્ની અને ભાઈને પણ મળ્યા હતા.
સરકાર સુરક્ષિત વાતાવરણ આપવામાં સફળ રહી
યોગી આદિત્યનાથે કહ્યું, “2017 પછી ગુનાખોરી અને ગુનેગારો પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને પરિણામે આ શહેરમાં શાંતિ આવી છે, ઘણા પરિવારો પાછા ફર્યા છે. ‘મેં કેટલાક પરિવારો સાથે વાતચીત કરી જેઓ અગાઉની સરકારોના રાજકીય અપરાધીકરણનો ભોગ બન્યા હતા.’
શામલીમાં એક રેલીને સંબોધતા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું, “એસપી સરકારમાં જે પરિવારોના સભ્યો માર્યા ગયા હતા તેમના ગુનેગારોને સજા કરવામાં આવી રહી છે અને તે પરિવારોને તેમના પુનર્વસન માટે વળતર આપવામાં આવશે.” વર્ષ 2017માં પણ હું શામલી આવ્યો હતો. પછી મેં કૈરાના વિશે કહ્યું કે અમે અહીં સુરક્ષાનું સારું વાતાવરણ આપીશું. આજે અમે કૈરાનાને સુરક્ષિત વાતાવરણ આપવામાં સફળ થયા છીએ.
‘જ્યારે નિર્દોષ હિંદુઓના ઘર સળગાવવામાં આવ્યા ત્યારે કોઈએ જાતી જોઈ નહીં’
“જ્યારે મુઝફ્ફરનગરમાં બે નિર્દોષ યુવાનોની હત્યા કરવામાં આવી હતી, ત્યારે લોકોને જાતિ નજર આવી રહી ન હતી. જ્યારે ત્યાં નિર્દોષ હિન્દુઓના ઘર સળગાવવામાં આવતા હતા, ત્યારે જાતિનું રાજકારણ કરનારાઓએ તેમની જાતિ જોઈ ન હતી. બાબુ હુકુમ સિંહ જી હવે આપણી વચ્ચે નથી. તેમની સામે ખોટા કેસો દાખલ કરવામાં આવ્યા અને તેમને ત્રાસ આપવામાં આવ્યો.
“કેટલાક લોકો હજુ પણ તાલિબાની માનસિકતાને પ્રોત્સાહન આપવામાં ખુશ છે અને તેના પર તાળીઓ પણ વગાડે છે,” તેમણે કહ્યું. આવા લોકોની આ હરકતોને યુપીમાં બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. જેઓ તાલિબાન માનસિકતાને પ્રોત્સાહન આપે છે તેઓએ મારીચ અને સુબાહુની જેમ જ ભાવિ ભોગવવું પડશે. તેમાં કોઈ શંકા ન હોવી જોઈએ. રેલીમાં તેમના સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું, “કૈરાનાની ઓળખ તેમના સંગીત ઘરાનાથી થતી હતી. તે ઘરની ઓળખ અને તેના વ્યવસાયની ઓળખ જાળવવી એ ભાજપ સરકારની પ્રાથમિકતા છે.
‘કોઈ પણ ગુનેગારની હેસિયત નથી કે તે માથું ઊંચું કરીને ચાલે’
તેમણે કહ્યું, ‘અમે સત્તામાં આવતાની સાથે જ એક સમયે કૈરાનાના વેપારીઓ અને લોકોને ભાગી જવા માટે મજબૂર કરનારા ગુનેગારો આજે પોતાને હિજરત કરવા મજબૂર બન્યા છે. કોઈ પણ ગુનેગાર માથું ઊંચું કરીને રસ્તા પર ચાલે તેવી સ્થિતિ નથી. ધમકીઓ ઘણી દૂર રહી. સીએમ યોગીએ કહ્યું ‘જો કોઈએ વેપારીઓ અને સામાન્ય નિર્દોષ નાગરિકો પર ગોળી ચલાવવાની હિંમત કરી તો ગોળી તે વેપારી અને તે નાગરિક પર નહીં, પરંતુ તેની છાતીમાં ઘૂસીને તેને બીજી દુનિયાની સફર પર મોકલી દીધી.’
‘હવે દિલ્હીવાસીઓ સારવાર માટે શામલી આવે છે ‘
આયુષ્માન યોજના વિશે વાત કરતા મુખ્યપ્રધાન યોગીએ કહ્યું, ‘પહેલાની સરકારોમાં જો કોઈ ગરીબ બિમાર હતો, તો તે સારવાર માટે લાચાર થઈ જતો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત હેઠળ 5 લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો આપ્યો છે, જેથી કરીને ગરીબોની સારવાર પણ શક્ય બની શકે. 2017 પહેલા શામલીના લોકો સારવાર માટે દિલ્હી જતા હતા. પરંતુ ભાજપ સરકાર આવ્યા બાદ હવે લોકો દિલ્હીથી શામલી સારવાર માટે આવવા લાગ્યા છે. શામલીમાં મેડિકલ કોલેજ બનાવવાની પણ યોજના છે.
પીડિત પરિવારોને વળતર પણ અપાશે
તેમણે કહ્યું, ‘કૈરાના વિકાસ સાથે આગળ વધી રહી છે. અહીં ઉદ્યોગો સ્થાપવામાં આવી રહ્યા છે. વિકાસ માટે રોકાણ કરવામાં આવી રહ્યું છે. અમે તુષ્ટિકરણની નીતિને અનુસરીશું નહીં. અગાઉની સરકારમાં જે પરિવારોના મોત થયા હતા, જેમની હત્યાઓ થઈ હતી, તે પીડિત પરિવારોને પણ વળતર આપવામાં આવશે તે અંગેનો રિપોર્ટ મેં માંગ્યો હતો.
યોગી આદિત્યનાથે કહ્યું, ‘કૈરાનાના વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને અમારી બહેનો અને દીકરીઓએ તેમની સુરક્ષા માટે પોલીસ ચોકીની માંગ કરી હતી. અમે આ માંગ પૂરી કરી અને હવે અહીં પીએસીની પણ સ્થાપના કરવામાં આવી રહી છે.
દરેક પીડિતને મળવાનો તેમનો ધર્મ
મુખ્યમંત્રીએ કહ્યું કે દરેક પીડિતને મળવું એ તેમનો ધર્મ છે. જો પીડિતા હિંદુ સમુદાયની હોય તો તેને મળવું ગુનો નથી. સીએમ યોગીની આ બેઠક દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને મંત્રી સુરેશ રાણા પણ હાજર હતા.
2015 અને 2017 વચ્ચેના સમયગાળામાં લગભગ 90 હિન્દુ પરિવારો તેમના ઘર છોડીને કૈરાનાથી સ્થળાંતર કરી ગયા હતા. તે સમયે પીડિત હિંદુઓના ઘર પર લખેલું ‘આ મકાન વેચવાનું છે’ તેવી ઘણી લાઈનો જોવા મળી હતી. મુખ્યમંત્રીએ પીડિતોના પરિવારો સાથેની તેમની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ગુનાઓ પર અંકુશ લગાવ્યો છે અને તેથી જ આ પરિવારો કૈરાના પાછા આવ્યા છે.
આ પણ વાંચો: વધતી માગના કારણે હળદરના ભાવમાં વધારો, ખેડૂતોને હળદરની ખેતી કરી શકે છે માલામાલ
આ પણ વાંચો: Onion Crop: રવિ સીઝનમાં ડુંગળીના વાવેતર અને માવજત અંગેની સંપૂર્ણ માહિતી