13 જૂનના મહત્વના સમાચાર : અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2024 | 11:36 PM

આજે 13 June 2024ને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

13 જૂનના મહત્વના સમાચાર : અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

કુવૈતના અગ્નિકાંડમાં 40 ભારતીયોના મોત થયા છે. 5 મૃતદેહોની ઓળખ થઇ છે. કેરળ અને તમિલનાડુના પરિવારો ખોફ ફેલાયો છે. ભારત સરકારે 2 લાખ સહાય જાહેર કરી છે.  આજથી ભલે સ્કૂલ શરૂ થાય પણ 10 હજાર વિદ્યાર્થીઓ ભણી નહીં શકે. ફાયર NOC-BU પરમિશન મુદ્દે રાજ્યની 211 સ્કૂલ બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે.  રાજકોટમાં આરોગ્યલક્ષી એકમ અને શાળાઓને ખોલવા મનપાએ શરતી મંજૂરી આપી છે. ફાયર NOC રિન્યૂ ન કરી હોય તેવા એકમોને 15 દિવસમાં NOC લેવા હુકમ કરવામાં આવ્યો છે.  ઉત્તર ભારતના રાજ્યોને ગરમીથી રાહત નહીં મળે. ઉત્તર પ્રદેશમાં હીટવેવની આગાહી છે, તો તાપમાનનો પારો દિલ્લીમાં 45 ડિગ્રીને પાર જઇ શકે છે .

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Jun 2024 07:33 PM (IST)

    રાજકોટ-TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસનો ફરાર આરોપી અશોક જાડેજા પોલીસ સમક્ષ થયો હાજર

    રાજકોટ-TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસનો ફરાર આરોપી અશોક જાડેજા પોલીસ સમક્ષ હાજર થયો છે. ટીઆરપી ગેમ ઝોન જે જમીન પર બનાવવામાં આવ્યું છે તે જમીનનો માલિક છે અશોક જાડેજા. ગેમ ઝોનની ફરિયાદ નોંધાયા બાદ અશોક જાડેજા ફરાર હતો. આજે પોલીસ સમક્ષ સામેથી હાજર થતા પોલીસે અશોક જાડેજાની ધરપકડ કરી છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મુદ્દાઓની સાથે સાથે આટલા દિવસ કોની કોની મદદથી ક્યા રોકાયો, કોણે ક્યા સંતાડ્યો હતો તેની પણ તપાસ રાજકોટ પોલીસ કરશે.

  • 13 Jun 2024 06:20 PM (IST)

    નાગપુરની ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટ, 5ના મોત, અનેક ઘાયલ

    નાગપુર શહેરમાં ગુરૂવારે બપોરે એક ગનપાઉડર ફેક્ટરીમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો જેમાં 5 કામદારોના મોતના સમાચાર સામે આવ્યા છે. વિસ્ફોટ અને આગ લાગવાના સમાચાર મળ્યા બાદ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કાર્ય ચાલુ છે.

  • 13 Jun 2024 05:44 PM (IST)

    સૈન્યને અપાયો છુટો દોર, PMએ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર બેઠક યોજી, સુરક્ષા દળોની તૈનાતી પર ચર્ચા કરી

    વડાપ્રધાને જમ્મુ-કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરી છે. PM એ NSA અને અન્ય અધિકારીઓ સાથે જમ્મુ-કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરી છે. તેમને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં પીએમએ આતંકવાદ વિરોધી ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરવાના નિર્દેશ આપ્યા છે.

  • 13 Jun 2024 05:30 PM (IST)

    ભાવનગર વિઠ્ઠલવાડી વિસ્તારમાં ખાનગી ગોળીબાર, એકનુ મોત

    ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પાછળ ખાનગી ગોળીબારની ઘટના બની છે. ખાનગી ગોળીબારમાં એક વ્યક્તિનુ મોત થયું છે જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચીને, ગોળીબારનું સાચુ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.

