સુરેન્દ્રનગર એન્કાઉન્ટર : જાણો કેવી રીતે થયું એન્કાઉન્ટર, વાંચો દિલધડક એન્કાઉન્ટરની આખી ઘટના

Surendranagar encounter : "એક પણ પોલીસને જીતવો જાવા દેવાનો નથી" હનીફખાનના સપોર્ટમાં 15-20 લોકોનું ટોળું હથિયારો સાથે પોલીસ પર તૂટી પડ્યું અને ખુની હુમલો કર્યો.

સુરેન્દ્રનગર એન્કાઉન્ટર : જાણો કેવી રીતે થયું એન્કાઉન્ટર, વાંચો દિલધડક એન્કાઉન્ટરની આખી ઘટના
know the whole incident of Surendranagar encounter
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Nov 08, 2021 | 4:34 PM

SURENDRANAGAR : સુરેન્દ્રનગર એન્કાઉન્ટર અંગે લોકોના મનમાં ઘણા સવાલો ઉભા થઇ રહ્યાં છે. ત્યારે અમે તમને જણાવીશું કે કેવી રીતે થયું આ એન્કાઉન્ટર. આ આખી ઘટનામાં પોલીસને જોઇ હનિફખાન ભાગ્યો હતો અને પહેલું ફાયરિંગ કર્યું હતું.

સુરેન્દ્રનગરમાં બે કુખ્યાત આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું. આ સમયે એવું તો શું બન્યું કે પોલીસે ગોળીબાર કરવાની ફરજ પડી? PSI કઇ રીતે પહોંચ્યા હતા અને કઇ રીતે થયો આખો ઘટનાક્રમ? વાંચો આ અહેવાલ, જેનો PSI વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

59 ગુનામાં વોન્ટેડ આરોપી હનીફખાનની બાતમી મળી 6 નવેમ્બરના સાંજના સાડા સાત વાગ્યે PSI જાડેજા બજાણા પોલીસ સ્ટેશન ખાતે ફરજ ઉપર હાજર હતા, એ દરમિયાન તેમને ખાનગી બાતમીદાર મારફતે સચોટ હકીકત મળેલ કે તેમના વિસ્તારના ગેડીયા ગામ ખાતે ૨હેતા હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અમીરખાન જતમલેક, જે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.11215016200542 ગુજસીટોક કલમ 3(1)(1), 3(1)(2), 3(2) તથા 3(4) મુજબના ગુનામાં તેમજ અન્ય હાઇવે ચોરીઓ તથા લૂંટ તેમજ શરીર સંબંધી ના કુલ 59 ગુનામાં વોન્ટેડ આરોપી છે અને જે લાંબા સમયથી પકડાતો ન હોય અને આજરોજ થોડા સમય માટે જ પોતાના ઘરે આવેલ છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

હનીફખાનને પકડવા પોલીસ ટીમ રવાના થઇ તેવી ચોક્કસ બાતમી મળેલ હોય અને આરોપી હાર્ડકોર ક્રીમીનલ હોય અને અગાઉ પોલીસ ઉપર જીવલેણ હુમલા તેમજ શરીર સંબંધી ગુનાઓ મળી તેના વિરૂધ્ધ કુલ 86 જેટલા ગુનાઓ દાખલ થયેલ હોય અને આ આરોપી પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર પણ રાખતો હોય આ ઇસમને ખૂબ જ તકેદારી રાખી પક ડવો જરૂરી હોય, પોલીસ સ્ટેશનમાં હાજર સ્ટાફના (1) રાજેશભાઇ જીવણભાઇ મીઠાપરા પો.હેડ.કોન્સ (2)શૈલેષભાઇ પ્રહલાદભાઇ કઠવાડીયા, અનાર્મ લોકરક્ષક (3)કીરીટભાઇ ગણેશભાઇ સોલંકી પો.કોન્સ. (4) દિગ્વીજયસિંહ અજીતસિંહ ઝાલા પો.કોન્સ (5) પ્રહલાદભાઇ પ્રભુભાઇ ચરમટા (6)મનુભાઇ ગોવિંદભાઇ ફતેપરા લોકરક્ષક નાઓ હાજર હોય, જેઓને બોલાવી બાતમીની સમજ કરી જરૂરી સાધન સામગ્રી જેમાં લાઠી હેલ્મેટ તથા હથિયાર સાથે લઇ અને કલાક પોણા આઠ વાગ્યે સ્ટેશન ડાયરી માં નોંધ કરાવી મજકુર ઇસમને પકડાવા માટે રવાના થયેલ.

