172 મુસાફરોને લઈને SURATથી KOLKATA જઇ રહેલા PLANEનું ભોપાલમાં EMERGENCY LANDING, યાત્રીઓ સુરક્ષિત

રવિવારે સૂરત(SURAT)થી કોલકાતા(KOLKATA)  જઇ રહેલી ઈન્ડિગો એરલાઇન્સની(INDIGO AIRLINES)  ફ્લાઈટે (FLIGHT) અચાનક જ ભોપાલના(BHOPAL) રાજા ભોજ એરપોર્ટ(AIRPORT)  પર ઇમરજન્સી લેન્ડિંગ (EMERGENCY LANDING) કર્યું હતું.

172 મુસાફરોને લઈને SURATથી KOLKATA જઇ રહેલા PLANEનું ભોપાલમાં EMERGENCY LANDING, યાત્રીઓ સુરક્ષિત
ઈન્ડિગોના વિમાનનું ભોપાલમાં ઈમરજન્સી લેન્ડીગ
Charmi Katira

| Edited By: Bipin Prajapati

Jan 17, 2021 | 4:57 PM

રવિવારે સૂરત(SURAT)થી કોલકાતા(KOLKATA)  જઇ રહેલી ઈન્ડિગો એરલાઇન્સની(INDIGO AIRLINES)  ફ્લાઈટે (FLIGHT) અચાનક જ ભોપાલના(BHOPAL) રાજા ભોજ એરપોર્ટ(AIRPORT)  પર ઇમરજન્સી લેન્ડિંગ (EMERGENCY LANDING) કર્યું હતું. વિમાનમાં(PLANE)  તકનીકી ખામી હતી. લેન્ડિંગ પછી વિમાનને રાજા ભોજ એરપોર્ટના પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરી દેવામાં આવ્યું છે અને ટેકનિકલ ખામીને સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર બપોરે 12 વાગ્યે રાજાભોજ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઈન્ડિગો ફ્લાઇટ સુરતથી કોલકાતા જઇ રહી હતી. ફ્લાઇટ દરમિયાન પાયલોટને અચાનક ટેકનિકલ ખામીનો અહેસાસ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વિમાનના એન્જિનમાંથી અસામાન્ય અવાજ આવી રહ્યો હતો. સલામતી માટે વિમાનના પાઇલટે ભોપાલ એર ટ્રાફિક કંટ્રોલ રૂમમાં સંપર્ક કર્યો અને ઇમરજન્સી લેન્ડિંગ કરવાનું કહ્યું હતું. ટૂંક સમયમાં જ રાજા ભોજ એરપોર્ટ પર ફ્લાઇટને લેન્ડ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

વિમાનના ઇમરજન્સી લેન્ડિંગ પછી મુસાફરોને કહેવામાં આવ્યું હતું કે તમારે થોડો સમય રાહ જોવી પડશે, કારણ કે વિમાનની ટેકનિકલ ખામી છે. આ લખાય છે ત્યાં સુધી વિમાનની ટેકનિકલ ખામી સુધારી શકી નથી. વિમાનની ટેકનિકલ ખામીને સુધારવા માટે એન્જિનિયરો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જાણવા મળ્યું છે કે વિમાનમાં 172થી વધુ મુસાફરો છે, જે હાલમાં વિમાનની અંદર બેઠા છે. ટેકનિકલ ખામી સુધર્યા બાદ વિમાનને કોલકાતા રવાના કરવામાં આવશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati