Morbi Bridge Collapsed Live Updates: ગાંધીનગરમાં PMની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મોટો નિર્ણય, 2જી નવેમ્બરે રાજ્યવ્યાપી શોક જાહેર, દુર્ઘટનામાં ઓરેવા કંપનીના મેનેજર સહિત 9 લોકોની કરાઈ ધરપકડ, આવતીકાલે પીએમ જશે મોરબી 

Mina Pandya
| Edited By: | Updated on: Nov 06, 2022 | 1:50 PM

Gujarat Morbi Cable Bridge Collapse News: મોરબીમાં રાજાશાહી સમયનો ઝુલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમા 136 જેટલા લોકોના મોત થયા છે. મૃતકોમા સૌથી વધુ બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં 56 જેટલા બાળકોના મોત થયા છે અને 78 પુખ્ત વયના લોકોના મોત થયા છે.

Morbi Bridge Collapsed Live Updates: ગાંધીનગરમાં PMની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મોટો નિર્ણય, 2જી નવેમ્બરે રાજ્યવ્યાપી શોક જાહેર, દુર્ઘટનામાં ઓરેવા કંપનીના મેનેજર સહિત 9 લોકોની કરાઈ ધરપકડ, આવતીકાલે પીએમ જશે મોરબી 
Morbi Bridge Collapsed Live

મોરબીમાં રાજાશાહી સમયનો ઝૂલતો પુલ તૂટતા અનેક લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. જેમા અત્યાર સુધીમાં  136  થી વધુ લોકોના મોત થયા છે.  આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી તાત્કાલિક બચાવ કામગીરી અંગે તાકીદ કરી હતી. દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મોરબી ઘટના ઘટી એ રાતથી મોરબીમાં છે અને રાહત અને બચાવ કામગીરીની સતત દેખરેખ રાખી રહ્યા છે. સરકારે મૃતકોના પરિજનોને 4 લાખની સહાયની જાહેરાત કરી છે. જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 1 નવેમ્બરે બપોરે મોરબી જશે અને દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 31 Oct 2022 10:00 PM (IST)

    Morbi Tragedy: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યુ ટ્વીટ, 2જી નવેમ્બરે રાજ્યવ્યાપી શોક, દરેક સરકારી ઈમારતો પર અડધી કાઠીએ રાખવામાં આવશે રાષ્ટ્રધ્વજ

  • 31 Oct 2022 09:43 PM (IST)

    Morbi Bridge Collapsed: ગાંધીનગરમાં PMની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો મોટો નિર્ણય, બીજી નવેમ્બરે રાજ્યવ્યાપી શોક જાહેર

  • 31 Oct 2022 09:01 PM (IST)

    Morbi Tragedy: મોરબી દુર્ઘટના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી સહિત અધિકારીઓ સાથે યોજી બેઠક

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સહિત સરકારના મંત્રીઓ તથા અધિકારીઓ સાથે ઘટના સંદર્ભે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમા મોરબીમાં રેસક્યુ કામગીરી અંગે પીએમને અહેવાલ રજૂ કરાયો હતો. બેઠકમાં પીએમએ અસરગ્રસ્તોને તમામ રીતે મદદ કરવા તાકીદ કરી હતી.

  • 31 Oct 2022 07:02 PM (IST)

    Morbi Bridge Collapsed: મોરબી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 136એ પહોંચ્યો

    મોરબી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 136 થયો છે. જેમા 56 બાળકોના મોત થયા છે. આ ગોજારી દુર્ઘટનામાં મૃતકોમાં મોટાપાયે બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. 78 પુખ્તવયના લોકોના પમ મોત થયા છે.

  • 31 Oct 2022 06:52 PM (IST)

    Morbi Bridge Tragedy : મોરબી બ્રિજ દુર્ઘટનામાં આ આરોપીઓની કરાઈ ધરપકડ

  • 31 Oct 2022 06:50 PM (IST)

    Morbi Tragedy: મોરબી દુર્ઘટનામાં કુલ 9 આરોપીઓની કરાઈ ધરપકડ: રેન્જ આઈજી અશોકકુમાર યાદવ

  • 31 Oct 2022 06:48 PM (IST)

    Morbi Bridge Collapsed: મોરબી દુર્ઘટના મામલે ઓરેવા કંપનીના મેનેજરની ધરપકડ-રેન્જ આઈજી અશોકકુમાર યાદવ

  • 31 Oct 2022 06:46 PM (IST)

    Morbi Bridge Tragedy : મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં પોલીસે તપાસ તેજ કરી, નવ લોકોની ધરપકડ

  • 31 Oct 2022 06:34 PM (IST)

    Morbi Bridge Collapsed: મોરબી દુર્ઘટના મામલે પોલીસની કામગીરી મુદ્દે રેન્જ આઈજી અશોક કુમાર યાદવે આપી આ જાણકારી

    • પોલીસે ત્વરીત કામગીરી કરી 9 લોકોની ધરપકડ કરી
    • આરોપીઓને કડક સજા કરવામાં આવશે
    • બેદરકારી બદલ અન્ય ત્રણ લોકોની ધરપકડ
    • દાખલારૂપ કાર્યવાહી કરવા સ્પે. ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી
    • ટિકિટ ક્લાર્કની પણ ધરપકડ કરવામાં આવી
    • ઓરેવા કંપનીના બે મેનેજરની ધરપકડ
    • પોલીસે ટીમ તરીકે કામ કરી જવાબદાર આરોપીઓને પકડી પાડ્યા
    • જવાબદારોને બક્ષવામાં નહીં આવે
    • મેનેજમેન્ટ સાથે સંકળાયેલા તમામ લોકોની પૂછપરછ
    • IPC 304, 308 અને 114 હેઠળ ગુનો દાખલ
    • બ્રિજના પ્રબંધક, મેઈન્ટેનન્સ કરનારા લોકોની ધરપકડ
    • મોરબીની જનતાએ બચાવ કામગીરીમાં મદદ કરી
    • 50 લોકોની ટીમ તપાસમાં લાગી
    • પુરાવા એકત્ર કરી આરોપીઓની ધરપકડ કરરાશે
    • ઓરેવા કંપનીના મેનેજરની ધરપકડ
  • 31 Oct 2022 06:06 PM (IST)

    Morbi Tragedy: મોરબી દુર્ઘટનાને પગલે અમદાવાદમાં અટલ બ્રિજ પર 3000થી વધુ લોકોને નહીં મળે એન્ટ્રી

  • 31 Oct 2022 06:03 PM (IST)

    Morbi Bridge Collapsed: મોરબી દુર્ઘટનામાં તપાસ તેજ, પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ, 5ની અટકાયત, તમામને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા

  • 31 Oct 2022 05:41 PM (IST)

    Morbi Tragedy: મોરબી પૂલ દુર્ઘટના મામલે પોલીસની મોટી કાર્યવાહી, 9 આરોપીઓની પોલીસે કરી અટકાયત

    મોરબી પૂલ દુર્ઘટના મામલે પોલીસે કાર્યવાહી કરતા 9 આરોપીઓની અટકાયત કરી છે. આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે. પકડાયેલા આરોપીઓમાં પ્રકાશ પરમાર, દિલિપ ગોહિલ, દેવાંગ પરમાર, અલ્પેશ ગોહિલ, મહાદેવ સોલંકી, મુકેશ ચૌહાણ, દીપક પારેખ, દિનેશ દવે, મનસુપ તોપિયા નો સમાવેશ થાય છે.

  • 31 Oct 2022 05:24 PM (IST)

    Morbi Cable Bridge Collapsed: મોરબીમાં સર્જાયેલી પૂલ દુર્ઘટના પર તિબ્બતના બૌદ્ધ ધર્મગુરુ દલાઈલામાએ વ્યક્ત કરી સંવેદના

    મોરબીમાં સર્જાયેલી કરુણાંતિકામાં 136 લોકોના મોત થયા છે. ત્યારે દેશ વિદેશમાં લોકો શોકસંદેશ પાઠવી રહ્યા છે. જેમા તિબ્બતના બૌદ્ધ ધર્મગુરુ દલાઈલામાએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને જેમણે તેમના સ્વજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

  • 31 Oct 2022 05:05 PM (IST)

    મોરબીની દુર્ઘટનામાં જામનગર જિલ્લાના 10 લોકોની અર્થી ઉઠી

    મોરબીની દુર્ઘટનામાં જામનગર જિલ્લાના 10 લોકોના મોત થયા છે. જામનગરના કાલાવડના ખરેડી ગામના 3 લોકોના મોત થયા છે. મોરબીની દુર્ઘટનાને પગલે ખરેડી ગામ હિબકે ચડ્યું છે.  મુસ્લિમ પરિવારના બે બાળકો અને માતાનું મોત થયુ છે. ખરેડી ગામેથી ત્રણેય મૃતકોની અંતિમયાત્રા નીકળી છે.

  • 31 Oct 2022 05:00 PM (IST)

    રાજકોટના એક જ પરિવારના ત્રણના મોત

    મોરબીમાં ગોઝારી દુર્ઘટનામાં કેટલાય પરિવારોનો માળો વિખેરાઇ ગયો છે. રાજકોટનો એક પરિવાર આ બ્રિજની મુલાકાતે ગયો હતો. જો કે એક જ પરિવારના ત્રણ સભ્યોના અહીં મોત થયા છે.

  • 31 Oct 2022 04:21 PM (IST)

    અમદાવાદના અટલ બ્રિજ પર હવે દર કલાકે મર્યાદિત લોકોને પ્રવેશ અપાશે

    મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના બનતા હવે જાહેર સ્થળો પર મર્યાદિત લોકો એક સમયે રહે તેના માટેના નિર્ણયો લેવાના શરૂ થયા છે જેમાં અમદાવાદના સાબરમતી નદી પર બનાવવામાં આવેલા અટલ બ્રિજ પર હવે દર કલાકે મર્યાદિત લોકોને પ્રવેશ આપવાનો નિર્ણય સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. અટલ બ્રિજ પર હવે એક કલાકમાં માત્ર 3000 મુલાકાતથીઓ જ પ્રવેશ મેળવી શકશે તેનાથી વધારે એક પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે. લોકોની સલામતીને ધ્યાનમાં રાખી અને અટલ બ્રિજ મજબૂત હોવા છતાં પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  • 31 Oct 2022 04:06 PM (IST)

    બનાસકાંઠામાં મોરબીની ઘટનાને લઇ ભાવુક થયા PM મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  બનાસકાંઠાના થરાદમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે. જો કે આ પ્રસંગે મોરબી દુર્ઘટનાને યાદ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થઇ ગયા હતા. તેમણે કહ્યુ કે, આખી રાત હું વિચારતો રહ્યો કે કાર્યક્રમ કરુ કે ન કરુ ? ભારે હૃદય સાથે હું કાર્યક્રમ કરી રહ્યો છું. તેમણે કહ્યુ કે, હું વાયદો કરુ છુ કે સરકારની કામગીરીમાં કોઇ કચાશ નહીં રહે.

  • 31 Oct 2022 03:33 PM (IST)

    દુર્ઘટનાના 20 કલાક કરતા વધુ સમય બાદ પણ બચાવ કામગીરી ચાલુ

    મોરબીની ગોઝારી પુલ દુર્ઘટનાને 20 કલાક કરતા વધુ સમય પસાર થઈ ચુક્યો છે. આ દુર્ઘટના સ્થળે કલાકો બાદ પણ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. ભારતીય સેના, નેવી અને ફાયર બ્રિગેડના જવાનો ગુમ બનેલા લોકોની શોધખોળ કરી રહ્યાં છે. તો પોલીસના જવાનો અને નિષ્ણાંત તરવૈયાઓ પણ બચાવ કામગીરી કરી રહ્યાં છે.

  • 31 Oct 2022 03:18 PM (IST)

    ભારતના યુએસ મિશન દ્વારા મોરબી બ્રિજ દુર્ઘટના મામલે શોક વ્યક્ત કરાયો

  • 31 Oct 2022 03:09 PM (IST)

    મોરબી દુર્ઘટના મામલે સાઉદી અરબ તરફથી વ્યક્ત કરવામાં આવી સંવેદના

    મોરબી દુર્ઘટનાને લઇને સાઉદી અરબ તરફથી પણ સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ કે પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં એક ઝૂલતા પુલના દુર્ભાગ્યપૂર્ણ પતનને કારણે સંખ્યાબંધ જાનહાનિ થઈ છે. ત્યારે વિદેશ મંત્રાલય, ભારતના મૈત્રીપૂર્ણ પ્રજાસત્તાક પ્રત્યે નિષ્ઠાપૂર્વક સંવેદના વ્યક્ત કરે છે.

  • 31 Oct 2022 03:04 PM (IST)

    36 મૃતકોની અંતિમવિધિ માટે કબ્રસ્તાનમાં તૈયારી

    મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના બાદ ચોતરફ કરૂણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ગોઝારી દુર્ઘટનામાં 36 મુસ્લિમોના મોત થતા હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા છે. એક સાથે 36 મૃતકોની અંતિમવિધિ માટે કબ્રસ્તાનમાં તૈયારી ચાલી રહી છે. ગઇકાલ રાતથી જ 150 સેવાભાવી લોકોની ટીમ મૃતકોને માનભેર અંતિમ વિદાય આપવા માટે કામે લાગી છે.

  • 31 Oct 2022 02:31 PM (IST)

    રાજસ્થાનના CM અશોક ગેહલોત મોરબી દુર્ઘટનાના ઇજાગ્રસ્તોને મળ્યા

    રાજસ્થાનના CM અશોક ગેહલોતે મોરબીની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મોરબી દુર્ઘટનાના ઇજાગ્રસ્તોને તેઓ મળ્યા હતા. જે પછી તેમણે હાઇકોર્ટના જજની અધ્યક્ષતામાં ન્યાયિક તપાસની માગ કરી છે. 3 મહિનામાં તપાસ રિપોર્ટ સોંપવાની અશોક ગેહલોતે માગ કરી છે. SIT કોઇ વિકલ્પ ન હોવાનો ગેહલોતનો દાવો છે. પુલ પર વધુ લોકો હોવાથી દુર્ઘટના થઇ હોવાનો અશોક ગેહલોતે દાવો કર્યો છે.

  • 31 Oct 2022 02:11 PM (IST)

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોરબી દુર્ઘટના મામલે સંવેદના વ્યક્ત કરી

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પર કેબલ બ્રિજ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

  • 31 Oct 2022 01:51 PM (IST)

    દુર્ઘટનામાં રાજકોટના મુસ્લિમ પરિવારનો માળો વિખાયો

    મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં રાજકોટના રામનાથપરામાં રહેતા મુસ્લિમ પરિવારનો પણ માળો વિખાયો છે. મોરબીમાં સગાઈ પ્રસંગમાં ગયા બાદ ઝૂલતો પુલ જોવા ગયેલા માતા રોશનબેન પઠાણ, તેની પુત્રી મહિયા પઠાણ,પુત્ર દાનિશનું ડુબી જતા મોત નીપજ્યુ છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.

  • 31 Oct 2022 01:49 PM (IST)

    રિનોવેશનમાં પુલની ડિઝાઈનમાં કરાયો હતો ફેરફાર

    મોરબી ઝૂલતા બ્રિજની ગોઝારી ઘટના ઘણા બધા સવાલો ઉભા થઇ રહ્યા છે, જેના જવાબ મળવાના હજી બાકી છે.  બ્રિજ રીનોવેશનનું કામ કરનાર કોન્ટ્રાક્ટર મુજબ 250 લોકોથી વધુ લોકો બ્રિજ પર ન જઈ શકે. બ્રિજ મચ્છુ નદીમાં ગરકાવ થયો ત્યારે આટલા બધા લોકો કઈ રીતે બ્રિજ ઉપર ગયા, જેની સંખ્યા 400 જેટલી સામે આવી છે.  સૌથી મોટો સવાલ એ પણ છે કે ટિકિટ ઉપર ક્યાંય નંબરનો ઉલ્લેખ નથી કરાયો. બ્રિજ જ્યારે બન્યો ત્યારે બ્રિજ ઉપર લાકડાની પાટ હતી તે રિનોવેશન પછી એલ્યુમિનિયમ પ્લેટ આવી ગઈ.

  • 31 Oct 2022 01:42 PM (IST)

    Morbi Bridge Collapse : રાજકોટમાં જલારામ જયંતિ મહોત્સવનું આયોજન રદ કરવામાં આવ્યુ

    રાજકોટ લોહાણા મહાજન આયોજીત 223 જલારામ જયંતિ મહોત્સવનું આયોજન રદ કરવામાં આવ્યુ છે. મહત્વનું છે કે મોટી સંખ્યામાં લોકો આયોજનમાં ઉમટવાના હતા. આ આયોજન રાજકો ના રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યુ હતુ.

  • 31 Oct 2022 01:39 PM (IST)

    Gujarat Cable Bridge Collapse : દુર્ઘટનામાં રાપરના કુંભાર પરિવારનો માળો વિખેરાયો

    મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં અનેક પરિવારના માળા વિખાઇ ગયા છે. આ ગોઝારી દુર્ઘટનામાં કચ્છના રાપરમાં પણ એક પરિવાર વિખરાઇ ગયો છે. રાપરનો કુંભાર પરિવાર આ ઐતિહાસિક ઝૂલતા પુલની મુલાકાતે ગયો હતો. જ્યાં આ ગોઝારો અકસ્માત થતા પરિવારના 8 લોકોમાંથી 3 લોકોનું ડૂબી જવાથી મોત થયુ છે. આ ગોઝારા અકસ્માતથી કુંભાર પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે.

  • 31 Oct 2022 01:35 PM (IST)

    Morbi Bridge Collapsed Live : રાજકોટવાસીઓએ મૌન રેલી કાઢી મૃતકોને આપી શ્રદ્ધાંજલિ

    રાજકોટ મોરબી પુલ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિવાસીઓએ કેન્ડલ પ્રગટાવી મૌન પાળીને મચ્છુ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના દિવ્ય આત્માને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.આ સાથે જ સગ્રામજી હાઈસ્કૂલથી માંડવી ચોક સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યું સુધીની મૌન રેલી કાઢીને મહાત્મા ગાંધીજી,મહારાજા સર ભગવતસિંહજી,સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના મહાનુભાવોની પ્રતિમાઓના ચરણોમાં ફૂલહાર મૂકીને શોક સાથે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

  • 31 Oct 2022 01:25 PM (IST)

    PM મોદી આવતીકાલે દુર્ઘટના સ્થળની લેશે મુલાકાત

    વડાપ્રધાન મોદી હાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે મોરબીમાં થયેલી દુર્ઘટનાને પગલે આવતીકાલે તેઓ દુર્ઘટના સ્થળની  મુલાકાત લેશે.

  • 31 Oct 2022 01:22 PM (IST)

    મોરબીમાં મોટી દૂર્ઘટના : ACPની અધ્યક્ષતામાં પુલ પર પહોંચી તપાસ ટીમ

    ACP ની અધ્યક્ષતામાં હાલ મોરબીમાં તપાસ ટીમ પહોંચી છે. જ્યાંથી મુખ્ય કેબલ તૂટ્યો એની જીણવટભરી તપાસ કરાઈ રહી છે. FSLની ટીમે તૂટેલા કેબલની ફોટોગ્રાફી કરી. તો પુલના ટેક્નિકલ પાસા અંગે અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. પુલ કેવી રીતે તૂટ્યો તેની તપાસ કરાઈ રહી છે.

  • 31 Oct 2022 01:10 PM (IST)

    Gujarat Cable Bridge Collapse : કોંગ્રેસ નેતાઓએ રાજ્ય સરકારને સહાય વધારવા કરી માંગ

    મોરબી દુર્ઘટનામાં અનેક જીંદગી હોમાઈ છે, જેને પગલે રાજ્ય સરકારે મૃતકોને 4 લાખ સહાય અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે. જો કે કોંગ્રેસ નેતાઓએ સરકાર દ્વારા જાહેર કરાયેલ વળતર વધારવા માંગ કરી છે.

  • 31 Oct 2022 12:54 PM (IST)

    મોરબી દુર્ઘટના : પુલ બનાવનાર કંપની અને મોરબી નગરપાલિકા વચ્ચે થયેલા કરારની કોપી

    મોરબીમાં પુલ ધરાશાયી થવાની દુર્ઘટનાએ સૌ કોઇને હચમચાવી દીધા છે. અત્યાર સુધીમાં 130થી વધુ લોકોના આ ઘટનામાં મોત થઇ ચુક્યા છે અને હજુ પણ મૃત્યુ આંક વધે તેવી શક્યતા છે. વહીવટી અહેવાલ મુજબ તાજેતરમાં સમારકામ બાદ આ પુલ ખુલ્લો મુકાયો હતો. વધુ કમાણી કરવા માટે બ્રિજ મેનેજમેન્ટે ટિકિટ વેચતી વખતે બ્રિજની ક્ષમતાને ધ્યાનમાં લીધી ન હતી. એવું માનવામાં આવે છે કે બ્રિજમાં કોઈ ટેકનિકલ સમસ્યા હતી. જો કે પુલ બનાવનાર કંપની મોરબી નગરપાલિકા વચ્ચે થયેલા કરારની કોપી સામે આવી છે. જેમાં ઓરેવા ગ્રુપ અને નગરપાલિકા વચ્ચે 15 વર્ષનો કરાર કરાયો હોવાનું જાણવા મળ્યુ છે.

