Rajkot : વિરાણી હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ તૈયાર કરી મહાકાય રાખડી

રાજકોટની વિરાણી હાઇસ્કૂલે આ પર્વની સેવાકીય પ્રવૃતિ સાથે ઉજવણી કરી છે.રાજકોટની વિરાણી સ્કૂલના વિધાર્થીઓએ વિશાળ રાખડી તૈયાર કરી હતી.

Rajkot : વિરાણી હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ તૈયાર કરી મહાકાય રાખડી
Rajkot: Huge ashes prepared by students of Virani High School
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 21, 2021 | 1:26 PM

Rajkot : રવિવારના રોજ રક્ષાબંધનનુ પવિત્ર પર્વ છે. લોકો અલગ અલગ રીતે આ રક્ષાબંધન પર્વની ઉજવણી કરતા હોય છે. ત્યારે રાજકોટની વિરાણી હાઇસ્કૂલે આ પર્વની સેવાકીય પ્રવૃતિ સાથે ઉજવણી કરી છે.રાજકોટની વિરાણી સ્કૂલના વિધાર્થીઓએ વિશાળ રાખડી તૈયાર કરી હતી જેમાં સ્ત્રી ઉપયોગી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ વિશાળ રાખડીમાં 2 હજાર લેડીઝ રૂમાલ,150 નેપકીન, 60 માસ્ક,110 બાઉલ, 406 દુપટ્ટા અને 1150 સેનેટરી નેપકીનની મદદથી આ રાખડી તૈયાર કરવામાં આવી છે.આ રાખડી આકર્ષણનું કેન્દ્ર બની છે.

જરૂરિયાતમંદ અને નિરાશ્રિત બાળાઓને ચીજવસ્તુનું વિતરણ કરાશે વીરાણી હાઇસ્કૂલ દ્રારા તૈયાર કરેલી આ રાખડીનો સેવા હેતુ ઉપયોગ કરવામાં આવશે.સ્ત્રી ઉપયોગી આ ચીજવસ્તુઓ બાલાશ્રમ અને નિરાશ્રિત બાળકોને આપવામાં આવશે.સેનેટરી પેડ કાઠિયાવાડ નિરાશ્રિત બાળકોને આપવામાં આવશે. વિધાર્થીઓનો હેતુ તહેવાર સાથે લોકોની સેવાનો છે જેથી આ રાખડી થકી લોકોને મદદ પહોંચે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

JOY FOR SHARING -WE CARE WE SHARE વિધાર્થીઓનું સ્લોગન

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

વિરાણી સ્કૂલના વિધાર્થીઓ દર વર્ષે આ પ્રકારે અલગ ઉજવણી કરે છે. છેલ્લા ચાર વર્ષમાં અલગ અલગ સેવા પ્રકલ્પો સાથે રાખડી તૈયાર કરવામાં આવી છે, ગત વર્ષોમાં સ્ટેશનરીની ચીજવસ્તૂઓની રાખડી તૈયાર કરવામાં આવી હતી. આ ઉપરાંત 31 ડિસેમ્બરની ઉજવણી પણ જૂની ચીજવસ્તુઓના સંગ્રહ સાથે કરે છે. અને આ ચીજવસ્તુઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આપે છે.

સાંસ્કૃતિક વારસા સાથે ઉજવણી વીરાણી સ્કૂલના પ્રિન્સિપાલ હરેન્દ્રસિંહ ડોડિયાએ કહ્યું હતુ કે વિરાણી સ્કૂલના વિધાર્થીઓ સાંસ્કૃતિક વારસા સાથે કંઇક અલગ કરવા માટે જાણીતા છે.આ તહેવારના દિવસોમાં તહેવારની ઉજવણીની સાથે સેવાકીય લાભ મળે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : afghanistan Crisis: તાલિબાને કાબુલ એરપોર્ટ પરથી 150થીવધુ લોકોનું અપહરણ કર્યું

આ પણ વાંચો : IPL 2021 : એમએસ ધોનીની નવી જાહેરાતે ધમાલ મચાવી, જુઓ video

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">