સાવધાની : કચ્છના વર્લ્ડ હેરીટેઝ ધોળાવીરા ખાતે પ્રથમવાર મોકડ્રીલ યોજાઇ

પ્રથમવાર વર્લ્ડ હેરીટેઝમાં જેને સ્થાન મળ્યુ છે તેવા ધોળાવીરા ખાતે એક સંયુક્ત મોકડ્રીલ યોજાઇ હતી. જેમાં ભુકંપ અને ત્યાર બાદ આગ લાગે તો સંકલન સાથે કઇ રીતે કામ કરવુ તે અંગેની પ્રેક્ટીસ કરાઇ હતી.

સાવધાની : કચ્છના વર્લ્ડ હેરીટેઝ ધોળાવીરા ખાતે પ્રથમવાર મોકડ્રીલ યોજાઇ
Dholavira
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Dec 11, 2021 | 9:49 PM

ગુજરાતના(Gujarat)  કચ્છમાં(Kutch)  વર્ષ 2001માં આવેલા વિનાશક ભુકંપ(Earthquake) પછી કચ્છનો ભુકંપ ઝોનમાં સમાવેશ કરાયો છે. કચ્છમાં અવારનવાર નાની-મોટી તીવ્રતાના ભુકંપના આંચકાઓ પણ સતત આવી રહ્યા છે. ત્યારે સમંયાતરે ડીઝાસ્ટર મેનેજમેન્ટ(Disaster Managment)  દ્રારા કચ્છમાં ભુકંપ જેવી કુદરતી આપત્તી સમયે શું કરવુ તે અંગે નિર્દેશન અને અભ્યાસ યોજાય છે. જેમાં ભુકંપ જેવી કુદરતી આપતી પછી કઇ રીતે તંત્ર સંકલન સાથે ઝડપી રેસ્કયુ કામગીરી કરી શકે તે માટે સંયુકત કવાયતનું(Mock Drill)  આયોજન કરવામાં આવે છે.

જ્યારે પ્રથમવાર વર્લ્ડ હેરીટેઝમાં જેને સ્થાન મળ્યુ છે તેવા ધોળાવીરા ખાતે એક સંયુક્ત મોકડ્રીલ યોજાઇ હતી. જેમાં ભુકંપ અને ત્યાર બાદ આગ લાગે તો સંકલન સાથે કઇ રીતે કામ કરવુ તે અંગેની પ્રેક્ટીસ કરાઇ હતી. કચ્છની બહુમાળી ઇમારતો અને શાળા સહિતના અનેક સ્થળો પર આ અગાઉ આવુ નિર્દેશન યાજોયુ છે પરંતુ વર્લ્ડ હેરીટેઝમાં કચ્છના ધોળાવીરાને સ્થાન મળ્યા બાદ તે સ્થળ પર પણ આવી કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.

કચ્છના ધોળાવીરા ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. હડપ્પન સંસ્કતિના આ સ્થળ પર યોજાયેલ મોકલ ડ્રીલ દરમિયાન આગ લાગે, વરસાદ તેમજ કુદરતી આપત્તિ સમયે આ ઘટના સમયે અને ત્યાર બાદ કેમ બચાવ-રાહત કામગીરી કરવી તે બાબતે સમજણ અને માહિતી આપવા મા આવી NDRF,ભુજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી,પોલિસ,108 તથા ત્યા નોકરી કરતા લોકો સાથે ગામના લોકો પણ કવાયત દરમ્યાન સાથે રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ પણ વાંચો : ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીએ ધારાસભ્ય આશા પટેલના ખબર અંતર પૂછ્યા

આ પણ વાંચો :  કોરોનાકાળમાં પણ ગુજરાત સરકારે વિકાસ કામોની ગતિને રોકાવા દીધી નથી : અમિત શાહ

g clip-path="url(#clip0_868_265)">