(Credit Image : Google Photos )

25 Jan 2026

ચિયા સિડ્સ કોણે ન ખાવા જોઈએ?

ચિયા સિડ્સ નાના પણ પૌષ્ટિક બીજ છે જે ઉર્જા, ફાઇબર અને ઓમેગા-3 ફેટી એસિડ પૂરા પાડે છે. જોકે તે દરેક માટે સલામત નથી.

ચિયા સિડ્સ

જો તમને વારંવાર ગેસ, અપચો અથવા પેટનું ફૂલવું અનુભવાય છે, તો ચિયા સિડ્સ પેટની તકલીફ વધારી શકે છે.

અપચો

ચિયા સિડ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે લોહીને પાતળું કરી શકે છે. જો તમે બ્લડ પ્રેશર અથવા બ્લડ પાતળું કરવાની દવા લઈ રહ્યા છો તો સાવચેત રહો.

બ્લડ પ્રેશર

ચિયા સિડ્સ બ્લડ સુગરને અસર કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ સુરક્ષિત બ્લડ સુગર લેવલ સુનિશ્ચિત કરવા માટે તેનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

ડાયાબિટીસ

જો તમને પેટમાં અલ્સર અથવા એસિડિટીની સમસ્યા હોય, તો ચિયા સિડ્સ ખાવાથી બળતરા અથવા દુખાવો વધી શકે છે. ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરો.

એસિડિટી

સગર્ભા અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ ચિયા સિડ્સનું સેવન મધ્યમ માત્રામાં કરવું જોઈએ. વધુ પડતા સેવનથી ગેસ અને એલર્જીક પ્રતિક્રિયાઓ થઈ શકે છે.

સ્તનપાન

જે લોકોને સિડ્સ અથવા બદામથી એલર્જી હોય છે. તેમણે ચિયા સિડ્સ ખાવાનું ટાળવું જોઈએ. એલર્જીક પ્રતિક્રિયાઓ ગંભીર હોઈ શકે છે, તેથી સાવધાની રાખવી જરૂરી છે.

એલર્જી