મહેસાણા શહેરમાં આવેલી ટીબી કેન્દ્ર ખાતે એસીબીએ છટકું ગોઠવ્યુ હતુ. એસીબીને મળેલી ફરિયાદ મુજબ ઓડિટ કરવા માટે આવેલ અધિકારી દ્વારા જુદા જુદા પેરા નિકાળવામાં આવી રહ્યા હતા અને આ માટે તેમણે લાંચની રકમની માંગણી કરી હતી. ક્ષય કેન્દ્રના અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી લાંચની રકમ માંગવાને લઈ એસીબીને આ અંગેની ફરિયાદ કરવામાં આવી હતી.
એસીબીએ ફરિયાદને આધારે ક્ષય કેન્દ્રમાં મેડિકલ ઓફિસરની ચેમ્બરમાં જ લાંચનું છટકુ ગોઠવ્યુ હતુ. આ દરમિયાન ઓડિટર અધિકારી 30 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયો હતો. એસીબીએ ઓડિટરને ઝડપી લઇ તપાસ હાથ ધરી હતી.
મહેસાણા શહેરમાં આવેલ ક્ષય હોસ્પિટલમાં ઓડિટ કરવા માટે રાજકોટના ઓડિટર લખનસિંઘ ગીરધારીલાલ મીણા આવ્યા હતા. ઓડિટ ઓફિસર મીણા રાજકોટમાં આવેલી ઓફિસ ઓફ ધી પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ-૧) ફરજ બજાવે છે. આ દરમિયાન તેઓએ ક્ષય હોસ્પિટલના અધિકારીઓ અને કર્મચારીઓને હિસાબી ભૂલો હોવાનો ડર બતાવ્યો હતો. જે માટે તેમણે નાની ભૂલો નિકાળીને ફરિયાદી અને અન્ય કર્મચારીઓ પાસે પૈસાની રિકવરી કરવી પડશે એવુ બતાવી ભય ઉભો કરવા પ્રયાસ કર્યો હતો.
આમ નહીં કરવા અને શાંતીથી ઓડિટ પુરુ કરવા માટે માટે હેરાનગતી નહીં કરવાને લઈ લાંચની રકમ માંગી હતી. શાંતિથી ઓડિટ પુર્ણ કરવા માટે ક્ષય હોસ્પિટલના સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી 65 હજાર રુપિયાની લાંચની રકમ ઓડિટ ઓફિસર મીણાએ માગણી કરી હતી.
ઓડિટ ઓફિસર લખનસિંહ મીણાએ લાંચની રકમ 65 હજાર રુપિયાની માંગણી કરતા કર્મચારીઓ અને અધિકારીઓએ આ અંગે રકઝક કરી હતી. જેને લણે મીણાએ આખરમાં 30 હજાર રુપિયા લાંચ પેટે આપવાની માંગ કરી હતી. જેને લઈ કર્મચારીઓ અને અધિકારીઓએ આ લાંચ નહીં આપવાનું નક્કી કરીને એસીબીનો સંપર્ક કર્યો હતો.
મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ એસડી ચાવડાએ આ માટેની ટ્રેપ ક્ષય હોસ્પિટલમાં ગોઠવી હતી. જે દરમિયાન લખનસિંહ મીણા 30 હજાર રુપિયાના લાંચ લેતા એસીબીએ ઝડપી લીધો હતો. એસીબીએ હવે લખનસિંગના ઘર અને ઓફિસમાં પણ તપાસ શરુ કરી છે. તેણે આ રકમમાંથી કોને કોને હિસ્સો આપવાનો હતો અને તેણે અપ્રમાણસર મિલ્કત એકઠી કરી છે કે, કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવાનીં શક્યતાઓ છે.
Published On - 6:04 pm, Tue, 27 February 24