  • 31 Oct 2022 12:47 PM (IST)

    Machhu river bridge : દુર્ઘટનાને કારણે પુલના કેબલની ગુણવતા પર ઉઠ્યા સવાલ

    મોરબી ગોઝારી આ દુર્ઘટનામાં અનેક પિરવારોનો માળો વીખાયો છે, ત્યારે વર્ષો જુના આ બ્રિજના રિનોવેશન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

  • 31 Oct 2022 12:36 PM (IST)

    Morbi Tragedy : પોલીસે 8 જેટલા લોકોની કરી અટકાયત

    પુલ દુર્ઘટના મામલે હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. મોરબી પોલીસે 8 જેટલા લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે. મહત્વનું છે કે, પુલના કોન્ટ્રાકટર, મેનેજર, સિક્યુરિટી, ટિકિટ કાપનાર સહિતના લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

  • 31 Oct 2022 12:33 PM (IST)

    Morbi Bridge Collapse : દુર્ઘટનાને પગલે તંત્ર એક્શન મોડમાં

    મોરબી દુર્ઘટનાને લઇને હાલ તંત્ર હાઇએલર્ટ પર છે. તમને જણાવી દઈએ કે SITની ટીમ હાલ રાજકોટ પહોંચી છે. થોડીવારમાં SITની ટીમ મોરબી જવા માટે રવાના થશે. SITની ટીમ ઘટનાસ્થળે જઇ દુર્ઘટનાની તપાસ કરશે.

  • 31 Oct 2022 12:26 PM (IST)

    Gujarat Morbi Cable Bridge Collapse : કોંગ્રેસી નેતાઓ સિવીલ હોસ્પિટલ પહોંચ્યા

    મોરબી દુર્ઘટનાને પગલે રાજકારણ પણ તેજ થયુ છે.  અશોક ગેહલોત સહિતના કોંગ્રસી નેતાઓ સિવીલ હોસ્પિટલ પહોંચ્યા છે. રાજસ્થાનના CM અશોક ગેહલોતે આક્ષેપ કર્યો કે, દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સ્વજનોના પોસ્ટમોર્ટમ કર્યા વગર જ મૃતદેહો સોંપાયા છે.

  • 31 Oct 2022 12:13 PM (IST)

    Machchhu river bridge : દુર્ઘટનાને પગલે મોરબીમાં 'મોતનું તાંડવ'

    મોરબી દૂર્ઘટનામાં મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. સત્તાવાર આંકડા પર નજર કરીએ તો અત્યાર સુધીમાં 134 વ્યક્તિઓના મોત થયા છે. જેમાં 78 પુખ્યવયના વ્યક્તિ તો 56 બાળકોનો સમાવેશ થાય છે.

  • 31 Oct 2022 11:20 AM (IST)

    Morbi Tragedy : 'માનવતા હજુ મરી નથી' એ મોરબીવાસીઓએ સાબિત કર્યું

    મોરબીની ઝૂલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ઘણા લોકો હજુ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે,ત્યારે મોરબીવાસીઓ લોકોને બચાવવા શક્ય તમામ પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે.  રકતદાન કરવા લોકો ઉમટી રહ્યા છે, માનવતા હજુ મરી નથી એ આ દ્રશ્યોએ સાબિત કર્યું છે.

  • 31 Oct 2022 11:14 AM (IST)

    TV9 Exclusive : ઝૂલતો પૂલ તુટવાના CCTV સામે આવ્યા

  • 31 Oct 2022 10:53 AM (IST)

    Morbi Tragedy : મોરબી કલેકટર કચેરી ખાતે તાબડતોડ બેઠક

    મોરબી કલેકટર કચેરી ખાતે બેઠક મળી છે. CM ભુપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, મંત્રી અરવિંદ રૈયાણી, બ્રિજેશ મેરજા, દેવા માલમ, ઋષિકેશ પટેલ, મોહન કુંડારીયા સહિતના લોકો બેઠકમાં હાજર રહ્યા છે.  તો રાહુલ ગુપ્તા સહિતના અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયા. અધિકારીઓ અને પદાધિકારીઓએ સમગ્ર પરિસ્થિતિથીનો તાગ વર્ણવ્યો હતો.

  • 31 Oct 2022 10:47 AM (IST)

    Morbi bridge collapse : મૃતકોના પરિવારજનોને સાંજ સુધીમાં રાજ્ય સરકાર સહાય પહોંચાડશે

    દુર્ઘટનાને પગલે હાલ રાજ્ય સરકાર એક્શનમાં મોડમાં છે. માહિતી મુજબ  મૃતક વ્યક્તિઓના પરિવારનોને સાંજ સુધીમાં રાજ્ય સરકાર સહાય પહોંચાડશે. તો સાથે જ ઇજાગ્રસ્તોના પરિવારોને પણ સહાય સાંજે પહોંચાડી દેવામાં આવશે.

  • 31 Oct 2022 10:34 AM (IST)

    મોરબીમાં 'માતમ' : સ્મશાનભૂમીમાં ફેરવાયુ મોરબી શહેર

    મોરબી દુર્ઘટનામાં અનેક પરિવારનો માળો વિખાયો છે, અત્યાર સુધીમાં 141 થી વધુ લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. મોરબીમાં જ્યાં જુઓ ત્યાં કરૂણાંતિકાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જાણે કે આખુ શહેર સ્મશાનભૂમીમાં ફેરવાયુ હોય તેવુ લાગી રહ્યું છે.

  • 31 Oct 2022 10:23 AM (IST)

    Morbi Tragedy : મોરબી દુર્ઘટનાને લઈને કેવડિયામાં PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

    મોરબી દુર્ઘટનાને લઈ વડાપ્રધાન મોદી ભાવુક થયા. પીએમ નરેન્દ્ર મોદીએ પીડિતોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. કેવડિયામાં એકતા પરેડ દરમિયાન પીએમ મોદીએ સંબોધન કરતા મોરબી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ ભલે એકતાનગરમાં છે પણ તેમનું મન મોરબીમાં છે. તેમણે આવી પીડાઓ જીવનમાં ખૂબ ઓછી અનુભવી છે. એકતરફ દર્દથી ભરેલું દિલ છે અને બીજીતરફ કર્મ અને કર્તવ્યનો પથ છે. પીએમ મોદીએ કહ્યું કે દુઃખની ઘડીમાં સરકાર તમામ રીતે પીડિત પરિવારોની સાથે છે. ગુજરાત સરકાર પૂરી શક્તિથી ગઈકાલ સાંજથી રાહત અને બચાવકાર્યમાં લાગેલી છે. કેન્દ્ર સરકાર તરફથી પણ રાજ્ય સરકારને તમામ મદદ અપાઈ રહી છે.

