સાંસદ ચૂંટાયેલા અભિનેતા રામને ‘અપશબ્દો’ કહેવાનું પ્રાયશ્ચિત આજીવન કરતા રહ્યા

ભગવાન રામને અભિનેતાએ પોતાના કર્મ દરમિયાન ગાળો આપી અને ત્યાર બાદ તેઓ સાંસદ પદે ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ પોતાના કર્મ દરમિયાન ભગવાન રામને ખૂબ ધિક્કાર અને તિરસ્કાર દર્શાવનારા અભિનેતા અને પૂર્વ સાંસદ આજીવન પ્રાયશ્ચિત કરતા રહ્યા હતા. પૂર્વ સાંસદે આ વાતને અનેક વાર કબૂલી હતી.

સાંસદ ચૂંટાયેલા અભિનેતા રામને અપશબ્દો કહેવાનું પ્રાયશ્ચિત આજીવન કરતા રહ્યા
અભિનેતા સતત માંગતા રહ્યા 'માફી'
| Updated on: Apr 19, 2024 | 2:44 PM

500 વર્ષ બાદ ભગવાન રામ અયોધ્યા મંદિરમાં બિરાજમાન થયા છે. ભવ્ય મંદિર બંધાયુ અને તેનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ દરમિયાન કેટલાક નેતાઓએ રામ મંદિરને લઈ નિવેદનો કર્યા હતા અને કેટલાક નેતાઓએ પક્ષના સ્ટેન્ડને જોઈ પાર્ટીથી છેડાં ફાડી લીધાનું જોવા મળ્યું છે. લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં આ માહોલ જોવા મળ્યો. રામ મંદિર મહોત્સવને લઈ નિવેદન કરવાને લઈ તેની અસર પણ જેતે રાજકીય પક્ષના નેતાઓના ગમા અણગમા સામે આવ્યા હતા. એક અભિનેતાએ વર્ષો પહેલા ભગવાન શ્રી રામને અપશબ્દો કહ્યા હતા. જે બાદમાં અભિનેતાથી સાંસદ તરીકે ચૂંટણીમાં ચૂંટાયા હતા. અભિનેતાએ પોતાના કર્મને લઈ આ અપશબ્દો કહ્યા હતા. જેનો વસવસો તેમને આજીવન થતો રહ્યો હતો. આ માટે તેઓ આજીવન તેઓ ભગવાન રામની માફી માંગતા રહ્યા હતા. હવે તમને સવાલ થતો હશે કે, અભિનેતાથી સાંસદ થનાર અને રામની માફી સતત માંગનાર કોણ હશે? વાત અરવિંદ ત્રિવેદીની છે. જે લંકેશ તરીકે જાણીતા બન્યા હતા. તેઓ અંતિમ શ્વાસ સુધી રામ નામ જપતા રહ્યા હતા. રામાયણના...

Published On - 4:54 pm, Wed, 17 April 24

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો