રાજકોટના અગ્નિકાંડને 24 કલાક કરતા વધુ સમય વીતો ગયો છે. તપાસની શરૂઆત થઇ ગઇ છે. અથવા કહો કે તપાસના નાટકની શરૂઆત થઇ ગઇ છે. આ વચ્ચે ઘટના સમયના આગ લાગવાના CCTV વીડિયો સામે આવ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કઈ રીતે આગ પ્રસરી રહી છે અને હાજર લોકો આ આગને કબુમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે.
હવે આગામી કેટલાક દિવસો સુધી આવી રીતે જ તપાસ નામે કામગીરી ચાલશે. જો કે સૌથી મોટો સવાલ એ છે કે શું અસલી ગુનેગારોને સજા મળશે ખરા ? પોલીસે કમિશનરે સ્પષ્ટ કરી દીધું છે કે TRP ગેમઝોન પાસે ફાયરની કોઇ NOC હતી નથી. છતાં કોઇ પણ રોકટોક વગર ગેમઝોનમાં ધમધમી રહ્યું હતું.
જે દર્શાવે છે કે આ અગ્નિકાંડમાં માત્ર FIRમાં તેઓના નામ છે તેઓ જ આરોપીઓ નથી. પરંતુ સરકારી પગાર લેતા અનેક અનેક અધિકારીઓ પણ આ લાક્ષાગૃહ માટે જવાબદાર છે.
હાલ પોલીસે આરોપીઓ સામે FIR દાખલ કરી છે. પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ધવલ ઠાકર, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે…અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, યુવરાજસિંહ સોલંકી સામે ગુનો નોંધાયો છે.
IPCની ધારા 304, 308, 337, 338 અને 114 ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી. મહત્વનું છે કે આ ઘટનાના CCTV વીડિયો સામે આવ્યા છે. જેમાં દેખાય રહ્યું છે કે કઈ રીતે આગ પ્રસરી રહી છે.
પોલીસ હાલના તબક્કે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે કોઇ કાર્યવાહી કરી રહી નથી. પરંતુ ભાજપના નેતા વજુભાઇ વાળા સીધી રીતે આ અગ્નિકાંડ માટે કોર્પોરેશનને જવાબદાર માની રહ્યા છે. વજુભાઇ વાળાએ કહ્યું કે અધિકારીઓના પાપે જ રાજકોટ અગ્નિકાંડ થયો છે.
Published On - 10:54 pm, Sun, 26 May 24