  • 31 Oct 2022 10:08 AM (IST)

    Morbi Bridge Collapse : કરૂણાંતિકાની પ્રત્યક્ષદર્શીએ દર્દનાક કહાણી વર્ણવી

    આ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીએ દર્દનાક કહાણી વર્ણવી  હતી અને  જણાવ્યું હતું  કે,  મેં જિંદગીમાં ક્યારેય આવી ઘટના જોઈ નથી , અચાનક જ આ રીતે પુલ  તૂટી પડતા  જાણે મોતનું તાંડવ જોવા મળ્યુ.  લોકો કઈ સમજે કે વિચારે એ પહેલા જ પુલ પરથી લોકોને ખાબકતા મેં મારી આંખે જોયા છે.  પુલ તૂટ્યો ત્યારે લોકો જીવ બચાવવા માટે અડધા પુલે લટકી ગયા હતા. ચારે બાજુ બસ આક્રંદ જ જોવા મળી રહ્યો હતો.

  • 31 Oct 2022 10:00 AM (IST)

    Morbi tragedy : CM ભૂપેન્દ્ર પટેલે વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો

    મોરબી દુર્ઘટનનાા સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે, હાલ ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઘટનાસ્થળ પર છે. તેમણે સવારે સર્ચ ઓપરેશન, રાહત-બચાવ કામગીરી, ઇજાગ્રસ્તોની સારવાર સહિતની તમામ બાબતોની વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.

  • 31 Oct 2022 09:40 AM (IST)

    Morbi bridge collapse : સ્કુબા નિષ્ણાંતોની ટીમ પણ બચાવ કામગીરીમાં જોતરાઈ

    મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 141 લોકોના મોત થયા છે, જ્યારે હજુ પણ બે લોકો લાપતા હોવાના સમાચાર મળી રહ્યા છે. જેનેે પગલે હાલ રેસક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, હાલ સ્કુબા નિષ્ણાંતોની ટીમની પણ મદદ લેવામાં આવી છે.

  • 31 Oct 2022 09:34 AM (IST)

    Morbi Bridge Tragedy : દુર્ઘટના મામલે કેબિનેટ પ્રધાન બ્રિજેશ મેરજાનું મોટુ નિવેદન

    મોરબી દુર્ઘટના મામલે કેબિનેટ પ્રધાન બ્રિજેશ મેરજાએ નિવેદન આપ્યુ છે.  તેમણે કહ્યું કે,  'રાજ્ય સરકારે તપાસ સમિતિની રચના કરી છે. નિષ્કર્ષ આવશે તેના આધારે પગલાં ગુનેગારો સામે પગલા લેવામાં આવશે.

  • 31 Oct 2022 09:22 AM (IST)

    Morbi Bridge Collapsed Live : કોંગ્રેસે 'પરિવર્તન સંકલ્પ યાત્રા'ને એક દિવસ માટે મોકૂફ રાખી

    મોરબીમાં પુલ તૂટવાની અત્યંત દુઃખદ ઘટનાને પગલે કોંગ્રેસે ગુજરાતનાં પાંચ ઝોનમાં શરૂ થનાર 'પરિવર્તન સંકલ્પ યાત્રાને એક દિવસ મોકૂફ રાખવામાં આવેલ છે. હવે આ યાત્રા 1 નવેમ્બરથી શરૂ થશે. માહિતી મુજબ રાજસ્થાનનાં મુખ્યમંત્રી અને સિનિયર નિરીક્ષકઅશોક ગેહલોત, પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહજી, વરિષ્ઠ નેતા  બી કે હરિપ્રસાદજી, રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાજી, રાજસ્થાનનાં પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી ડો.રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જૂનભાઈ મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ, રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરા, ઋત્વિક મકવાણા મોરબી જઈ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓનો મુલાકાત લઈ ખબર અંતર પૂછશે અને જેમને આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે તેમાં પરિવારજનોને મળીને સાંત્વના પાઠવશે.

  • 31 Oct 2022 09:05 AM (IST)

    Morbi Bridge Tragedy : આર્મી, નેવી અને એરફોર્સની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન

    મોરબી બ્રિજ દુર્ઘટના પર રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત નજર રાખી રહ્યા છે.  હાલ આર્મી, નેવી અને એરફોર્સની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

  • 31 Oct 2022 08:27 AM (IST)

    Morbi Tragedy : મદદ માટે સુરત ફાયર વિભાગની રેસ્ક્યુ ટિમ મોરબી પહોંચી

    મોરબીના મચ્છુ નદી પરનો ઝૂલતો બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ઘણા લોકો હજી હોસ્પિટલમાં પોતાના સગા સબંધીઓને શોધી રહ્યા છે. રેસ્ક્યુ અને બચાવ કામગીરી ચાલી રહી છે. દરેક કોઈ પોતાનાથી બનતી મદદ કરી રહ્યા છે, ત્યારે સુરત ફાયર વિભાગની ટિમ પણ રેસ્ક્યુ અને બચાવ કામગીરી માટે મોરબી પહોંચી છે.

  • 31 Oct 2022 08:13 AM (IST)

    'કોઈને પણ છોડવામાં આવશે નહીં' દુર્ઘટનાને લઈને હર્ષ સંઘવીનું મોટુ નિવેદન

    દુર્ઘટનાને લઈને હર્ષ સંઘવીએ  પ્રેસ કોન્ફરન્સ યોજી તેમણે કહ્યું કે, હાલ બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. સૌથી પહેલા ઈજાગ્રસ્ત લોકોને સારવાર મળે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી. હાલ ઘણા લોકોની સારવાર કરવામાં આવી રહી છે. તો વધુમાં કહ્યું કે, તપાસમાં આસપાસના અધિકારીઓ પણ જોડાયા છે. રેન્જ આઈજીના અધ્યક્ષસ્થાને હાલ તપાસ કરવામાં આવી રહી છે.બ્રિજનું સમારકરામ કરનાર કંપની સામે ગુનો દાખલ કરાયો છે, 304, 308, 114 તેમના વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. તો હજુ 2 લોકો લાપતા હોવાના સમાચાર મળી રહ્યા છે.

  • 31 Oct 2022 07:44 AM (IST)

    VIDEO : પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની સરાહનીય કામગીરી

    મોરબીમાં ઝૂલતા પૂલની દૂર્ઘટના સમયે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા હાજર હતા, તેઓ લોકોને બચાવવા ખુદ નદીના પાણીમાં ઉતરી રેસક્યુ ઓપરેશનમાં જોડાયા હતા.

    View this post on Instagram

    A post shared by TV9 Gujarati (@tv9gujarati)

  • 31 Oct 2022 07:37 AM (IST)

    Morbi Tragedy : મોહન કુંડારિયાના બહેનના પરિવારના 12 લોકોના મોત નિપજ્યા

    મોરબી દૂર્ધટનામાં સાંસદ મોહન કુંડારિયાના બહેનના પરિવારના 12 લોકોના મોત નિપજ્યા છે.  માહિતી મુજબ તેમની બહેનના જેઠાણીની ત્રણ દિકરી,ત્રણ જમાઇ સહિત 12 લોકોના મોતથી શોકનું મોજું ફરી વળ્યું છે.