  • 13 Jun 2024 03:53 PM (IST)

    બનાસના બેન હવે બન્યા ગુજરાતના બેન, પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે ગેનીબેનનું કરાયું ભવ્ય સ્વાગત

    લોકસભાની ચૂંટણીમાં ત્રીજીવાર 26માંથી 26 બેઠક જીતવા માંગતા ભાજપનો વિજય રથ બનાસકાંઠામાં રોકનાર કોંગ્રેસના ગેનીબેનનુ અમદાવાદ સ્થિતિ કોંગ્રેસ કાર્યાલયે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. બનાસની બેન ગેનીબેન ઠાકોર હવે ગુજરાતની બેન બની છે તેમ પોકારીને કોંગ્રેસના કાર્યકરોએ ગેની બેનનું સ્વાગત કર્યું હતું. ગુજરાત કોંગ્રેસનાં સંગઠન પ્રભારી મુકુલ વાસનિક પણ આ સમયે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે હાજર રહ્યાં હતા.

  • 13 Jun 2024 03:48 PM (IST)

    વડોદરામાં MGVCLનો મોટો છબરડો, સ્માર્ટ મીટર લગાવેલ સોસાયટીમાં હજારોનું આવ્યું બીલ

    વડોદરામાં MGVCLનો મોટો છબરડો સામે આવ્યો. સ્માર્ટ મીટર લગાવેલ સોસાયટીના અલગ અલગ મકાનમાં હજારોના બીલ આવ્યા. એક ઘરમાં 54348, બીજાને 37891, અને ત્રીજા ને 26006 નું બિલ ફટકારવામાં આવ્યું. સોસાયટીના એક ગ્રાહકે 5800 નું રિચાર્જ કરાવ્યું તો 54 હજાર માઈનસ બતાવ્યું. તગડું બિલ આવ્યા બાદ સ્માર્ટ મીટરની એપ પણ ઠપ્પ થઈ ગઈ હોવાનો આક્ષેપ કરાયો છે. MGVCL ની ભૂલ ને કારણે અનેક ગ્રાહકો ચિંતામાં મુકાયા છે.

  • 13 Jun 2024 03:07 PM (IST)

    વડોદરા: MGVCLનો મોટો છબરડો સામે આવ્યો

    વડોદરા: MGVCLનો મોટો છબરડો સામે આવ્યો છે. એક જ સોસાયટીના અનેક ઘરોમાં હજારોનું બિલ ફટકાર્યું છે. 26 હજારથી લઇને 55 હજારથી વધુના બિલ ત્રણ ઘરને આવ્યા છે. મસમોટુ બિલ આવ્યા બાદ સ્માર્ટ મીટરની એપ પણ ઠપ્પ થઈ ગઈ છે. MGVCLની ભૂલને કારણે અનેક ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે.

  • 13 Jun 2024 02:32 PM (IST)

    વાવના ધારાસભ્ય પદેથી ગેનીબેન ઠાકોરે આપ્યું રાજીનામું

    વાવના ધારાસભ્ય પદેથી ગેનીબેન ઠાકોરે રાજીનામું આપ્યું છે. સાંસદ બન્યા બાદ ધારાસભ્ય પદેથી તેમણે રાજીનામું આપ્યુ. ગેનીબેને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું છે.

  • 13 Jun 2024 01:54 PM (IST)

    જૂનાગઢ: સાસણ ગિરમાં 16 જૂનથી સિંહોનું પડશે વેકેશન

    જૂનાગઢ: સાસણ ગિરમાં 16 જૂનથી સિંહોનું વેકેશન પડશે. દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહનું વેકેશન હોય છે. સફારીનું મેન્ટેનન્સ કાર્ય અને સિંહનો પ્રજનન કાળ હોવાથી નિર્ણય લેવામાં આવ્યો છે. ગત વર્ષે 8 લાખથી વધુ પ્રવાસીઓએ સાસણ ગિરની મુલાકાત લીધી હતી.

