Jamnagar : નાગરિક સંરક્ષણની કચેરી સ્ટાફના અભાવે શોભાના ગાંઠીયા સમાન

રાજયની મોટાભાગની સીવીલ ડીફેન્સ કચેરીની આવી જ દયનીય હાલત છે. જામનગર, ઓખા, વાડીનાર, ગાંધીધામ, ભુજ, નલીયા, ભાવનગર, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, સુરત સહીતના વિસ્તારોમાં સિવીલ ડીફેન્સની શાખા છે. પરંતુ સ્ટાફના અભાવે શોભાના ગાંઠીયા સમાન બની રહી છે.

Jamnagar : નાગરિક સંરક્ષણની કચેરી સ્ટાફના અભાવે શોભાના ગાંઠીયા સમાન
Jamnagar: Civil defense office in deplorable condition due to lack of staff
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Feb 28, 2022 | 10:42 PM

Jamnagar :  હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ચાલું છે. ત્યારે યુક્રેનના નાગરીકોએ હથિયાર ઉપાડવાની ફરજ પડી છે. આવી કોઈ સ્થિતી ભારતમાં થાય તો નાગરીકોએ શું કરવું, શું ના કરવું તે માટે સિવિલ ડીફેન્સ શાખા (Civil Defense Branch)કાર્યરત હોય છે. પરંતુ દાયકાઓથી યુધ્ધની સ્થિતી ના આવતા આ શાખા હાલ શોભાના ગાંઠીયા સમાન બની રહી છે. રાજયભરમાં આવેલી સીવીલ ડીફેન્સની કચેરીની (Pathetic condition)દયનીય હાલત છે. જેમાં મોટાભાગે સ્ટાફની અછત, કચેરીનુ માળખુ, સાધનો, ઉપકરણો સહીતની અછત જોવા મળે છે.

સરકારી વિભાગમાં અનેક એવી કચેરીઓ છે. તે કાર્યરત હોવા છતાં નિષ્કિય હોય છે. આવો જ વિભાગ છે સીવીલ ડીફેન્સ. જે સરકારી કાગળો પર સક્રિય છે. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી તે અનેક કારણોસર નિષ્કિય બન્યુ છે.

ભારતમાં યુધ્ધ જેવી સ્થિતી આવે તો તે સમયે સામાન્ય નાગરીકો કેવી રીતે મદદરૂપ બની શકે અને પોતાની અન્ય લોકોની રક્ષા અને મદદ કેવી રીતે કરી શકે તે અંગેની માહિતી, માર્ગદર્શન અને તાલીમ આપવાની કામગીરી નાગરિક સંરક્ષણની કચેરી દ્વારા કરવામાં આવે છે. પાડોશી દેશ સાથે સંબંધો સારા ન હોવાથી યુધ્ધ થવાની શકયતા રહે છે. અને ભુતકાળમાં પાકિસ્તાન સહીત અનેક દેશો સાથે યુધ્ધ થયા છે. યુધ્ધ થતા ડીફેન્સની વિવિધ પાંખ પોતાની કામગીરી કરી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જેમાં યુધ્ધ વખતે સામાન્ય નાગરીકોએ શું પગલા લેવા, સાવચેતી રાખવા તે અંગેની માહિતી, માર્ગદર્શન અને તાલીમ આપવાનું કામ સીવીલ ડીફેન્સનું છે. જે સીવીલ ડીફેન્સના ટ્રેઈન્ડ ઈન્સ્ટ્રકટર દ્રારા સ્વયંસેવકની ભરતી કરીને તેમને તાલીમ આપવામાં આવે છે, જે યુધ્ધ વખતે લોકો મદદરૂપ થતા હોય છે. યુધ્ધ વખતે લોકોને શારીરિક નુકસાન થાય તેને હોસ્પીટલમાં લાવીને મદદ કરવું, આ ઉપરાંત નાગરીક ભયભીત ન થાય તે માટેની કામગીરી કરવાની હોય છે. સિવિલ ડીફેન્સ દ્વારા યુવા સ્વયંસેવકનો ત્રણ પ્રકારની તાલીમ આપવામાં આવતી હોય છે, જેમાં યુધ્ધ પહેલા શું સાવચેતી રાખવી, યુધ્ધ થાય તો તે વખતે શું કરવું, અને હુમલા બાદ કયાં પ્રકારની કામગીરી કરવી તે અંગેની માહિતી, માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે.

રાજયભરમાં આવેલી સીવીલ ડીફેન્સની કચેરીની દયનીય હાલત છે.

શહેરમાં રાખવામાં આવેલા સાયરનો મોટાભાગના બંધ હાલતમાં

યુધ્ધ વખતે સામાન્ય નાગરીક વિવિધ પ્રકારની માહિતી માટે શહેરમાં સાયરનો મુકવામાં આવે છે. જેમાં જામનગર કુલ 13 સાયરનો લગાવવામાં આવ્યા છે. પરંતુ ટેકનીકલ સ્ટાફ ન હોવાથી લાંબા સમયથી આવા સાયરનો મોટાભાગના બંધ હાલતમાં છે. સિવિલ ડીફેન્સની કામગીરી મુખ્યત્વે આપતિ વખતે નાગરીકોને રક્ષણ પુરૂ પાડવા તેમજ જાગૃત કરવાની કામગીરી છે. ગામેગામે સ્કોડન તૈયાર કરવાના હોય છે. આ માટે તાલીમ ઈન્પેકટર હોય છે. હાલમાં જગ્યા ખાલી છે. તેથી કામગીરી થતી નથી. શહેરમાં 13 સાયરન ગોઠવવામાં આવ્યા છે. તે સ્ટાફના અભાવે બંધ છે. શહેરમાં ફાયર સ્ટેશન, સાધના કોલોની, ધન્વંતરી, ગુલાબનગર, ન્યુ ભારત ઈન્ડ્રસ્ટ્રરી પાસે, નવાગામ, વોરાના હજીરા પાસે, સજુબા હાઈસ્કૂલ સહીતના કુલ શહેરમાં 13 જેટલા સ્થળોએ સાયરનો મુકવામાં આવ્યા છે.

પાકિસ્તાનથી દરીયાઈ માર્ગે ગુજરાત આવેલુ છે. અને યુધ્ધ વખતે દરીયાકિનારાના ગામમાં સીવીલ ડીફેન્સની કામગીરીની જરૂર રહેતી હોય છે. તે હેતુથી ગુજરાતના અનેક દરીયા કાંઠા વારા જીલ્લાઓ સીવીલ ડીફેન્સની કચેરી આવેલી છે. જેમાં સૌથી વધુ દરીયાકાંઠો જામનગર- દેવભુમિદ્વારકા જીલ્લામાં હોય તેથી અંહી કચેરી કાર્યરત છે. પરંતુ આ કચેરીમાં સ્ટાફના અભાવે કોઈ કામગીરી થઈ શકતી નથી. માત્ર વહીવટી પ્રક્રિયા, હાજરી આપીને દિવસ પ્રસાર થાય છે. મહેકમની વાત કરીએ તો કુલ જીલ્લામાં 22નો સ્ટાફ સમાવેશ છે. જેમાંથી માત્ર 8 જયારે ભરાયેલી છે. 14 જગ્યાઓ ખાલી છે. સ્ટાફ ના હોવાથી તાલીમ કે અન્ય કોઈ કામગીરી થતી નથી.

ગુજરાતમાં મુખ્ય 12 જીલ્લાઓમાં નાગરીક સરક્ષણની કચેરી આવેલી છે.

આવી હાલત માત્ર જામનગરની સીવીલ ડીફેન્સ કચેરીની નહીં, પરંતુ રાજયની મોટાભાગની સીવીલ ડીફેન્સ કચેરીની આવી જ દયનીય હાલત છે. જામનગર, ઓખા, વાડીનાર, ગાંધીધામ, ભુજ, નલીયા, ભાવનગર, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, સુરત સહીતના વિસ્તારોમાં સિવીલ ડીફેન્સની શાખા છે. પરંતુ સ્ટાફના અભાવે શોભાના ગાંઠીયા સમાન બની રહી છે. ત્યારે ગૃહવિભાગ દ્રારા નાગરીકોની મદદ માટે મુકવામાં આવેલી આ શાખાને સરકાર મદદ કરે તો આવી કચેરી ખરા અર્થમાં સક્રિય થાય.

આ પણ વાંચો : કોરોના ગાઇડલાઇન્સના નિયમોમાં વધુ છૂટછાટની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી

આ પણ વાંચો : કચ્છ : રણ ઉત્સવની પુર્ણાહુતિ, ગત વર્ષ કરતા 50,000 વધુ પ્રવાસીઓ આવ્યા, આવક પણ વધી

g clip-path="url(#clip0_868_265)">