Breaking News : નર્મદા નદીમાં ખનીજ માફિયાઓ બેફામ, અધિકારીઓની મિલિભગત હોવાનો સાંસદનો દાવો
સાંસદ મનસુખ વસાવાએ એવા આક્ષેપ કર્યા છે કે, નર્મદા નદીમાં બેફામ રેતી ખનન થઈ રહ્યું છે.વહીવટી તંત્ર કાર્યવાહી કરે તેવી માગ પણ કરવામાં આવી છે.
બેફામ બનેલા ખાણ ખનિજ માફિયાઓ, સરકારી તંત્રની કોઈ પડી જ ના હોય તેવું જોવા મળી રહ્યું છે.ખાણ માફિયા બેફામ બન્યાનો કિસ્સો નર્મદામાંથી સામે આવ્યો છે. નર્મદામાં વર્ષોથી ખનીજ માફિયાઓ બેફામ હોવાનો સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે. નર્મદા નદીમાં પોઈચા પુલ પાસે રેતી માફિયાઓ ખનન માટે પુલ બનાવી રહ્યા છે. જેમાં અધિકારીઓની મિલિભગત હોવાનો દાવો કર્યો છે. ગેરકાયદે પુલને તોડી રેતી ખનન અટકાવવા મનસુખ વસાવાએ માગ કરી છે.
રેતી ખનન માટે ખનીજ માફિયાઓએ પુલ પણ બનાવ્યો
નર્મદા નદીમાં બેફામ રેતી ખનન થઈ રહ્યું છે. રેતી ખનન માટે ખનીજ માફિયાઓએ પુલ પણ બનાવ્યો છે.વહીવટી તંત્ર કાર્યવાહી કરે તેવી માગ પણ હાલ કરવામાં આવી રહી છે.બેફામ બનેલા ખાણ ખનિજ માફિયાઓ, સરકારી તંત્રની કોઈ પડી જ ના હોય તેમ ખનીજ માફિયાઓએ પુલ પણ બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ સાંસદ મનસુખ વસાવા રેત માફિયા વિરુદ્ધ આક્ષેપ કરી ચૂક્યા છે. સાંસદનું કહેવું છે કે, રેતી ખનન માટે જે ગેરકાયદે પુલ બનાવવામાં આવી રહ્યો છે. તેને વહેલી તકે તોડી પાડવામાં આવે.