  • 31 Oct 2022 06:37 AM (IST)

    Morbi Tragedy : દૂર્ઘટનામાં મોતને ભેટેલા 99 મૃતકોની યાદી જાહેર

    મોરબીમાં થયેલી દૂર્ધટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. ઝૂલતા પુલ દૂર્ઘટના બન્યાને 8 કલાકથી વધુ સમય વીતી ચુક્યો છે અને હજુ આર્મીના જવાનો અને NDRF ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. મૃતકોની યાદી નીચે મુજબ છે....

    • 1. સુજલ હરેશભાઈ ચાવડા
    • 2. હનીફભાઈ હુસેનભાઇ કુંભાર
    • 3. ઇલાબેન મહેશભાઈ છત્રોલા
    • 4. આયુબેન ધમભા ગોખરુ (ગઢવી)
    • 5. કિરણબા પ્રતાપસિંહ જાડેજા - શનાળા
    • 6. ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ - શનાળા
    • 7. જેનવીબેન હરેશભાઈ અમૃતિયા - ખાનપર
    • 8. ચિરાગ કાનજીભાઈ- જૂનાગઢ, માણાવદર
    • 9. નીતિન પ્રાણજીવનભાઈ વડગામા- રાજકોટ
    • 10. નરેશભાઈ ભીખાભાઈ સોલંકી- માળીયા
    • 11. હાર્દિક અશોકભાઈ ફળદુ- હળવદ
    • 12. મુકસાનાબેન રસીદભાઈ ચૌહાણ- ગોંડલ
    • 13. અનિસાબેન આરીફશા સાહમદાર
    • 14. આફ્રીદશા આરીફશા સાહમદાર
    • 15. ચેતન બેચરભાઈ પરમાર-નવા દેવળીયા
    • 16. મહમદ ઇલીયાસ- સોઓરડી મોરબી
    • 18. રોશનબેન ઇલિયાસભાઈ સો ઓરડી મોરબી
    • 19. શ્રુતિબેન ભાવિકભાઈ દેત્રોજા- બોની પાર્ક
    • 20. ભૌતિકભાઈ સોઢીયા- કોયલી ખોડાપીપર
    • 22. સુહાન ઓસમાણભાઈ વીસીપરા
    • 23. આવેશ ઓસમાણભાઈ વીસીપરા
    • 24. માહીબેન દર્શનભાઈ જોટીયાણી- મોરબી
    • 25.ધ્રુવીબેન મહેશભાઈ મોરવાડિયા- મોરબી
    • 26. ધારાબેન હરેશભાઈ અમૃતિયા- શ્રી કુંજ, મોરબી
    • 27. યશભાઈ દેવદાનભાઈ કુંભારવડિયા- મોરબી
    • 28. માયા રૂપેશ ડાભી- કપૂરની વાડી- મોરબી
    • 29. સોહમ મનોજભાઈ દાફડા- સરપદડ, પડધરી
    • 30.રેશમબેન જુમ્માભાઈ અરજણભાઈ- કાંતિનગર, મોરબી
    • 31. જાડેજા જયાબા ગંભીરસિંહ- શનાળા, મોરબી
    • 32.જાડેજા અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ- શનાળા, મોરબી
    • 33. જુમ્માભાઇ સાજનભાઈ- કાંતિનગર, મોરબી
    • 34. ફૈઝાન જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
    • 35. ગુડિયા જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
    • 36. હુસેન દાઉદભાઈ- રાપર
    • 37. એઝાઝશાહ અબ્દુલશાહ- વીસીપરા, મોરબી
    • 38. ગડુબેન ગૌતમભાઈ પરમાર- ખીજડીયા, ટંકારા
    • 39. સાનિયા રસિકભાઈ ચૌહાણ- ગોંડલ
    • 40. પરમાર ધ્વનિબેન નરેન્દ્રભાઈ
    • 41. ફળદુ મિરલબેન હાર્દિકભાઈ
    • 42. પરમાર સંગીતાબેન ભુપતભાઈ
    • 43. ઝાલા સતિષભાઈ ભાવેશભાઈ
    • 44. મનસુખભાઈ છત્રોલા
    • 45. નૈતિક મહેશભાઈ સોઢીયા
    • 46. ભૂમિકાબેન રાયધનભાઈ
    • 47. કુંભારવાડીયા રાજ ભગવાનભાઈ
    • 48. શાબાન આસિફ મકવાણા
    • 49. મુમતાઝ હબીબ મકવાણા
    • 50. પાયલ દિનેશભાઇ
    • 51. નફસાના મહેબૂબભાઈ
    • 52. એકતા ચિરાગભાઈ જીવાણી
    • 53. પૂજાબેન ખીમજીભાઈ
    • 54. ભાવનાબેન અશોકભાઈ
    • 55. મિતલબેન ભાવેશભાઈ ભીંડી
    • 56. સોનલ પ્રશાંતભાઈ મકવાણા
    • 57. જગદીશભાઈ રાઠોડ
    • 58. કપિલભાઈ રાણા
    • 59. મેરુભાઈ ટીડાભાઈ
    • 60. સંદીપભાઈ રાજેશભાઇ
    • 61. ભુપતભાઇ છગનભાઇ પરમાર
    • 62. આરવ ભાર્ગવભાઈ દેત્રોજા
    • 63. ઉષાલા ભૂપતસિંહ ઝાલા -કોંઢ
    • 64. મિતુલ મોહનભાઇ દંડીયા રહે - ગૂંદાસરા
    • 65. રવિ રમણિકભાઈ પરમાર
    • 66. શિવરાજ પ્રદ્યુમ્નસિંહ જાડેજા - શનાળા
    • 67. ધવલભાઈ જયેશભાઈ દોશી
    • 68. અરુણભાઈ મનુભાઈ વાઘેલા
    • 69. ફિરોઝભાઈ નિમાભાઈ સુમરા
    • 70. રાજ દિનેશભાઇ દરિયા
    • 71. મહેશ વશરામભાઈ મકવાણા
    • 72. અશોક જેસિંગભાઈ ચાવડા
    • 73. ખલીફા અમિત રફીકભાઈ
    • 74. હંસાબેન રૂપેશભાઈ ડાભી
    • 75. મિત્રાજસિંહ અરવિંદસિંહ જાડેજા
    • 76.અલ્ફાઝખાન પઠાણ
    • 77. ભરતભાઇ ચોકસી
    • 78. પ્રશાંતભાઈ મકવાણા
    • 79. વસીમભાઈ અલીભાઈ સુમરા
    • 80. હબીબુદ શેખ
    • 81. ચિરાગભાઈ રાજુભાઇ મૂછડીયા
    • 82.ધાર્મિક રાજુભાઈ મૂછડીયા
    • 83.પ્રિયંકાબેન પ્રભુભાઈ ગોગા
    • 84.ગૌતમભાઈ હેમંતભાઈ પરમાર
    • પૃથ્વી મનોજભાઈ 86.ભવિકભાઈ દેત્રોજા
    • 87.ભૂમિબેન હરેશભાઈ અમૃતિયા
    • 88. નસીમબેન બાપુશા ફકીર
    • 89. નફીષાબેન મહેબૂબભાઈ
    • 90. તુષાર રૂપેશભાઈ ડાભી
    • 91. પ્રવિણસિંહ રઘુભા ઝાલા
    • 92. કુંજલબેન શૈલેષભાઇ રૈયાણી
    • 93. શાહનવાઝ બાપુશા -જામનગર
    • 94. ઓસમાણભાઈ તારભાઈ સુમરા - મોરબી
    • 95. વિજયભાઈ ગણપતભાઈ રાઠોડ
    • 96 ધ્રુવીબેન ભાવેશભાઈ ભીંડી- દરબારગઢ, મોરબી
    • 97 નિસર્ગ ભાવેશભાઈ ભીંડી - માણેકવાડા
    • 98.નિષાબેન સતીષભાઈ દેસાઈ -આલાપ રોડ, મોરબી
    • 99. મીરાબેન હર્ષભાઇ ઝાલાવાડિયા- રાજકોટ
  • 31 Oct 2022 12:13 AM (IST)