  • 13 Jun 2024 01:03 PM (IST)

    BCA સેમ-4ની પરીક્ષા મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મોટો નિર્ણય

    BCA સેમ-4ની પરીક્ષા અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મોટો નિર્ણય લેવાયો છે. 70 માર્ક્સના પેપરના 45 માર્ક્સ જ ગણવા નિર્ણય લેવામાં આવ્યો છે.  એપ્રિલમાં BCAનું પેપર લીક થયું હોવાના આક્ષેપ થયા હતા. હવે 25 માર્ક્સ પ્રો-રેટ તરીકે આપવા નિર્ણય લેવાયો છે. નિર્ણય સામે કોંગ્રેસ નેતા નિદત બારોટે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યુ- યુનિ.એ પ્રો-રેટ આપીને કબૂલ્યું કે પેપર લીક થયું ? જો પેપર લીક થયું, તો પોલીસ ફરિયાદ કેમ નહીં ? પેપરલીકની ફરિયાદ ન કરીને યુનિ. કોને બચાવવા માગે છે?

  • 13 Jun 2024 12:59 PM (IST)

    અમદાવાદ: જ્વેલર્સની દુકાનમાં 13 લાખથી વધુની છેતરપિંડી

    અમદાવાદ: જ્વેલર્સની દુકાનમાં 13 લાખથી વધુની છેતરપિંડી થઇ છે. જ્વેલર્સની દુકાનમાં માતા-પુત્રએ દાગીનાની ખરીદી કરી રૂપિયા ન ચૂકવી ફરાર થઇ ગયા. બેંકમાં બેલેન્સ ના હોય તેવા એકાઉન્ટના ચેક આપી છેતરપિંડી કરી છે. જ્વેલર્સના મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સેટેલાઈટ પોલીસે ઉષા સોની અને કેતન સોની વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આરોપી મહિલાએ નિવૃત્ત સરકારી કર્મચારી હોવાની ઓળખ આપી હતી.

  • 13 Jun 2024 11:49 AM (IST)

    1563 વિદ્યાર્થીઓએ ફરીથી આપવી પડશે NEETની પરીક્ષા

    NEET UG પરિણામ 2024 કેસમાં દાખલ કરાયેલી 3 અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે પરીક્ષા 23 જૂને ફરીથી લેવામાં આવશે અને પરિણામ 30 જૂને આવશે. તેથી, 6 જુલાઈથી શરૂ થનારી કાઉન્સેલિંગ પર કોઈ અસર થશે નહીં. વાસ્તવમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ગ્રેસ માર્ક્સ આપવામાં આવેલા 1563 ઉમેદવારોના સ્કોરકાર્ડ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રએ કહ્યું હતું કે આ 1563 વિદ્યાર્થીઓને પરીક્ષામાં ફરીથી હાજર થવાનો વિકલ્પ આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ અંગે પોતાનો આદેશ આપ્યો છે.

  • 13 Jun 2024 11:49 AM (IST)

    ડાંગ: આહવાના પિંપરી ગામની શાળાને તાળાબંધી

    ડાંગ: આહવાના પિંપરી ગામની શાળાને તાળાબંધી કરવામાં આવી છે. શૈક્ષણિક સત્રની શરૂઆત થતા જ શાળાને તાળાબંધી કરાઇ છે. તૂટેલા ઓરડાની કામગીરી બાકી હોવાથી વાલીઓ નારાજ છે. અપૂરતા ઓરડા વચ્ચે શિક્ષણ કાર્ય શરૂ થતા વિરોધ કર્યો. તાત્કાલિક ધોરણે ઓરડાની કામગીરી કરવા માગ કરી.

  • 13 Jun 2024 09:57 AM (IST)

    વલસાડઃ જિલ્લાના વાતાવરણમાં સતત ત્રીજા દિવસે પલટો

    વલસાડઃ જિલ્લાના વાતાવરણમાં સતત ત્રીજા દિવસે પલટો આવ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભાગડાવડા, ભાગડાખુદ, કોસંબા, ગુંદલાવ, પારનેરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં અવિરત મેઘ મહેર થઇ રહી છે. વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં વીજ પ્રવાહ ખોરવાયો છે.