પોલીસ કર્મચારી શૈલેષભાઇ તથા દિગ્વીજયસિંહનાઓને બારબોર પંપ એક્શન ગન ઈશ્યુ કરાવી સાથે રાખેલ સદરહુ જગ્યાએ સરકારી વાહન લઇને જવામાં આવે તો આરોપી ભાગી જવાની પૂરેપૂરી શક્યતા હોય જેથી સાથેના પો.કોન્સ, કીરીટભાઇની ખાનગી ગાડી નંબર GJ-13-AB-4678માં PSI વીરેન્દ્રસિંહ તથા કીરીટભાઇ તથા દિગ્વીજયસિંહ અને મનુભાઇ બેસેલ તથા સરકારી મો.સા, ઉપર રાજેશભાઇ તથા શૈલેષભાઈ તથા બીજા ખાનગી મો.સા. માં પ્રહલાદભાઇ એ રીતેના બજાણા પોલીસ સ્ટેશનથી રવાના થયેલ.

પોલીસને જોઈં આરોપી હનીફખાન ભાગ્યો બજાણા પોલીસ સ્ટેશનથી નીકળી કચોલીયા,કામલપુર થઇ ગેડીયા ગામે 8 વાગ્યેને 10 મિનીટ આસપાસ પોલીસ ટીમ પહોચી તે સમયે આ આરોપી હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અમીરખાન જતમલેક પોતાના ઘરના મુખ્ય દરવાજા બહાર શેરીમાં ઉભેલ હતો જે પોલીસની ગાડી તથા મોટર સાયકલ આવી ઉભા રહેતા તે પોલીસને શેરીના લાઇટના અજવાળે જોઇ ઓળખી જતા ઘરમાં ભાગવા લાગેલ.

હનીફખાને તેના મળતિયાઓને બોલાવવા બુમો પાડી, ઘરમાંથી ફાયરીંગ કર્યું તે વખતે સૌપ્રથમ PSI જાડેજા ગાડીમાં આગળ બેસેલ હોય તુરંત જ ઉતરી તેની પાછળ દોડેલ તે વખતે આ કાળો મુન્નો તેના ઘરના મુખ્ય દરવાજો જે લોખંડનો હોય જે અંદરથી બંધ કરવા જતા તે દરવાજો બંધ કરે તે પહેલા PSIએ બળ વાપરી ધક્કો મારેલ અને તે સામેથી દરવાજો બંધ કરવા માટે બળ વાપરતો હતો તે વખતે સ્ટાફના માણસો પણ આવી ગયેલા અને આ મુન્નો જોર જોરથી બૂમો પાડી તેના છોકરાને તથા બીજા તેના મળતિયાઓના નામોની બૂમો પાડી બોલાવતો હતો.

PSI આરોપીને બથમાં લઇ ઘર બહાર લાવ્યાં PSI તેને સમજાવવા પ્રયત્ન કરત૨ હતા અને દરવાજો ખોલવા કહેતા હતા તે વખતે તેને અંદરથી એક ફાયરીંગ કરેલ તે વખતે તેના એક હાથનું બળ ઓછું થતા અને પોલીસનું બળ વધી જતા દરવાજો ખૂલી ગયેલ તે વખતે આ કાળા મુન્નાને PSIએ ઝડપથી પાછળથી પકડી પાડેલ અને તેના બંને હાથ સહિત પાછળથી બથ ભરી લીધેલ પરંતુ પિસ્તોલ તેના હાથમાં તેને પકડી રાખેલ હોય તેણે તેની પિસ્તોલમાંથી ફરીથી બીજો રાઉન્ડ ફાયરીંગ કરેલ જે PSI તથા તેના પગની વચ્ચે ગોળી ફૂટેલ. આ બાદ PSI તેને બથ ભરેલી હાલતમાં પકડી અને દરવાજાની બહાર શેરીમાં લઇ આવેલ.

મદીનખાને PSIની પીઠ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો તે વખતે તેણે તેની પિસ્તોલ બે હાથે મજબૂત પકડી રાખેલ હતી અને બીજા પોલીસ સ્ટાફના માણસો તેને છોડાવવા માટે પ્રયત્નો કરતા હતા ત્યારે જ PSI પર વાંસાના ભાગે એક તીક્ષ્ણ હથિયાર વડે હૂમલો થતા તેને ઘા લાગેલ જેથી PSI જાડેજાએ પાછું વળીને જોતા આ કાળા મુન્નાનો છોકરો મદીનખાનના હાથમાં એક ધારીયું હતું અને તેણે PSI ઉપર હૂમલો કરેલ હતો જેમાં જાડેજાને ઇજા થતા તેમનો શર્ટ ફાટી ગયેલ હતો અને તેમને લોહી નીકળતું હતું તે વખતે સાથી પોલીસ કીરીટભાઇ તથા દિગ્વીજયસિંહનાઓ વચ્ચે પડતા આ મદીનખાને તેમના ઉપર પણ ધારીયાના ઘા કરેલો.

બીજો હુમલો કરવા જતા પોલીસે સ્વબચાવમાં ફાયરીંગ કર્યુ PSI જાડેજાએ કાળા મુન્નાને તેમને પોતાના હાથમાં પકડી રાખેલ પિસ્તોલ સાથે તુરંત જ બાકીના પોલીસને સોંપી આપેલ અને આ મદીનખાનને પકડવા જતા તેણે PSI ઉપર ફરીથી ધારીયાનો ઘા કરવા જતા PSI તથા સાથેના પોલીસ કર્મચારીઓના સ્વબચાવ માટે તેમની સર્વિસ પિસ્તોલમાંથી એક રાઉન્ડ ફાયરીંગ મદીનખાન ઉપર કરેલ જેમાં તેને શરીરના આગળના ભાગે ગોળી વાગેલ.

15-20 લોકોના ટોળાએ પોલીસ પર ખુની હુમલો કર્યો કાળા મુન્નાને બળ વાપરીને પોલીસ સ્ટાફના માણસો પ્રાઇવેટ ગાડીમાં પાછળની સીટમાં બેસાડવા જતા હતા પણ તે ગાડીમાં બેસતો ન હતો અને તેનું અડધું શરીર ગાડીમાં બળ વાપરી ખેંચી લીધેલ અને પગ બહાર હતા. આ દરમિયાન પંદરથી વીસ પુરુષ અને સ્ત્રીઓનું ટોળું મારક હથિયારો સાથે આવી જતા ગાડીના કાચ તોડવા માંડેલ અને આ કાળા મુન્નાને છોડાવવા માટે પોલીસ ઉપર ખૂની હુમલો કરેલ.આ હુમલામાં પોલીસે પોતાનો સ્વબચાવ કરવા તેમજ આરોપી કાળો મુન્નો ભાગી ન જાય એ પ્રયત્ન કરતા હતા અને કાળા મુન્નાને ગાડીમાં બળ વાપરી બેસાડતા હતા.

હનીફખાને ભાગવાનો પ્રયાસ કરતા PSI પર ફાયરીંગ કર્યું, PSIએ સ્વબચાવમાં ફાયરીંગ કર્યું મોકાનો લાભ લઇ આ હનીફખાન કાળા મુન્નાએ પોતાના હાથમાં પકડી રાખેલ પિસ્તોલનું બેરલ પોલીસ તરફ કરી એક રાઉન્ડ PSI ઉપર ફાયરીંગ કરેલ જેમાં PSI ખસી જતા બચી ગયેલ અને સ્વબચાવમાં PSI જાડેજાએ તેની સર્વિસ બ્લોક પિસ્તોલમાંથી તેના અને પોલીસ સ્ટાફના સ્વબચાવ માટે ફાયરીંગ કરતા કાળા મુન્નાના છાતીના ભાગે લાગેલ.પોલીસ સ્ટાફે તેમને ગાડીની પાછળની સીટમાં બેસાડેલ કે જેથી પોલીસ તેમને તુરત સારવાર અપાવી શકીએ અને આ દરમ્યાન તેની પિસ્તોલ ગાડીમાં પડી ગયેલ.

“એકપણ પોલીસને જીવતો નથી જવા દેવો, બધાને મારી જ નાખવા છે આ ઝપાઝપી માં ખૂબ જ દેકારો થતા આજુબાજુના આ કાળા મુન્નાના મળતિયાઓ જે અગાઉથી ભેગા થઇ ગયેલ હતા તેઓએ PSI તથા પોલીસ સ્ટાફના માણસોને ધોકા,પાઇપ,લાકડી વડે આડેઘડ મારવા લાગેલ અને બૂમો પાડી બોલ તા હતા કે આજે એકપણ પોલીસ ને જીવતો જવા દેવા નથી, બધાને મારી જ નાખવા છે તેવી બૂમો પાડતા હતા તેમજ પોલીસની પ્રાઇવેટ ગાડી ઉપર પણ પાઇપ, લાકડી,ધોકા વડે ઘા મારી ગાડીના કાચ તથા બોનેટ ફોડી નાખેલ અને પોલીસ આ ટોળાને સમજાવવા પ્રયત્નો કરતા હતા.