    Morbi Tragedy: મોરબીનો પુલ તૂટતા મોટી જાનહાનિ, અમિત શાહ સહિત અનેક નેતાઓએ વ્યક્ત કર્યુ દુખ

    Morbi bridge collapsed : આ ઘટના સ્થળના અનેક ભયાનક વીડિયો સામે આવ્યા છે. તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા છે. આ ઘટનામાં વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિત અનેક નેતાઓએ સંવેદના વ્યક્ત કરી છે.

  • 31 Oct 2022 12:05 AM (IST)

    Morbi Bridge Collapsed: મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકો અને ઇજાગ્રસ્તોને કેન્દ્ર અને રાજ્ય સરકારે સહાય જાહેર કરી

    મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને કેન્દ્ર સરકારે બે -બે લાખની સહાય અને ઇજાગ્રસ્તને 50 હજાર સહાય જાહેર કરવામાં આવી છે. જ્યારે ગુજરાત સરકારે ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને ચાર- ચાર લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજાર સહાય જાહેર કરવામાં આવી છે.

  • 30 Oct 2022 11:59 PM (IST)

    Morbi Bridge Tragedy : મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટના સ્થળે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા, દુર્ઘટના અંગે માહિતી મેળવી

    ગુજરાતના મોરબીમાં ઝૂલતો પૂલ(Morbi Bridge Tragedy) તૂટતા દુર્ઘટના બની છે. જેમાં 77 થી વધુ લોકોના મોત થયા છે. આ દરમ્યાન સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ સ્થળ પર જઇને બ્રિજ તૂટવાની ઘટના અંગે જાત માહિતી મેળવી હતી. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ટ્વિટ કરીને કહ્યું છે કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું.

  • 30 Oct 2022 11:55 PM (IST)

    Morbi Bridge Tragedy: મોરબી દુર્ઘટનામાં રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં, એનડીઆરએફ અને સેનાના જવાનો મોરબી જવા રવાના

    મોરબી દુર્ઘટનામાં (Morbi tragedy) રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે. NDRFની 3 પ્લાટૂન, ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો આર્મી જવાનોની 2 કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર, દીવ અને સુરેન્દ્રનગરથી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થયા છે. જ્યારે રાજકોટ સીવીલ હોસ્પિટલમા એક અલાયદો વોર્ડ પણ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે.

  • 30 Oct 2022 11:50 PM (IST)

    Morbi Cable Bridge Tragedy: તૂટેલા બ્રિજ પરથી રેસક્યુ કામગીરી, જુઓ દૃશ્યો

  • 30 Oct 2022 11:36 PM (IST)

    MORBI BRIDGE COLLAPSED : મોરબીમાં થયેલી દુર્ઘટનાએ મને ચિંતિત કરી છે : રાષ્ટ્રપતિ મુર્મુ

    મોરબી બ્રિજ દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સંવેદના (Presid‌ent Draupadi Murmu) વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કહ્યું છે કે તેમની સંવેદના અને પ્રાર્થના ગુજરાતના મો‌બીમાં બ્રિજ દુર્ઘટનામાં અસરગ્રસ્તો સાથે છે.

  • 30 Oct 2022 11:29 PM (IST)

    Morbi Tragedy: મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધી 25 થી વધુ બાળકોના મોત

  • 30 Oct 2022 11:27 PM (IST)

    Morbi Bridge Collapsed: CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા

  • 30 Oct 2022 11:25 PM (IST)

    Morbi Cable Bridge Tragedy: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી સિવિલ હોસ્પિટ જઈ ઈજાગ્રસ્તોના હાલચાલ જાણ્યા

  • 30 Oct 2022 11:23 PM (IST)

    Morbi Tragedy: CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા

  • 30 Oct 2022 11:20 PM (IST)

    Morbi Bridge Collapsed: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલનો રોડ શો કરાયો રદ્દ

  • 30 Oct 2022 10:51 PM (IST)

    Morbi Cable Bridge Tragedy ઘટના અંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વ્યક્ત કર્યુ દુ:ખ

  • 30 Oct 2022 10:46 PM (IST)

    Morbi Tragedy: સરકાર તમામ મદદ કરવા માટે તત્પર : ગૃહ પ્રધાન હર્ષ સંઘવી

  • 30 Oct 2022 10:45 PM (IST)

    Morbi Bridge Collapsed: મોરબી દુર્ઘટના અંગે મોટો ખુલાસો, તંત્રની મંજૂરી મળે તે પહેલા શરૂ કરાયું હતુ ટિકિટનું વેચાણ

  • 30 Oct 2022 10:43 PM (IST)

    Morbi Cable Bridge Tragedy: મોરબી દુર્ઘટનામાં મોતનો આંક વધીને 90 થાય તેવી શક્યતા

  • 30 Oct 2022 10:40 PM (IST)

    Morbi Tragedy: પૂલ દુર્ઘટનામાં બાળકો પણ ઈજાગ્રસ્ત, રેસક્યુ ટીમે બાળકોને હોસ્પિટલ ખસેડ્યા

  • 30 Oct 2022 10:29 PM (IST)

    Morbi Bridge Collapsed: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે પહોંચાડવા આપ્યા નિર્દેશ

  • 30 Oct 2022 10:28 PM (IST)

    Morbi Cable Bridge Tragedy: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોરબી દુર્ઘટના પર વ્યક્ત કર્યુ દુ:ખ

  • 30 Oct 2022 10:23 PM (IST)

    Morbi Bridge Collapsed: મોરબી દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વ્યક્ત કરી સંવેદના, મૃતકોના પરિજનોને પાઠવી દિલસોજી

  • 30 Oct 2022 10:20 PM (IST)

    Morbi Tragedy: મોરબી દુર્ઘટના અંગે મોરારીબાપુએ વ્યક્ત કરી સંવેદના

    મોરબીમાં પૂલ દુર્ઘટના અંગે મોરારીબાપુએ સંવેદના વ્યક્ત કરી છે. મોરારીબાપુએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની સદ્દગતિ માટે પ્રાર્થના કરી છે.

