Mehsana : આજે વિશ્વ જળ દિવસ, જાણો વરસાદી પાણીના સંગ્રહની એક અદભૂત પદ્ધતિ

|

Mar 22, 2021 | 4:50 PM

Mehsana : આજે વિશ્વ જળ દિવસ છે. જળ એક જીવન છે. જળની કિંમત સૌથી વધારે છે. પણ, સૌથી વધારે લોકો પાણીનો જ બગાડ કરતા હોય છે. અને, તેની કિંમત કરતા નથી.

Mehsana : આજે વિશ્વ જળ દિવસ, જાણો વરસાદી પાણીના સંગ્રહની એક અદભૂત પદ્ધતિ

Follow us on

Mehsana : આજે વિશ્વ જળ દિવસ છે. જળ એક જીવન છે. જળની કિંમત સૌથી વધારે છે. પણ, સૌથી વધારે લોકો પાણીનો જ બગાડ કરતા હોય છે. અને, તેની કિંમત કરતા નથી. ત્યારે વિશ્વ જળ દિવસ પર આજે એક એવા પરિવારની વાત કરવી છેકે જે ટીપુંટીપું પાણીની મહત્વતા સમજે છે. અને, પાણીના વપરાશમાં પણ કરકસર કરે છે.

મહેસાણાના પરિવાર પાસેથી જાણો વરસાદી પાણીના સંગ્રહની રીત

આજે વિશ્વ જળ દિવસે આપને એક એવા પરિવારની વાત કરવી છે કે જે બારેમાસ વરસાદનું પાણી પીવે છે. એવું નથી કે તેમના વિસ્તારમાં બારે માસ વરસાદ આવે છે ! પરંતુ, ચોમાસા દરમ્યાન વેડફાઈ જતા પાણીનો આ પરિવાર સંગ્રહ કરી લે છે. અને તે સ્વચ્છ વરસાદી પીવાનું પાણી બારેમાસ પીવા માટે ઉપયોગ કરે છે. અને, આ પાણી બગડતું પણ નથી. ત્યારે ભૂગર્ભ જળ ઉંડા જતાં વિશ્વભરમાં ચિંતા થઈ રહી છે. આ માટે વરસાદી પાણીનો સંગ્રહ કરી તેનો ઉપયોગ કરાય તે શ્રેષ્ઠ વિકલ્પ છે.

શરીરના 7 ચક્રોને જાગૃત કરવા શું કરવું?
શું તમે તાંબાના વાસણમાં પાણી પીવો છો? આ 5 ભૂલો ન કરો,નહીં તો થશે નુકસાન
ઘરમાં વારંવાર નીકળતી કીડીઓને ભગાવવા અપનાવો આ 5 દેશી ઉપાય
ઘરના મંદિરમાં પૂજા કરતી વખતે ઘંટડી કયા હાથથી વગાડવી જોઈએ?
EX તારા સાથે 4 વર્ષ કર્યો ટાઈમપાસ! પત્ની સામે આ શું બોલી ગયો આદર જૈન-Video
બજરંગી ભાઈજાનની મુન્ની હવે લાગે છે આટલી સુંદર! ગ્લેમરસ લુકનો જુઓ-Video

વરસાદી પાણીના સંગ્રહની રીત જોઈએ તો, શિક્ષક એવા સુરેશભાઈ મિસ્ત્રીએ વર્ષ 2002 માં મકાન બનાવ્યું. તે સમયે જ ઘરના પટાંગણમાં 4000 લીટરની ભૂગર્ભ ટાંકી બનાવી હતી. તો છત ઉપર 1000 લીટરની ટાંકી મૂકી દીધી. ચોમાસા દરમ્યાન મઘા નક્ષત્ર આવતા જ વરસાદનું થોડું પાણી વહી જવા દેવામાં આવે છે. જેથી ધાબા પરની ગંદકી નીકળી જાય અને પાણી સ્વચ્છ થતા જ ભૂગર્ભ ટાંકીમાં વરસાદી પાણીનો પ્રવાહ વાળી દેવાય છે. અને, આમ સુરેશભાઈ મિસ્ત્રી વરસાદી પાણીનો સંગ્રહ કરીને પ્રતિદિન દસેક લીટર પીવા માટે ઉપયોગ કરે છે. તેમના જણાવ્યા મુજબ છેલ્લા 18 વર્ષથી તેમના પરિવારમાં કોઈને પણ પાણીજન્ય રોગ કે, સાંધાના દુખાવા પણ થયા નથી.

મઘા નક્ષત્રમાં સંગ્રહ કરેલું પાણી સચવાય છે બારે માસ

કહેવાય છેકે મઘા નક્ષત્રમાં ચોમાસા દરમિયાન વરસેલા પાણીને જો સંગ્રહ કરવામાં આવે અને આ પાણીનો પીવામાં ઉપયોગ કરવામાં આવે તો તેનાથી હેલ્થ સારી રહે છે. અને, માનવશરીર માટે આ પાણી ખુબ જ ફાયદાકારક રહે છે.

મઘા નક્ષત્રમાં વરસાદનું પાણીનું સ્ટોરેજ કરવાથી તે બગડતું નથી કે તેમાં પોરા પણ પડતા નથી. આમ, શિક્ષક એવા સુરેશ મિસ્ત્રીએ સમાજને પણ એક સારો પાઠ શીખવ્યો છે કે, વરસાદી પાણીનો કેવી રીતે સંગ્રહ કરીને ઉપયોગ કરી શકાય અને વરસાદી પાણીનો વેડફાટ કેવી રીતે અટકાવી શકાય. ત્યારે અત્યારે બનનારી નવીન સોસાયટીઓમાં પણ દરેક ઘરોમાં આ પ્રકારની સગવડો કરવામાં આવે તો ભવિષ્યમાં પીવાના પાણીની કોઈ સમસ્યા ના રહે.