કોરોનાકાળમાં પણ ગુજરાત સરકારે વિકાસ કામોની ગતિને રોકાવા દીધી નથી : અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે કોરોનાકાળમાં પણ ગુજરાત સરકારે વિકાસ કામોની ગતિ રોકાવા દીધી ન હતી
અમદાવાદમાં(Ahmedabad)વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે(Amit Shah) કહ્યું હતું કે , કોરોનાકાળમાં પણ ગુજરાત(Gujarat)સરકારે કામોની ગતિ રોકાવા દીધી ન હતી. ભારતમાં સૌથી વિકસિત લોકસભામાં ગાંધીનગર લોકસભાનો સમાવેશ થાય તે માટે હું કોઈ જ કચાશ નહીં રાખું.
તેમણે રસીકરણ(Vaccination)અંગે જણાવ્યું હતું કે ગાંધીનગર લોકસભામાં 100 ટકા રસીકરણ થયું છે. તેમજ જે લોકોએ હજુ રસીનો બીજો ડોઝ નથી લીધો તેમને રસીકરણ કેન્દ્ર પર જઇને રસી લેવી જોઇએ.
તેમજ હું આપણા નરેન્દ્રભાઈને અભિનંદન આપવા માંગુ છું જેમને દેશવાસીઓ માટે રસીકરણ અભિયાનની શરૂઆત કરી છે. તેમજ હાલ વિશ્વના કોઇ દેશો રસીકરણ મુદ્દે ભારતની તોલે આવે તેમ નથી. તેમજ હજુ કેટલાક દેશોમાં તો રસીકરણ શરૂ પણ નથી થયું. આ ઉપરાંત નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે બે વર્ષ સુધી 80 કરોડ લોકોને મફત અનાજ આપ્યું છે . તેમજ હજુ પણ આ યોજના ચાલુ છે. જે વિશ્વના કોઇ દેશમાં શક્ય બન્યું નથી.
આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેના સંબોધનમાં વિકાસ કામોની ભેટ મળ્યા અંગે જણાવ્યું હતું, તેમજ રાજ્યમાં માર્ગ, વીજળી, પાણી, બ્રોડબેંડ કનેક્ટિવીટીનું વિશાળ માળખું રચાયું હોવાનું પણ જણાવ્યું હતું,
આ પણ વાંચો : Surat : હુનર હાટમાં છે એકથી એક ચડિયાતા હુનરના સ્ટોલ, ચોખાના ધાનમાંથી તૈયાર થયેલી જવેલરીએ જમાવ્યું આકર્ષણ
આ પણ વાંચો : Ahmedabad : મણિનગરમાં બંદુકની અણીએ લુંટનો પ્રયાસ, કર્મચારીની હિંમતથી લૂંટારું ઝડપાઇ ગયો