Breaking News: માઉન્ટ આબુમાં બરફીલો માહોલ! પ્રવાસીઓએ માણ્યો કાશ્મીર જેવો અહેસાસ
અરવલ્લી પર્વતમાળાના સૌથી ઊંચા શિખર ગુરુ શિખરમાં પણ તાપમાનમાં 2 ડિગ્રીનો સુધારો નોંધાયો હતો અને તે 6 ડિગ્રી સુધી પહોંચ્યું. તેમ છતાં ઠંડા પવન અને બરફીલા વાતાવરણને કારણે ઠંડીનો અહેસાસ વધુ રહ્યો હતો.
પશ્ચિમ ભારતના કાશ્મીર તરીકે ઓળખાતા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ફરી એકવાર બરફીલા દ્રશ્ય જોવા મળ્યા છે. છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત ઘટાડો થતાં માઉન્ટ આબુ સંપૂર્ણ રીતે ઠંડીની ચપેટમાં આવ્યું છે. આજે માઉન્ટ આબુમાં ન્યૂનતમ તાપમાનમાં થોડો વધારો નોંધાયો હતો અને તે 4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું, છતાં ઠંડીની અસર યથાવત રહી હતી.
માઉન્ટ આબુનું પ્રખ્યાત પોલો ગ્રાઉન્ડ આજે સફેદ ચાદરથી ઢંકાયેલું જોવા મળ્યું. મેદાનમાં બરફ જમા થયો હતો, જમીન પર ઉભેલા વાહનો પર બરફની પરત જામી ગઈ હતી, જ્યારે ખેતરો અને ખુલ્લા વિસ્તારોમાં પણ બરફીલા દ્રશ્યો જોવા મળ્યા. ચાંદમારી વિસ્તાર, કુમ્હાર વાડા, અચલગઢ અને પીસ પાર્ક સહિતના વિસ્તારોમાં ચારે બાજુ બરફ છવાયેલો હતો.
બરફીલા વાતાવરણને કારણે ઠંડીનો અહેસાસ
અરવલ્લી પર્વતમાળાના સૌથી ઊંચા શિખર ગુરુ શિખરમાં પણ તાપમાનમાં 2 ડિગ્રીનો સુધારો નોંધાયો હતો અને તે 6 ડિગ્રી સુધી પહોંચ્યું. તેમ છતાં ઠંડા પવન અને બરફીલા વાતાવરણને કારણે ઠંડીનો અહેસાસ વધુ રહ્યો હતો.
બરફીલા દ્રશ્યોને કારણે માઉન્ટ આબુમાં આવેલા પ્રવાસીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો. પોલો ગ્રાઉન્ડમાં પ્રવાસીઓ બરફ સાથે રમતા, ફોટા ખેંચતા અને કુદરતી સૌંદર્યનો આનંદ માણતા નજરે પડ્યા. પ્રવાસીઓએ જણાવ્યું કે માઉન્ટ આબુમાં બરફીલો માહોલ તેમને કાશ્મીર જેવી અનુભૂતિ કરાવી રહ્યો છે. ઠંડીના આ માહોલને કારણે માઉન્ટ આબુમાં પ્રવાસનને પણ સારો વેગ મળ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
માઉન્ટ આબુમાં બરફીલો માહોલ! પ્રવાસીઓએ માણ્યો કાશ્મીર જેવો અહેસાસ
મોરબી શહેરમાં વિકાસનો નવો અધ્યાય શરૂ, વિકાસકાર્યોનું લોકાર્પણ
હિમાચલ - જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા, અનેક રસ્તાઓ બંધ, પ્રવાસીઓ ફસાયા
અમીરગઢના ઈકબાલગઢ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 7ના મોત, 3 ઘાયલ
