AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: 71 વર્ષે પણ ફિટ એન્ડ ફાઈન રહેતા PM મોદીના સ્વાસ્થ્યનું રહસ્ય જાણો

PM Narendra Modi Lifestyle: પ્રધાનમંત્રી મોદી 17 સપ્ટેમ્બર 2021 ના રોજ પોતાનો 71 મો જન્મદિવસ ઉજવશે. આ પ્રસંગે જાણો તેમની જીવનશૈલી વિશે.

PM Narendra Modi: 71 વર્ષે પણ ફિટ એન્ડ ફાઈન રહેતા PM મોદીના સ્વાસ્થ્યનું રહસ્ય જાણો
How is the lifestyle of Prime Minister of India Narendra Modi at 7 Race Course Road Gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 12:09 AM
Share

વિશ્વભરમાં સૌથી વધુ પ્રભાવશાળી નેતા ગણાતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો (17 સપ્ટેમ્બર, 2021) એ જન્મદિવસ છે. તેઓ આ વર્ષે તેમનો 71 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ઉંમરે પણ ફીટ એન્ડ ફાઈન રહેતા પીએમ મોદીના સ્વાસ્થ્યનું રહસ્ય સૌ કોઈને જાણવું હોય છે. તમને જણાવી દઈએ કે લાંબા સમયથી તેઓએ દિનચર્યામાં યોગ, મધ્યમ ઊંઘ, ઉપવાસ અને નિયમિત આહાર અપનાવીને તંદુરસ્ત જીવનશૈલી જાળવી રાખી છે.

આ મોદીની જીવનશૈલી છે

સવારે 4 વાગે ઉઠે છે

આ જાણીતી હકીકત છે કે મોદી નિયમિત જીવનશૈલીમાં માને છે. પીએમ યોગ્ય સૂવાનો સમય અનુસરે છે અને દરરોજ સવારે 04:00 વાગ્યે ઉઠે છે.

યોગ

પ્રધાનમંત્રીના સ્વાસ્થ્યમાં યોગ ખુબ મહત્વનો ભાગ ભજવે છે. મોદી યોગ દ્વારા અત્યંત શિસ્તબદ્ધ જીવનશૈલી જીવી રહ્યા છે. તે સવારે યોગ કરે છે. તેમણે વિશ્વભરમાં યોગને લોકપ્રિય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કેટલાક પ્રસંગો પર, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, મોદી યોગના વિવિધ પ્રકારનો અભ્યાસ કરતા જોવા મળે છે. તે ભારતીયો, ખાસ કરીને યુવાનોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે.

મોર્નિંગ વોક

પોતાની જાતને તંદુરસ્ત અને ચપળ રાખવા માટે, વડાપ્રધાન દરરોજ સવારે મોર્નિંગ વોક કરે છે. વહેલી સવારની આ વોક અને તાજી હવા તેમના સ્વાસ્થ્યનું રહસ્ય છે.

નાસ્તો

વડાપ્રધાન મોદી પોતાના દિવસની શરૂઆત તંદુરસ્ત નાસ્તાથી કરે છે, જેમાં મોટાભાગે પૌઆ અને આદુ વાળો ચા હોય છે. પીએમ મોદી શાકાહારી છે, તેથી તેમના આહારમાં ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે. તેઓ આજે પણ ગુજરાતી ભોજન પસંદ છે.

આયુર્વેદ

પીએમ મોદીએ હંમેશા આયુર્વેદને પ્રોત્સાહન આપ્યું છે અને તેમને એમ પણ કહ્યું છે કે યોગ પછી વિશ્વ ટૂંક સમયમાં ભારતના પ્રાચીન આયુર્વેદિક સિદ્ધાંતોને અપનાવશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે યુવાનોએ દેશના આયુર્વેદને વૈજ્ઞાનિક રીતે સમજાવવા માટે આગેવાની લેવી જોઈએ. પ્રધાનમંત્રી ઘરેલુ ઉપચાર અને આયુર્વેદમાં પણ એટલું જ માને છે.

ધ્યાન

પીએમ મોદી ધ્યાન અને શ્વાસ લેવાની તકનીકોનો અભ્યાસ કરે છે જેથી તેમને આરામ મળી રહે અને તેઓ રીલેક્સ રહે. પોએમ મોદીએ શાળાના વિદ્યાર્થીઓ અને વિવિધ પ્રતિષ્ઠિત પરીક્ષાઓના ઈચ્છુક લોકોને તણાવમુક્ત રહેવા માટે ધ્યાન અને ઊંડા શ્વાસ લેવાની રીતનો અભ્યાસ કરવાની સલાહ આપી છે.

આ પણ વાંચો: રાજ્યમાં ત્રણ દિવસ સુધી વરસાદ યથાવત, આ તારીખે વરસાદનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચો: VADODARA : અમેરિકી કોન્સ્યુઅલ જનરલ ડેવિડ જે રેન્ઝે ઝાયલમ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">