ગુજરાતનું આ ખેડૂત કપલ મહિને કમાય છે લાખો રૂપિયા, વિદેશમાં નોકરી છોડી ગામમાં પરત ફરવાનો કર્યો હતો નિર્ણય

ગુજરાતના પોરબંદરના એક નાનકડા ગામ બેરાનના રહેવાસી રામદે અને ભારતી ખુટીએ લંડનમાં તેમની નોકરી છોડીને ભારતમાં ખેતીમાં જોડાવાનું નક્કી કર્યું. આજે તે પોતાની યુટ્યુબ ચેનલ દ્વારા દુનિયાને પોતાના ગામ પ્રત્યેનો પ્રેમ બતાવી રહ્યો છે અને તેમાંથી સારી કમાણી પણ કરી રહ્યો છે.

ગુજરાતનું આ ખેડૂત કપલ મહિને કમાય છે લાખો રૂપિયા, વિદેશમાં નોકરી છોડી ગામમાં પરત ફરવાનો કર્યો હતો નિર્ણય
Follow Us:
| Updated on: May 30, 2024 | 4:04 PM

વર્ષ 2018થી, પોરબંદર જિલ્લાના નાના બેરણ ગામમાં રહેતા રામદે અને ભારતી ખુટી યુટ્યુબ પર બે ચેનલ ચલાવે છે. જેમાં તે લોકોને ગામડાના જીવન અને અહીંની જીવનશૈલી વિશે જણાવે છે. વ્યવસાયે ખેડૂત રામદે તેની ચેનલ પર ખેતી અને પશુપાલન સંબંધિત વીડિયો પોસ્ટ કરતા રહે છે. લોકો તેના ગામડાને લગતા વીડિયોને એટલા પસંદ કરે છે કે હવે યુટ્યુબ પણ તેની આવકનું સાધન બની ગયું છે.

જો કે, 2015 સુધીમાં રામદે અને તેની પત્ની ભારતી ગામડાના જીવનથી દૂર લંડનમાં રહેતા હતા. ત્યાં બંને સારી નોકરી કરીને સારા પૈસા કમાતા હતા. પરંતુ તે ગામ અને તેના પરિવારથી દૂર રહીને ખુશ ન હતા, ત્યારબાદ તેમણે બધું છોડીને ગામમાં પાછા ફરવાનું નક્કી કર્યું.

ભેંસના સાદા દૂધનો વીડિયો વાયરલ થયો

રામદે કહ્યું કે, યુટ્યુબ ચેનલ કોઈપણ આયોજન વગર શરૂ કરવામાં આવી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે ભેંસના સાદા દૂધનો અમારો વીડિયો સૌથી પહેલા વાઈરલ થયો હતો, તે સમયે યુટ્યુબ પર ભેંસના દૂધનો કોઈ વીડિયો નહોતો.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ચાર વર્ષ પછી, આજે તેમની ‘લાઈવ વિલેજ લાઇફ વિથ ઓમ એન્ડ ફેમિલી’ નામની યુટ્યુબ ચેનલ 10 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવે છે. પોતે 12મા સુધી ભણ્યા, વિદેશમાં પત્નીને એર હોસ્ટેસની ટ્રેનિંગ અપાવી હતી.

ખેતીમાં થયેલા નુકસાનને કારણે વિદેશ જવાનું વિચાર્યું

ખેડૂત પરિવાર સાથે જોડાયેલા રામદે અને ભારતી એક જ ગામના છે. 2006માં, ખેતીમાં થયેલા નુકસાનને કારણે, રામદેએ ગામ છોડીને પૈસા કમાવવા માટે વિદેશ જવાનું નક્કી કર્યું. તેની બહેનનું સાસરૂ પણ લંડનમાં છે એટલે તેણે લંડન જઈને નોકરી કરવાનું વિચાર્યું. રામદે 12મું પાસ છે અને તે ત્યાં રિટેલ સેક્ટરમાં કામ કરતો હતો.

હું લંડનમાં હતો અને સારા પૈસા કમાઈ રહ્યો હતો: રામદે

ધીમે ધીમે તેને ત્યાંનું જીવન ગમવા લાગ્યું, પરંતુ તે હંમેશા ગામમાં રહેવાનું અને તેના પિતા સાથે ખેતરોમાં કામ કરવાનું વિચારી રહ્યો હતો. 2012માં તેમના લગ્ન પછી, તેણે તેની પત્નીને વિદેશમાં ભણાવવાનું નક્કી કર્યું. રામદે કહ્યું કે, હું બહુ ભણ્યો નથી, પણ જ્યારે હું લંડનમાં હતો અને સારા પૈસા કમાઈ રહ્યો હતો, ત્યારે મેં મારી પત્નીને લંડનમાં જ ભણાવવાનું નક્કી કર્યું.

રામદે લંડનમાં રિટેલ સેક્ટરમાં મેનેજર તરીકે કામ કરતા હતા

ભારતીએ લંડનમાં જ હોસ્પિટાલિટી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. ભારતી અભ્યાસ બાદ બ્રિટિશ એરવેઝમાં એર હોસ્ટેસની ટ્રેનિંગ અપાવી કામ કરતી હતી અને રામદે રિટેલ સેક્ટરમાં મેનેજર તરીકે કામ કરતા હતા. બધું સરસ ચાલી રહ્યું હતું પરંતુ પછી તેણે ભારત પરત ફરવાનું નક્કી કર્યું.