  • 13 Jun 2024 08:48 AM (IST)

    ઓડિશાઃ પુરીમાં જગન્નાથ મંદિરના ચારેય કપાટ ખુલ્યા

    જગન્નાથ પુરીના ભક્તોને હવે દર્શન માટે વધુ રાહ જોવી પડશે નહીં કારણ કે કોરોના સમયગાળાથી બંધ ત્રણ કપાટ પણ આજે મુખ્યમંત્રી મોહન ચરણ માઝીની હાજરીમાં ખોલવામાં આવ્યા છે. અત્યાર સુધી ભક્તો જગન્નાથ મંદિરમાં એક જ દ્વારથી પ્રવેશ કરી શકતા હતા. મંદિરના ચારેય દરવાજા ખોલવાનો નિર્ણય સીએમ મોહન ચરણ માઝીએ ઓડિશામાં ભાજપની સરકાર બન્યાની સાથે જ પ્રથમ કેબિનેટ બેઠકમાં લીધો હતો.

  • 13 Jun 2024 08:39 AM (IST)

    વાવના ધારાસભ્ય પદેથી ગેનીબેન ઠાકોર આપશે રાજીનામું

    વાવના ધારાસભ્ય પદેથી ગેનીબેન ઠાકોર રાજીનામું આપશે. સાંસદ બન્યા બાદ ધારાસભ્ય પદેથી ગેનીબેન રાજીનામું આપશે. ગેનીબેન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપશે. બનાસકાંઠાની વાવ બેઠક ખાલી પડતા પેટાચૂંટણી યોજાશે.

  • 13 Jun 2024 07:33 AM (IST)

    ભરૂચના દહેજમાં કસ્ટમ ઇન્સ્પેકટરની ACBએ કરી ધરપકડ

    ભરૂચના દહેજમાં કસ્ટમ ઇન્સ્પેકટરની ACBએ ધરપકડ કરી છે. રૂપિયા 40 હજારની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપયા છે. દહેજ સેજની અંદર માલ સામાનની હેરાફેરી માટેના કાગળો પર સહી સિક્કા કરી આપવા માટે લાંચ માંગી હતી. ભરૂચ ACBએ ધરપકડ કરી છે.

  • 13 Jun 2024 07:32 AM (IST)

    અમદાવાદ: એરપોર્ટ પરથી ફિલિપાઈન્સ મહિલા ડ્રગ્સ સાથે પકડાઇ

    અમદાવાદ: એરપોર્ટ પરથી ફિલિપાઈન્સ મહિલા ડ્રગ્સ સાથે પકડાઇ છે. NCB એ એરપોર્ટ પરથી 2.12 કિલોનું હેરોઇન સાથે પકડી છે. 41 વર્ષીય મહિલા ડ્રગ્સની હેરાફેરી કરી રહી હતી. મહિલા ગુજરાતમાં ડ્રગ્સ પહોંચાડવા આવી હોવાનો ખુલાસો થયો છે. જીનાલિન પડીવાન લીમોન નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મહિલા અગાઉ બે વખત ભારત આવી હોવાનો ખુલાસો થયો છે.
  • 13 Jun 2024 07:30 AM (IST)

    રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

    રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. સ્કૂલો શરૂ થશે પરંતુ 10 હજાર વિદ્યાર્થીઓ નહીં ભણી શકે. TRP ગેમઝોન અગ્નિકાંડના પાપીઓની સજા માસૂમોને મળી છે. ફાયર NOC-BU પરમિશન મુદ્દે રાજ્યની 211 સ્કૂલો સીલ કરવામાં આવી છે.

  • 13 Jun 2024 07:29 AM (IST)

    પંચમહાલઃ ચાની દુકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ બાદ આગ

    પંચમહાલઃ ચાની દુકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ બાદ આગ લાગી છે. આગની ઘટનામાં ત્રણ લોકો દાઝ્યા છે. ત્રણેય ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આગની ચપેટમાં આવેલા 2 વાહનો બળીને ખાખ થઇ ગયા છે. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે.

Published On - Jun 13,2024 7:27 AM

Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">