કોંગ્રેસે પોરબંદરથી ભાજપના મનસુખ માંડવિયા સામે લલિત વસોયાને આપી ટિકિટ, વસોયાએ tv9 પર આપી આ પ્રતિક્રિયા- વીડિયો

કોંગ્રેસે પોરબંદર લોકસભા બેઠક પરથી લેઉવા પાટીદાર ચહેરા તરીકે લલિત વસોયા પર પસંદગી ઉતારી છે. કોંગ્રેસે ગત લોકસભામાં પણ લલિત વસોયાને જ ટિકિટ આપી હતી. જ્યારે ભાજપે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે. કોંગ્રેસે પાટીદાર સામે પાટીદાર ચહેરો ઉતારી જ્ઞાતિનું સમીકરણ પણ સેટ કર્યુ છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2024 | 8:44 PM

કોંગ્રેસે આજે તેની બીજી યાદી જાહેર કરી છે, જેમા ગુજરાતના 7 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમા કોંગ્રેસે સૌરાષ્ટ્રની પોરબંદર લોકસભા બેઠક પરથી લલિત વસોયાને ટિકિટ આપી છે. લલિત વસોયા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના મજબુત ઉમેદવાર છે. લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે અને ધોરાજી વિધાનસભાથી પૂર્વ ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. વર્ષ 2017માં તેઓ ધોરાજીથી જીત્યા હતા. પાટીદારો અને ખેડૂતો પર તેમની મજબુત પકડ છે. ખેડૂતોના પ્રશ્નો તેઓ સડકથી લઈ વિધાનસભા સુધી અવાજ ઉઠાવી ચુક્યા છે. રામ મંદિરનું આમંત્રણ ન સ્વીકારવા મુદ્દે વસોયા તેમની પાર્ટીની પણ ટીકા કરી ચુક્યા છે.

પાટીદાર ચહેરો, પૂર્વ ધારાસભ્ય અને ખેડૂતોના અવાજ તરીકેની વસોયાની છાપ

જેતપુરજામકંડોરણાના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા સાથે તેમને સારા સંબંધો છે. તેઓ અવારનવાર તેમની સાથે પણ જોવા મળે છે. તેમની મિત્રતાને કારણે તેમના વિશે અનેકવાર એવી ચર્ચા થતી હતી કે વસોયા ભાજપમાં જોડાવાના છે. રામ મંદિર મુદ્દે પાર્ટીની ટીકા કર્યા બાદ તેમના વિશે એવુ કહેવાતુ હતુ કે તેઓ કેસરીયા કરવાના છે. જો કે આ અંગે તેમણે ખુદ મીડિયા સમક્ષ આવી સ્પષ્ટતા કરી હતી કે તેઓ ક્યારેય કોંગ્રેસ છોડવાના નથી.

ભાજપવાળા ચૂંટણી જીતી નથી શક્તા આથી કોંગ્રેસના નેતાઓને લઈ ગયા- લલિત વસોયા

કોંગ્રેસે સતત બીજીવાર તેમને પોરબંદરથી લોકસભાની ટિકિટ આપી છે. ત્યારે આ અંગે લલિત વસોયાએ tv9 સાથેની વાતચીતમાં જણાવ્યુ કે પોરબંદર સીટ પર ભાજપે બહારના ઉમેદવારને ઉભા રાખ્યા છે, ભાવનગરમાં પણ જેમનો જનાધાર નથી તેવા ઉમેદવારને ભાજપે અહીં ઉમેદવાર બનાવ્યા છે. જેમને પોરબંદરના લોકો જાકારો ચોક્કસ આપશે. વધુમાં વસોયાએ ઉમેર્યુ કે 2019 વખતે જે ખામીઓ રહી ગઈ તેને અમે સુધારશુ. અર્જુન મોઢવાડિયાના પક્ષપલટાથી કોઈ ફર્ક નહીં પડે. કોંગ્રેસમાંથી ગયેલા12 જેટલા ધારાસભ્ય પૈકી12 ધારાસભ્યો હારી ગયા હતા. પોરબંદરના લોકો પક્ષપલટાને ક્યારેય સ્વીકારશે નહી અને તેમને જાકારો મળશે. તેમણે ભાજપ પર પ્રહાર કર્યો કે ચૂંટણી જીતી નથી શક્તા આથી કોંગ્રેસના નેતાઓને લઈ ગયા છે. આ વખતે ચૂંટણીમાં તેઓ ડુંગળીની નિકાસબંધી, કપાસ, મોંઘવારી અને સાગરખેડૂઓના પ્રશ્નોને લઈને જનતા વચ્ચે જશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચો: Breaking News: લોકસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર, કોંગ્રેસે બીજી યાદીમાં ગુજરાતના આ 7 ઉમેદાવારોના નામની કરી જાહેરાત

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">