જ્યારે તેમણે ગામમાં પાછા ફરવાનું નક્કી કર્યું ત્યારે બધાએ તેને સમજાવ્યું કે ગામમાં કંઈ બચ્યું નથી, તમે સારું જીવન છોડીને અહીં કેમ આવી રહ્યા છો?

મને ખેતી અને પશુપાલનનું જ્ઞાન પહેલેથી જ હતું: રામદે

રામદેએ કહ્યું કે, અમારા પુત્ર ઓમના જન્મ પછી, અમે બંનેએ તેને ભારતમાં ઉછેરવાનું નક્કી કર્યું અને પાછા ફર્યા. અમે અહીં આવીને થોડી વધુ જમીન ખરીદી અને પશુપાલન પણ શરૂ કર્યું. મને ખેતી અને પશુપાલનનું જ્ઞાન પહેલેથી જ હતું, પરંતુ હવે ભારતી પણ મને સપોર્ટ કરે છે, તે પણ બધું શીખી ગઈ છે.

YouTube આવકનો નવો સ્ત્રોત કેવી રીતે બન્યું?

શરૂઆતમાં જ્યારે ભારતી ખેતી અને પશુપાલન શીખતી હતી ત્યારે તેણે આ તમામ માહિતીનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું. રામદે કહ્યું કે, ભારતીને પહેલાથી જ વીડિયો બનાવવાનો શોખ છે. તેથી જ તે અમારા પુત્ર અને ગામના જુદા જુદા વીડિયો બનાવતી રહી. અગાઉ અમારી પાસે કોઈ વ્યવસ્થીત ચેનલ ન હતી. પરંતુ પહેલો વિડિયો હિટ થયા પછી અમે આવા વધુ વિડિયો બનાવવાનું શરૂ કર્યું અને ચેનલ બનાવીને અપલોડ કરવાનું શરૂ કર્યું..

વીડિયો કોઈપણ સ્ક્રિપ્ટ અને એડિટિંગ વગર અપલોડ કરવામાં આવ્યા

રામદે અને ભારતી એ ગુજરાતના પ્રથમ વ્લોગર પરિવારમાંથી એક છે જેમાં તેઓ ઓર્ગેનિક ખેતી, ગામડાની પરંપરાઓ, ગ્રામીણ ખોરાકથી લઈને પારિવારિક જીવન સુધીના ઘણા પાસાઓ દર્શાવે છે. તેમના વીડિયોની સૌથી ખાસ વાત એ છે કે આ તમામ વીડિયો કોઈપણ સ્ક્રિપ્ટ અને એડિટિંગ વગર અપલોડ કરવામાં આવે છે. કદાચ આ જ કારણ છે કે લોકો તેમની સાથે જોડાયેલા અનુભવે છે.

અમે પાછા આવ્યા અને આજે અમે ખુશ છીએ

હાલમાં તેઓ તેમની પાસે 37 વીધાથી વધારેની ખેતરમાં ઓર્ગેનિક ખેતીથી વાર્ષિક સાતથી આઠ લાખ રૂપિયાનો નફો કમાઈ રહ્યા છે અને તેમની યુટ્યુબ ચેનલ પરથી દર મહિને એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યા છે. રામદે અંતમાં કહે છે, અમે માત્ર ગામડાઓમાં રહેવાનું કહેતા નથી. પરંતુ અમને ગામડાનું જીવન વધુ ગમે છે, તેથી અમે પાછા આવ્યા અને આજે અમે ખુશ છીએ, કારણ કે અમે તે કરી રહ્યા છીએ જે અમને ખુશ કરે છે અને તેથી જ અમને સફળતા મળી છે.

આજે, રામદે અને ભારતી માત્ર તેમના ગામના જ નહીં પરંતુ સમગ્ર દેશના યુવાનોને તેમના પરિવાર અને દેશ સાથે જોડાયેલા રહેવા માટે પ્રેરિત કરી રહ્યા છે.

મહત્વનું છે કે રામદે સાથે વાત કરતા તેમને એમ પણ જણાવ્યું હતું કે અમે ખેતી, પશુપાલન અને યુટ્યુબ પર વીડિયો પણ બનાવીએ છીએ. જો કે રામદેની આ મહેનત અને આવક જોઈને ગામના લોકો પણ તેનાથી પ્રભાવીત થયા હતા અને આજના યુવાનો જ્યારે ગામમાં ખેતી, પશુપાલન જેવા વ્યવસાય છોડી શહેર તરફ વળ્યા છે, ત્યારે રામદે તે લોકો માટે પ્રેરણારૂપ છે, તેમને સાબીત કરી દીધુ છે કે, ગામમાં રહીને પણ ખેતી, પશુપાલન દ્વારા સારી આવક મેળવી શકાય છે, જે શહેરમાં મળતી આવક જેટલી કે તેનાથી વધારે પણ હોઈ શકે છે.

આ પણ વાંચો: Success Story: ખેતર વેચીને શરૂ કરી કંપની, આજે કંપનીની વેલ્યું છે 5 હજાર કરોડને પાર, જાણો તે ગુજરાતી વિશે

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">