સુરતમાં જીવતા મતદારોને ભાજપના કોર્પોરેટરે મારી નાખીને મતદારયાદીમાંથી નામ દૂર કરવા ફોર્મ-7 ભર્યુ હોવાનો આક્ષેપ
સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં 228 લોકો દ્વારા લેખિતમાં અરજી કરી છે તે કે તમને જીવતેજીવ સરકારી ચોપડે મારી નાખનાર ભાજપના કોર્પોરેટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. મતદારો જીવતા હોવા છતા તેમને કેવી રીતે સરકારી ચોપડે મારી નાખવામાં આવ્યા છે તેવો સવાલ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ ( SIR ) હાથ ધરાયા બાદ, ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાયેલ છે. આ મતદારયાદીમાંથી ઈરાદાપૂર્વક લોકોના નામ રદ કરવામાં આવી રહ્યાં હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 25ના ભાજપના કોર્પોરેટર સામે સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. લોકોનું કહેવું છે કે, વોર્ડ નંબર 25 ના ભાજપના કોર્પોરેટર લોકોને જીવતે જીવ મારી નાખીને તમામના નામ મતદાર યાદીમાંથી રદ કરવા ફોર્મ નંબર 7 પણ ભરીને ચૂંટણી અધિકારીને આપી દિધા છે.
સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં 228 લોકો દ્વારા લેખિતમાં અરજી કરી છે તે કે તમને જીવતેજીવ સરકારી ચોપડે મારી નાખનાર ભાજપના કોર્પોરેટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. મતદારો જીવતા હોવા છતા તેમને કેવી રીતે સરકારી ચોપડે મારી નાખવામાં આવ્યા છે તેવો સવાલ કરવામાં આવ્યો છે. મતદાર જીવીત અને હયાત છતાં ફોર્મ નંબર 7 ભરી વાંધા રજૂ કરનારા. ભાજપના વોર્ડ નંબર 25 ના કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપ કરાયા છે.
માત્ર લિંબાયત વિધાનસભા મત વિસ્તારમાં 31 હજાર જેટલા ફોર્મ નંબર 7 ભરાયા છે. જેમાં વધુ સંખ્યામાં મતદારો મૃત હોવાથી નામ કમી કરવા ફોર્મ નંબર 7 ભરાયા છે. મતદારો જીવિત છતાં મૃત જાહેર કરી નામ કરવા ભાજપ કોર્પોરેટર વિક્રમ પાટીલે ભર્યા ફોર્મ નંબર 7. કોંગ્રેસના પ્રભુત્વવાળા વિસ્તારમાંથી વોટ કમી કરવાનો પ્રયાસના આક્ષેપ કરાયો છે. આ અંગે સલાબતપુરા પોલીસ મથકમાં 228 લોકો દ્વારા લેખિતમાં અરજી કરી છે કે મતદારોને મૃત ઘોષિત કરનાર ભાજપના કોર્પોરેટર સામે કાયદેસરની કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવો જોઈએ. આ ઉપરાંત ચૂંટણી પંચ સામે પણ સ્થાનિકોએ નારાજગી દર્શાવી હતી.