વડાપ્રધાન મોદી સોમવારે અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-2 અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું કરશે ભૂમિપૂજન

વડાપ્રધાન મોદી (PM Modi) 18 જાન્યુઆરીએ ગુજરાતમાં બે મેટ્રો રેલ પ્રોજેકટનું ભૂમિપૂજન કરશે. વડાપ્રધાન મોદી 18 જાન્યુઆરીના રોજ સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-2 અને સુરત મેટ્રો રેલ પ્રોજેકટનું ભૂમિપૂજન કરશે.

વડાપ્રધાન મોદી સોમવારે અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-2 અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું કરશે ભૂમિપૂજન
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 17, 2021 | 5:08 PM

વડાપ્રધાન મોદી (PM Modi) 18 જાન્યુઆરીએ ગુજરાતમાં બે મેટ્રો રેલ પ્રોજેકટનું ભૂમિપૂજન કરશે. વડાપ્રધાન મોદી 18 જાન્યુઆરીના રોજ સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-2 અને સુરત મેટ્રો રેલ પ્રોજેકટનું ભૂમિપૂજન કરશે. ગુજરાતના રાજ્યપાલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રના આવાસ અને શહેરી બાબતોના મંત્રી આ પ્રસંગે હાજર રહેશે. મેટ્રો પ્રોજેકટ મારફતે આ શહેરોને પર્યાવરણલક્ષી ‘માસ રેપિડ ટ્રાન્ઝીટ સિસ્ટમ’ પૂરી પાડવામાં આવશે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-2 

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-2એ 28.25 કિ.મી. લંબાઈ ધરાવતો બે કોરિડોર ધરાવતો પ્રોજેકટ છે. મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીનો તેનો કોરિડોર-1, 22.8 કિ.મી. લંબાઈ ધરાવે છે. તેનો જીએનએલયુથી ગીફટ સીટી સુધીનો કોરિડોર- 2, 5.4 કિ.મી.ની લંબાઈ ધરાવતો પ્રોજેકટ છે. ફેઝ-2ને સંપૂર્ણપણે પૂરો કરવામાં રૂ. 5,384 કરોડનો ખર્ચ થશે.

સુરત મેટ્રો રેલ પ્રોજેકટ 

સુરત મેટ્રો રેલ પ્રોજેકટ 40.35 કિ.મી.ની લંબાઈ ધરાવતો 2 કોરિડોરનો પ્રોજેકટ છે. તેનો સરથાણાથી ડ્રીમ સીટી સુધીનો કોરિડોર- 1, 21.61 કિ.મી.ની લંબાઈ ધરાવે છે. ભેંસાણથી સરોઈ સુધીનો કોરિડોર-2, 18.74 કિ. મી.ની લંબાઈ ધરાવે છે. પ્રોજેકટ પૂરો કરવામાં કુલ રૂ. 12,020 કરોડનો ખર્ચ થશે.

આ પણ વાંચો: 172 મુસાફરોને લઈને SURATથી KOLKATA જઇ રહેલા PLANEનું ભોપાલમાં EMERGENCY LANDING, યાત્રીઓ સુરક્ષિત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">