AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગાંધીનગર મહાનગરપાલિકાની મોટી યોજના, તમામ 9 મેટ્રો સ્ટેશનો પર કરાશે પાર્કિંગ સુવિધા

Breaking News : ગાંધીનગર મહાનગરપાલિકાની મોટી યોજના, તમામ 9 મેટ્રો સ્ટેશનો પર કરાશે પાર્કિંગ સુવિધા

| Updated on: Jan 25, 2026 | 4:19 PM
Share

ગાંધીનગરમાં તમામ મેટ્રો સ્ટેશન પર પાર્કિંગની સુવિધા કરાશે. 9 મેટ્રો સ્ટેશનો પર તબ્બકાવાર પાર્કિંગ સુવિધા ઊભી કરાશે..મેટ્રોમાં મુસાફરી કરનારા મુસાફરોને પાર્કિંગ માટે સરળતા રહેશે. 19 જેટલા સ્થળો પર પાર્કિંગનું આયોજન કરવામાં આવશે.2 હજાર કરતાં વધુ વાહનો પાર્ક થઈ શકે તે માટેનું આયોજન.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ 9 મેટ્રો સ્ટેશનો ઉપર તબક્કાવાર પાર્કિંગ સુવિધા ઉભી કરવાની મહત્વની યોજના હાથ ધરવામાં આવી છે. મેટ્રો સેવાઓ સંપૂર્ણ રીતે શરૂ થતા હવે વધુને વધુ મુસાફરો મેટ્રોનો ઉપયોગ કરશે, જેને ધ્યાનમાં રાખીને આ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.

મહાનગરપાલિકા વિસ્તારમાં મેટ્રો સ્ટેશનો સુધી ખાનગી વાહનો લઈને આવનારા મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુસર પાર્કિંગ સુવિધા વિકસાવવામાં આવશે. આ યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 19 જેટલા સ્થળોએ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવાની તૈયારી કરવામાં આવી છે.

આ પાર્કિંગ સુવિધા દ્વારા એક સાથે 2 હજારથી વધુ વાહનો પાર્ક થઈ શકે તેવું આયોજન મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જેના કારણે મેટ્રો સ્ટેશન આસપાસ ટ્રાફિકની સમસ્યા ઘટશે અને મુસાફરોને સરળ અને સુવિધાજનક પ્રવાસનો લાભ મળશે.

પ્રથમ તબક્કામાં સેક્ટર-1ના મેટ્રો સ્ટેશન ખાતે પાર્કિંગ સુવિધા વિકસાવવા માટે 1.12 કરોડ રૂપિયાના ખર્ચે નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટેની ટેન્ડરિંગ પ્રક્રિયા પણ હવે પૂર્ણ થવાની કગાર પર છે.

મહાનગરપાલિકાનું લક્ષ્ય છે કે સમય જતા શહેરના તમામ મેટ્રો સ્ટેશનો પર આવી આધુનિક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ થાય. આ પગલાથી જાહેર પરિવહનને વધુ પ્રોત્સાહન મળશે અને ગાંધીનગર શહેરની પરિવહન વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે.

માવઠું અથવા કમોસમી વરસાદ એટલે ચોમાસાના 4 મહિના સિવાયના સમયગાળા દરમિયાન વરસતો વરસાદ.અહી ક્લિક કરો

Published on: Jan 25, 2026 04:18 PM
g clip-path="url(#clip0_868_265)">