આ ટોળામાં આશરે પંદરેક જેટલા માણસો હતા જેમાં આ કાળા મુન્નાની સાસુ હનીફાબેન તથા મુન્નાનો સાળો ઇસ્માઇલખાન તથા આ કાળા મુન્નાની મા હવાબેન તથા તેના ઘરની બાજુમાં રહેતા અમીરખાન તથા તેના ઘરની સામે રહેતા અબુભાઇ મોતીભાઇ નાઓને જેને પોલીસ સ્ટાફના માણસો ઓળખે છે. બાકીના માણસોને જોયેથી ઓળખી શકે તેવા હતા.

અબુભાઇ મોતીભાઇના હાથમાં ધારીયું તથા અમીરખાનના હાથમાં ધોકો તથા ઇસ્માઇલખાનના હાથમાં પાઇપ તથા હવાબેનના હાથમાં લાકડી તથા હનીફાબેનના હાથમાં ધોકો હતા અને બાકીના માણસોના હાથમાં પણ ધોકા પાઇપ અને લાકડી જેવા હથિયારો હતા.જે બધા પોલીસને આડેધડ માર મારતા હતા, જેમાં હનીફાબેન તથા હવાબેને PSI જાડેજાના હાથે પગે તથા બરડાના ભાગે મૂઢ માર મારેલ તેમજ તેમની સાથેના કીરીટભાઈને અબુભાઈ મોતીભાઇએ તેની પાસેના ધારીયા વડે જમણાં હાથના પોંચામાં બે ઘા મારેલ તેમજ બે ત્રણ અજાણ્યા માણસોએ તેમને શરીર પીઠના ભાગે લાકડી તથા ધોકા વડે મૂઢ માર મારેલ.

શૈલેષભાઇને અમીરખાને જમણાં હાથે એક ધોકાનો ઘા મારેલ તથા બીજા ત્રણથી ચાર અજાણ્યા માણસોએ બરડામાં તથા બંન્ને પગના સાથળમાં લાકડીથી માર મારેલ. પ્રહલાદભાઇને ઇસ્માઇલખાને પાઇપ વડે ખભાના ભાગે માર મારેલ તથા બે ત્રણ અજાણ્યા માણસો એ લાકડી વડે તેમને જમણાં પગમાં તથા પીઠના ભાગે માર મારેલ તેમજ રાજેશભાઇને હવાબેને છાતીના ભાગે લાકડીના બે ઘા મારેલ તેમજ બે અજાણ્યા માણસોએ તેમને લાકડી તથા પાઇપ વડે બંન્ને પગે તથા બંન્ને હાથે માર મારેલ અને મનુભાઇને હનીફાબેને ધોકા વડે પીઠના ભાગે ત્રણ ઘા મારેલ તથા બીજા ત્રણ ચાર અજાણ્યા માણસો તેમને લાકડી તથા પાઇપ વડે બંન્ને પગના સાથળ તથા બરડામાં માર મારેલ.

દિવીજયસિંહને ઇસ્માઇલખાને પાઇપ વડે તથા હનીફાબેને પોકા વડે જમણાં ખભા ૫પર બે બે ધોકા તથા જમણાં પગે ગળાના ભાગે બે ત્રણ પાઇપ ના ઘા મારેલા તે મજ બીજા ચાર પાંચ અજાણ્યા માણસોએ બોચી પકડી લાકડીઓ વડે આડેધડ માર મારેલ.

આ દરમિયાન અન્ય માણસોનું પણ ટોળું ભેગું થઇ જતા પોલીસ ઉપર પથ્થરમારો ચાલુ કરતા અને ટોળાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા પોલીસ ખાનગી ગાડી મૂકી દઇ અને બે મોટર સાઇકલ લઇ ત્યાંથી ભાગવા લાગેલ જેમાં રાજેશભાઈ તથા પ્રહલાદભાઈ મોટર સાઇકલ ચલાવતા હતા અને બાકીના PSI સહિત બધા દોડતા દોડતા ગામ બહાર સુધી ગયે જે બાદ મોટર સાઇકલમાં બેસી બજાણા પોલીસ સ્ટેશન ખાતે આવેલા અને ત્યારબાદ પાટડી સરકારી દવાખાનામાં સારવાર માટે દાખલ થયા જ્યાં બધાની સારવાર કરવામાં આવી.

PSI વી.એન.જાડેજાની ફરીયાદને આધારે આ આરોપીઓ તથા તપાસમાં ખૂલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ 307,143,147,148,149,323,325,332,333,427,506 (2), 186 , તથા આર્મ્સ એક્ટ ૨૫(૧)(૧-બી)એ તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ધોરણસર થવા ફરીયાદ કરી છે જે મામલે પોલીસ તપાસ કરી રહી છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">