AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Richest Farmer : ગુજરાતની આ મહિલાએ એવું તો શું કર્યું કે બની ગઈ દેશની સૌથી અમીર મહિલાની ખેડૂત, સંપતિ જાણી ચોંકી જશો..

દેશની આ અમીર મહિલા ખેડૂત જૈવિક ખેતી દ્વારા ₹100 કરોડથી વધુની સંપત્તિ મેળવીને ભારતની સૌથી ધનિક ખેડૂત બનવાનો ગૌરવ મેળવ્યું છે. મહત્વની વાત એ છે કે આ મહિલા ગુજરાતની છે.

Richest Farmer : ગુજરાતની આ મહિલાએ એવું તો શું કર્યું કે બની ગઈ દેશની સૌથી અમીર મહિલાની ખેડૂત, સંપતિ જાણી ચોંકી જશો..
| Updated on: Aug 06, 2025 | 11:26 AM
Share

ગુજરાતના રાજકોટની નિતૂબેન પટેલ (Nituben Patel) એ 2024માં ભારતની સૌથી અમીર ખેડૂત (Richest Farmer in India) બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો છે. તેમણે જૈવિક ખેતી અને સતત કૃષિ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ₹100 કરોડની સંપત્તિ મેળવી છે. નિતૂબેન સજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડ ની સ્થાપિકા છે, જે કુદરતી ખેતી અને ગ્રામિણ વિકાસ માટે કાર્યરત છે.

જ્યારે ઘણા ખેડૂતો પોતાની સમસ્યાઓને લઈ સરકાર સામે આંદોલન કરે છે, ત્યાં નિતૂબેનએ તમામ પડકારોને પછાડી એક નવી દિશા દર્શાવી છે – હવે તેઓ માત્ર ખેડૂત નહીં રહી, પણ દેશભરના ખેડૂતો માટે પ્રેરણારૂપ બની ગઈ છે.

પુરુષોએ બળદ ચલાવતી જગ્યા હવે મહિલા એ જીતી…

ખેતી જેનું પરંપરાગત રૂપે પુરુષાધિકાર ક્ષેત્ર માનવામાં આવે છે, ત્યાં નિતૂબેન પટેલએ પોતાની મહેનત, વિઝન અને નવીન પદ્ધતિઓથી ખેતર વિકાસમાં ક્રાંતિ આવી. આજે તેમની નેટવર્થ ₹100 કરોડથી વધુ છે.

2024માં મળ્યો “ભારતનો સૌથી અમીર ખેડૂત” નો ખિતાબ

Millionaire Farmer of India (MFOI) Awards 2024માં નિતૂબેનને “ભારતની સૌથી ધનિક મહિલા ખેડૂત” તરીકે સન્માનિત કરવામાં આવી. આ પુરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ મહિલા બની છે. તેમની કૃષિ પદ્ધતિઓમાં ‘અમૃત ખેતી’ અને ‘મેજિકલ માટી’ ખાસ ઉલ્લેખનીય છે.

  • અમૃત ખેતી (Nectar Farming) એ જમીનની ઉપજશક્તિ વધારવાની કુદરતી પદ્ધતિ છે.

  • મેજિકલ માટી એ જમીન સંવર્ધન માટે તેમના દ્વારા વિકસાવેલી વિશિષ્ટ ટેકનિક છે.

શું ઉગાડે છે નિતૂબેન પટેલ?

  • નિતૂબેન વિવિધ પ્રકારની જૈવિક ખેતીની પેદાશો ઊપજાવે છે – જેમાં શાકભાજી, ફળો, ઘઉં, સરસવ તેલ અને ઘી સામેલ છે.

  • તેઓ ડેરી ફાર્મિંગ પણ કરે છે.

  • ઔષધીય વનસ્પતિઓની પણ ઊંડી સમજ ધરાવે છે.

  • તેમના ઉત્પાદનો ઓનલાઇન પણ વેચાય છે.

  • તેમણે બનાવેલ ફાર્મ અત્યારસુધીમાં એટલું સ્વચાલિત છે કે 20 વર્ષ સુધી કોઇ માનવ જોડાણ વિના પણ ચાલે તેવો સંચાલિત છે.

ખેતીની બહારના કારનામા

  • નિતૂબેન સજીવન લાઈફ પ્રાઈવેટ લિમિટેડ નામની સંસ્થા ચલાવે છે.

  • આ સંસ્થા કુદરતી ખેતી અને ગ્રામિણ વિકાસના ક્ષેત્રે કાર્યરત છે.

  • માત્ર 45 દિવસમાં 84 ખેડૂતોના ઉત્પાદક સંગઠનો (FPOs) રજિસ્ટર થયા છે.

  • આ FPOs ખેડૂતોને સરકારી યોજનાઓ, ટકાઉ ખેતી પદ્ધતિઓ અને આર્થિક લાભની માહિતી આપે છે.

પ્લાસ્ટિક વિરુદ્ધ અભિયાન

  • Sajeevan Foundationના માધ્યમથી નિતૂબેન દર વર્ષે:

    • 10,000 કાપડના થૈલા વિતરે છે

    • વૃક્ષારોપણના કાર્યક્રમો કરે છે

    • 10,000થી વધુ ખેડૂતોને જૈવિક ખેતી અને રસાયણ મુક્ત પદ્ધતિઓ અંગે તાલીમ આપે છે

તેમના પ્રયાસોથી આજે હજારો આદિવાસી અને નાના ખેડૂતો વધુ આવક કરી રહ્યા છે અને પૃથ્વી માટે પણ તંદુરસ્ત પગલાં લઈ રહ્યા છે.

તેઓના ઉત્પાદનો 100% ટ્રેસેબલ, ઝેરમુક્ત અને ઓનલાઇન ઉપલબ્ધ છે.

PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
g clip-path="url(#clip0_868_265)">