અમદાવાદ કોર્પોરેશન કરશે પીએમ મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી, 71 હજાર વૃક્ષો વાવી નમો વન બનાવાશે

અમદાવાદમાં બાપુનગર લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં 71 હજાર વૃક્ષ વાવી નમો વન બનાવાશે. જે નમો વનમાં સવારે 9 વાગે સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે.

17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)નો 71 મો જન્મ દિવસ છે. જેની દેશભરમાં ઉજવણી થવાની છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશનએ(AMC) પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની(PM Modi Birthday)ઉજવણીને લઈને વિશેષ આયોજન કર્યું છે. જેમાં એએમસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી કરશે.

જેની અંદર amc શહેરમાં 500 થી વધુ જગ્યા પર વેકસીનેશન આયોજન કરશે. કાંકરિયા ગેટ 1 પાસે 3 દિવસ માટે નરેન્દ્ર મોદીના કામનું પ્રદર્શનીનું આયોજન કરાશે. 45 વોર્ડમાં વેકસીનશન કેમ્પનું આયોજન કરાશે. જ્યાં દરેક લોકો લાભ લઇ શકશે. તો વધુમાં વધુ વેકસીનેશન થાય તેવું પણ આયોજન કરાયું.  જ્યારે બાપુનગર લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં 71 હજાર વૃક્ષ વાવી નમો વન બનાવાશે. જે નમો વનમાં સવારે 9 વાગે સીએમ ભુપેન્દ્ર પટેલ ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે.

ગુજરાતમાં પણ પીએમ મોદીના 71મા જન્મ દિવસની ઉજવણી કરશે.પીએમ મોદીના જન્મ દિવસ પર રાજ્યમાં દિવ્યાંગો માટે મોબાઇલ વાન સેવા શરૂ કરાશે અને મફતમાં કૃત્રિમ અંગો દાન અપાશે.એક સ્વૈચ્છિક સંસ્થાના પ્રયાસ દ્વારા રાજ્યના દિવ્યાંગોને આ સેવા મળશે.અને રોજના 10 દિવ્યાંગોને મફતમાં અંગ લગાવામાં આવશે.મહત્વનું છે કે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા 71 દિવ્યાંગોને કૃત્રિમ અંગ કરશે અને વડનગરથી આ સેવાનો પ્રારંભ થશે.તો અમદાવાદમાં BRTS અને AMTS સ્ટેન્ડ ખાતે નાગરિકોનું મફતમાં રસીકરણ કરાશે.

સદીના મહાનાયક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મ દિવસ છે…નરેન્દ્ર મોદીના જન્મ દિવસને યાદગાર બનાવવા માટે ભાજપે દેશભરમાં જોરદાર આયોજન કર્યું છે…સેવા અને સમર્પણની ભાવના હેઠળ ભાજપે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

આ પણ વાંચો : ભાજપ 17 સપ્ટેમ્બરે ‘તેલંગણા મુક્તિ દિવસ’ ઉજવશે, નિર્મલ શહેરમાં જાહેર સભાને સંબોધશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 

આ પણ વાંચો : PM Narendra Modi: 71 વર્ષે પણ ફિટ એન્ડ ફાઈન રહેતા PM મોદીના સ્વાસ્થ્યનું રહસ્ય જાણો

Click on your DTH Provider to Add TV9 Gujarati