AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પાકિસ્તાનની હવા નીકળી ગઈ… આઈસીસી સામે હવે નજર નહીં મિલાવી શકે, ચુપચાપ T20 વર્લ્ડ કપમાં લેશે ભાગ

ICC T20 વર્લ્ડ કપ 2026 પહેલા પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા નાટકો પર આઈસીસીએ (ICC) પૂર્ણવિરામ મૂકી દીધું છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપમાં ભાગ નહીં લે, તેવી ધમકી આપી હતી. જો કે, આઈસીસીની કડક ચેતવણી બાદ હવે પાકિસ્તાન ચુપચાપ T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે.

Breaking News: પાકિસ્તાનની હવા નીકળી ગઈ... આઈસીસી સામે હવે નજર નહીં મિલાવી શકે, ચુપચાપ T20 વર્લ્ડ કપમાં લેશે ભાગ
| Updated on: Jan 25, 2026 | 8:24 PM
Share

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ 2026 માંથી બહાર થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમે પોતાના સ્ક્વોડની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાને આઈસીસી (ICC) ની ચેતવણી બાદ ટીમની જાહેરાત કરી હતી. આ અગાઉ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મોહસીન નકવીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, તેઓ વડાપ્રધાનના આદેશ પર નક્કી કરશે કે, ટીમ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે કે નહીં?

ડેડલાઇન બાદ સ્ક્વોડની જાહેરાત કરી

મોહસીન નકવીના આ નિવેદન પર આઈસીસીએ વાંધો ઉઠાવ્યો હતો, જેના પછી પીસીબી (PCB) એ T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ટીમની જાહેરાત કરી હતી. જણાવી દઈએ કે, પાકિસ્તાને આઈસીસી (ICC) દ્વારા જાહેર કરવામાં આવેલી ડેડલાઇન પૂર્ણ થયા બાદ પોતાના સ્ક્વોડની જાહેરાત કરી છે.

આ અગાઉ બાંગ્લાદેશના મામલાને જોતા એવી આશંકા હતી કે, પાકિસ્તાન પણ T20 વર્લ્ડ કપનો બહિષ્કાર (Boycott) કરી શકે છે પરંતુ તેમની પાસે આવું કરવા માટે કોઈ નક્કર આધાર નહોતો કે તેઓ આ કામ કરી શકે. આ જ કારણ છે કે, પાકિસ્તાને આઈસીસીની ચેતવણી બાદ પોતાના સ્ક્વોડની જાહેરાત કરવી પડી છે.

પાકિસ્તાનની તમામ મેચો શ્રીલંકામાં

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે T20 વર્લ્ડ કપના શિડ્યુલ પહેલા જ આઈસીસી (ICC) સમક્ષ પોતાની માંગણી મૂકી હતી કે, તેઓ યજમાન ભારતમાં પોતાની મેચો રમશે નહીં. ભારતની સાથે શ્રીલંકા પણ આ ટૂર્નામેન્ટનું સંયુક્ત યજમાન છે. આવી સ્થિતિમાં, આઈસીસીએ પાકિસ્તાનની તમામ મેચો શ્રીલંકામાં રાખી છે.

આ વ્યવસ્થા હેઠળ પાકિસ્તાને ભારતમાં એક પણ મેચ રમવાની નથી. તેમ છતાંય, જો તેઓ બાંગ્લાદેશના કારણોસર ટૂર્નામેન્ટમાંથી બહાર થયા હોત, તો તેમને આશરે ₹366 કરોડ ના નુકસાનની સાથે આઈસીસી તરફથી પ્રતિબંધ (Ban) નો પણ સામનો કરવો પડ્યો હોત. આ જ કારણ છે કે, ધમકીઓ બાદ પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં રમવા માટે મજબૂર થયું છે.

ખેલાડીઓની સુરક્ષાને જોખમ

બીજી તરફ બાંગ્લાદેશનો મામલો સંપૂર્ણપણે અલગ છે. બાંગ્લાદેશને ગ્રુપ-Cમાં પોતાની તમામ લીગ મેચો ભારતના બે વેન્યુ (મેદાન) પર રમવાની હતી પરંતુ ત્યાંની સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું કે, ખેલાડીઓની સુરક્ષાને જોખમ છે.

 બાંગ્લાદેશના સ્થાને ગ્રુપ-Cમાં કોણ આવશે?

આઈસીસી (ICC) એ બાંગ્લાદેશ સરકાર અને બોર્ડને સંપૂર્ણ ખાતરી આપી હતી કે, ખેલાડીઓની સુરક્ષા પર કોઈ ખતરો નથી. આ અંગે બેઠકો યોજાઈ પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું, જેના કારણે બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બાકાત રાખવામાં આવ્યું છે.

સ્કોટલેન્ડને હવે બાંગ્લાદેશના સ્થાને ગ્રુપ-Cમાં મૂકવામાં આવ્યું છે. એવામાં હવે બાંગ્લાદેશની જગ્યાએ ગ્રુપ-Cમાં સ્કોટલેન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમનું સંચાલન PCB દ્વારા થાય છે. આ ટીમ 1952થી વિશ્વ ક્રિકેટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">