IPL 2021 : એમએસ ધોનીની નવી જાહેરાતે ધમાલ મચાવી, જુઓ video

મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) એક વાર ફરી થી ક્રિકેટના મેદાનમાં ઉતરનાર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત ધોની ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વતી IPL 2021 નો ટીમનો કેપ્ટન છે. ધોની એપ્રિલ-મે મહિનામાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે મેદાનમાં ઉતર્યો હતો. પરંતુ કોરોના વાયરસના કેસોને કારણે ટૂર્નામેન્ટને અધવચ્ચે જ રોકી દેવી પડી હતી. હવે બાકીની મેચ યુએઈ માં રમાશે

IPL 2021 : એમએસ ધોનીની નવી જાહેરાતે ધમાલ મચાવી, જુઓ video
એમએસ ધોનીની નવી જાહેરાતે ધમાલ મચાવી, જુઓ video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 1:03 PM

IPL 2021 :ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)IPL 2021 ના ​​બીજા તબક્કાની શરૂઆત પહેલા એક જાહેરાત આવી છે. આ જાહેરાતમાં ધોની રોકસ્ટાર (Rockstar)માં જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા (Social media) માં આ જાહેરાતને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

IPLના સત્તાવાર બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે (Star Sports)ધોની માટે આ જાહેરાત કરી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગે (Indian Premier League)આ ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ મ્યુઝિક એડ જાહેર કરી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ધોનીનો વીડિયો જાહેર કરતી વખતે, ઇન્ડિયન પ્રીમિયર લીગે (Indian Premier League)લખ્યું, ‘VIVO IPL 2021 ફરી આવી છે અને ફરી એકવાર તમારી સ્ક્રીન પર આવવા માટે તૈયાર છે. આ બ્લોકબસ્ટર સિઝન કેવી રીતે સમાપ્ત થશે તે જાણવાનો સમય આવી ગયો છે કારણ કે # AsliPictureAbhiBaakiHai! ‘ આ વીડિયોમાં ધોની રોકસ્ટાર જેવો દેખાઈ રહ્યો છે અને ખૂબ મસ્તી પણ કરી રહ્યો છે. ચાહકો ધોની ( Dhoni)ની આ સ્ટાઇલને ખૂબ પસંદ કરી રહ્યા છે.

ત્રણ વખત આઈપીએલ વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સ યુએઈ પહોંચી ગઈ છે. ગુરુવારે ટીમના પ્રેક્ટિસ સેશનની તસવીર પણ સામે આવી હતી. IPLનો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થઈ રહ્યો છે. IPL 2021 ના ​​બીજા તબક્કાની પ્રથમ મેચ પાંચ વખત IPLવિજેતા મુંબઈ ઇન્ડિયન્સ અને CSK વચ્ચે થશે. IPL 2021 ના ​​પ્રથમ તબક્કામાં ચેન્નઈનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું.

ચેન્નાઈએ તેમની સાતમાંથી પાંચ મેચ જીતી હતી અને 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને હતી. નોંધનીય છે કે, ભારતમાં રમાઈ રહેલી આઈપીએલ 14માં બાયો બબલમાં કોરોનાની એન્ટ્રી બાદ બીસીસીઆઈએ તેને મે મહિનાના પ્રથમ સપ્તાહમાં સ્થગિત રાખી હતી.

ગયા વર્ષે જ્યારે આઈએપીએલ UAE માં થઈ હતી, ત્યારે CSK સાતમા ક્રમે રહી હતી અને ઈતિહાસમાં પ્રથમ વખત પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી. જોકે આ વર્ષે પણ IPL માં ધોનીનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. તે સાત મેચમાં માત્ર 37 રન જ બનાવી શક્યો હતો. 18 રન તેનો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે. તેનો સ્ટ્રાઇક રેટ પણ 123.33 છે.

આ પણ વાંચો : Devendra jhajharia પેરાલિમ્પિકમાં ભારતના સૌથી મોટા દાવેદાર, પિતા માટે ત્રીજું ગોલ્ડ મેડલ જીતવા માંગે છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">