  • 30 Oct 2022 10:15 PM (IST)

    Morbi Bridge Collapsed: મૃતદેહોને શોધવા પાણી કાઢવાની કામગીરી શરૂ

  • 30 Oct 2022 10:09 PM (IST)

    Morbi Tragedy: મોરબીનો પુલ તૂટતા મોટી જાનહાનિ; પુલ તૂટ્યો અને અનેકના શ્વાસ છૂટયા

  • 30 Oct 2022 10:07 PM (IST)

    Morbi Bridge Collapsed: મોરબી બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની કમિટીની રચના

  • 30 Oct 2022 09:59 PM (IST)

    Morbi Bridge Collapsed: જિલ્લા કંટ્રોલ રૂમે નંબર જાહેર કર્યા

  • 30 Oct 2022 09:51 PM (IST)

    Morbi Cable Bridge Tragedy: થોડીવારમાં મુખ્યમંત્રી મોરબી પહોંચશે, ઈજાગ્રસ્તો અને મૃતકોના સ્વજનો સાથે કરશે મુલાકાત, રાહત અને બચાવ કામગીરીની કરશે સમીક્ષા

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થોડીવારમાં મોરબી પહોંચશે. મૃતકોના પરિજનોને મળશે અને સાંત્વના પાઠવશે. ઈજાગ્રસ્તોના પરિવારો સાથે પણ સીએમ મુલાકાત કરશે. ઉપરાંત રાહત અને બચાવ કામગીરીની સીએમ સમીક્ષા કરશે.

  • 30 Oct 2022 09:41 PM (IST)

    Morbi Cable Bridge Tragedy: મોરબીમાં જામનગર અને જૂનાગઢથી એમ્બ્યુલન્સની મદદ લેવાઈ, 25 જેટલી એમ્બ્યુલન્સ કામે લગાવાઈ

    મોરબીમાં વધુ વધુ 5 એમ્બ્યુલન્સ ની મદદ લેવાઈ, જામનગર અને જૂનાગઢથી કુલ 25 જેટલી એમ્બ્યુલન્સ કામે લગાવાઈ,  અત્યાર સુધી અંદાજે 100 લોકોને હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડાયા.

  • 30 Oct 2022 09:36 PM (IST)

    Morbi Cable Bridge Tragedy: મોરબીમાં રવિવારની મજા માતમમાં ફેરવાઈ, ઝુલતો પૂલ તૂટતા 60 લોકોના મોત,

  • 30 Oct 2022 09:34 PM (IST)

    Morbi Tragedy: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દુર્ઘટના અંગે આપી પ્રતિક્રિયા

  • 30 Oct 2022 09:31 PM (IST)

    Gujarat Morbi Bridge Collapsed: મોરબી દુર્ઘટના માટે પોલીસે SITની કરી રચના, 5 અધિકારીઓની બનાવાઈ કમિટી

  • 30 Oct 2022 09:27 PM (IST)

    Morbi Cable Bridge Tragedy: પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ વ્યક્ત કર્યુ દુ:ખ

  • 30 Oct 2022 09:24 PM (IST)

    Morbi Tragedy: મુખ્યમંત્રી મોરબી જવા રવાના, મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી, આરોગ્યમંત્રી મોરબી જવા નીકળ્યા

  • 30 Oct 2022 09:22 PM (IST)

    Gujarat Morbi Bridge Collapsed: મુખ્યમંત્રીએ તેમના તમામ કાર્યક્રમો રદ્દ કરી મોરબી જવા રવાના

  • 30 Oct 2022 09:20 PM (IST)

    Morbi Cable Bridge Tragedy: પુલ દુર્ઘટનામાં જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ દ્વારા ટેલિફોન નંબર છે 02822 243300

    મોરબીમાં  ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટના અંગે જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટેલીફોન 02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી કરાઈ છે.   જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય.

  • 30 Oct 2022 09:15 PM (IST)

    Morbi Tragedy: મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનાને લઇને પોલીસે SITની રચના

    મોરબીમા ઝુલતા પૂલ દુર્ઘટનામાં પોલીસે SITની રચના કરી છે. મોરબી સસ્પેન્શન બ્રિજની ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જેમા રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર, કે એમ પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી (કંટ્રોલ), આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર, ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ, સંદીપ વસાવા,સચિવશ્રી માર્ગ અને મકાન, સુભાષ ત્રિવેદી,આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમનો સમાવેશ થાય છે.

  • 30 Oct 2022 09:11 PM (IST)

    Morbi Cable Bridge Tragedy: ગાંધીનગરથી બે અને વડોદરાથી એક મળીને ત્રણ NDRFની ટીમ મોરબી જવા રવાના

  • 30 Oct 2022 09:09 PM (IST)

    Gujarat Morbi Bridge Collapsed: મુખ્યમંત્રીએ મૃતકોના સ્વજનોને 4 લાખ અને ઘાયલોને 50 હજારની સહાયની કરી જાહેરાત

  • 30 Oct 2022 09:07 PM (IST)

    Morbi Tragedy: બ્રિજ દુર્ઘટના પર રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ આપી પ્રતિક્રિયા

  • 30 Oct 2022 09:06 PM (IST)

    Morbi Cable Bridge Tragedy: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ

  • 30 Oct 2022 09:00 PM (IST)

    Gujarat Morbi Bridge Collapsed: કેન્દ્ર સરકારે મૃતકોના સ્વજનો માટે 2 લાખ, ઈજાગ્રસ્તોને 50,000ની સહાયની કરી જાહેરાત

  • 30 Oct 2022 08:58 PM (IST)

    Gujarat Morbi Bridge Collapsed  : મોરબીમાં રાહત અને બચાવ માટે અમદાવાદથી ફાયર વિભાગની 3 ટીમ રવાના

    બ્રિજ તૂટતા અમદાવાદથી ફાયરની ટીમ મોરબી જવા રવાના થઈ છે. મોરબીમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ સિવિલમાં ઇજાગ્રસ્તો માટે વોર્ડ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો, ડોકટરોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા

  • 30 Oct 2022 08:48 PM (IST)

    Morbi Tragedy: મોરબીમાં રાજાશાહી સમયનો ઝુલતો પૂલ તૂટ્યો, મુખ્યમંત્રી, હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી મોરબી જવા રવાના

    મોરબીમાં રાજાશાહી સમયનો 150 વર્ષ જૂનો ઝુલતો પૂલ તૂટતા 60થી વધુ લોકોના મોત થયા છે. રવિવાર હોવાથી બ્રિજ પર અનેક લોકોની ભીડ હાજર હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ પુલ પર 400થી 500 લોકો હાજર હોવાની શક્યતા છે. જેના પગલે પૂલ તૂટતા તમામ લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. જેમા અનેક લોકો ડૂબ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાને પગલે મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મોરબી જવા રવાના થયા છે.

Published On - Oct 30,2022 8:39 PM

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">