Porbandar : ઘેડ પંથકના ચીકાસા ગામમાં ચોતરફ પાણી, ઉભા પાકને ભારે નુકશાન

પોરબંદરના ઘેડ પંથકના ચીકાસા ગામના ઘરો અને ખેતરો પુરના પાણીમાં ગરકાવ થયા છે. લોકોના ઘરમાં કમર સમાં પાણી ભરાયા છે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 7:19 AM

પોરબંદરનું(Porbandar)  ઘેડ પંથક ચોથા દિવસે પણ પાણીથી તરબોળ છે. જેમાં આ દ્રશ્યોમાં ઘેડ પંથકના ચીકાસા ગામમાં ચોતરફ પાણી જ પાણી જોવા મળ્યું છે. ચીકાસા ગામના ઘરો અને ખેતરો પુરના પાણીમાં ગરકાવ થયા છે. લોકોના ઘરમાં કમર સમાં પાણી ભરાયા છે.

જેમાં ઘરમાં પાણી ભરાતા લોકોને અને પશુઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો ખેતરોમાં પુરના પાણી ફરી વળતા મગફળી, એરંડા, જુવાર સહિતના પાકનું નિકંદન નીકળું ગયું..જેને પગલે ઘેડ પંથકના લોકોને ભારે નુકશાન પહોંચ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ દરમ્યાન ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી ત્રણ દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત રહેશે. જ્યારે 19 અને 20 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે. ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.

આ પૂર્વે હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાંથી રેડ એલર્ટની આગાહી દૂર કરી હતી. જેમાં રાજકોટ, જૂનાગઢ, વલસાડમાંથી રેડ એલર્ટ હટ્યું છે. અને અતિશય ભારે વરસાદમાંથી હવે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. તો ઓડિસા તરફથી આવતી વરસાદી સિસ્ટમ ફંટાઇ જતા સંકટ ટળ્યું હોવાનું અનુમાન છે.તેમ છતાં આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશન કરશે પીએમ મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી, 71 હજાર વૃક્ષો વાવી નમો વન બનાવાશે

આ પણ વાંચો :PM Narendra Modi: 71 વર્ષે પણ ફિટ એન્ડ ફાઈન રહેતા PM મોદીના સ્વાસ્થ્યનું રહસ્ય જાણો  

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">