12 જૂનના મહત્વના સમાચાર : કુવૈત ઈમારતમાં આગ બાદ PM મોદીની તાત્કાલિક કાર્યવાહી, ભારતીયોની મદદ માટે વિદેશ મંત્રીને મોકલ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2024 | 11:44 PM

આજે 12 June 2024ને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

12 જૂનના મહત્વના સમાચાર : કુવૈત ઈમારતમાં આગ બાદ PM મોદીની તાત્કાલિક કાર્યવાહી, ભારતીયોની મદદ માટે વિદેશ મંત્રીને મોકલ્યા

ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી ચોમાસાની વિધિવત એન્ટ્રી થઇ છે. ચાર દિવસ વહેલા ચોમાસાનું આગમન થયુ છે. તો 11 જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  રાજ્યમાં આજથી ભારે વાહનો માટે ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત થયુ છે. ટ્રક, ડેમ્પર, મિક્સર ટ્રેલર સહિતના વાહનો માટે નવો નિયમ અમલમાં આવ્યો છે. PPP ધોરણે 39 ઓટોમેટેડ ટેસ્ટિંગ  કાર્યરત કરાયા છે.  રાજકોટ સંત સંમેલનમાં ધર્મની રક્ષા માટે મોટો નિર્ણય લેવાયો છે. ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ કરવામાં આવી છે.  લોકસભાની આચારસંહિતા પૂર્ણ થતા 57 દિવસ બાદ આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. પ્રિ-મોનસૂન કામગીરી, શાળા પ્રવેશ ઉત્સવ સહિતના મુદ્દાઓ પર  મંથન થશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 12 Jun 2024 07:03 PM (IST)

  અમદાવાદ એરપોર્ટ પર ફિલિપાઈન્સની મહિલા પાસેથી ઝડપાયું 2.12 કિલો હેરોઇન

  નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોએ, અમદાવાદ એરપોર્ટ પરથી ફિલિપાઈન્સની 41 વર્ષીય મહિલા પાસેથી 2.12 કિલો હેરોઈન પકડી પાડ્યું છે. ફિલિપાઈન્સની 41 વર્ષીય મહિલા જીનાલિન પડીવાન લીમોનની એનસીબીએ ધરપકડ કરી છે. સ્કુલ બેગમાં ડ્રગ્સની હેરાફેરી કરતી હોવાનું અને અગાઉ પણ બે વાર ભારત આવી ચૂકી હોવાનું જીનાલિન પડીવાન લીમોને એનસીબીની પ્રાથમિક પુછપરછમાં કબુલ્યું છે.

 • 12 Jun 2024 06:47 PM (IST)

  લાલ કિલ્લા હુમલા કેસના આતંકવાદી અશફાકની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી

  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 24 વર્ષ જૂના લાલ કિલ્લા હુમલાના કેસમાં દોષિત પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ આરિફ ઉર્ફે અશફાકની દયા અરજી ફગાવી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 3 નવેમ્બર, 2022ના રોજ સુપ્રીમ કોર્ટે મોહમ્મદ આરિફની રિવ્યુ પિટિશનને ફગાવી દીધી હતી અને તેને આપવામાં આવેલી ફાંસીની સજાની યથાવત રાખી હતી.

 • 12 Jun 2024 06:34 PM (IST)

  ભરૂચના દહેજ SEZમાં 40 હજારની લાંચ લેનારા કસ્ટમ ઇન્સ્પેકટરની ACBએ કરી ધરપકડ

  ભરૂચના દહેજમાં 40 હજારની લાંચ લેનારા કસ્ટમ ઇન્સ્પેકટરની ACBએ કરી ધરપકડ. દહેજ એસઈઝેડમાં માલ સામાનની હેરાફેરી માટે કસ્ટમ ઇન્સ્પેકટરને રૂપિયા 40 હજારની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ભરૂચ ACBએ કસ્ટમ ઇન્સ્પેકટરની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 • 12 Jun 2024 06:14 PM (IST)

  પેમા ખાંડુ ફરી એકવાર અરુણાચલના મુખ્ય પ્રધાન બનશે, બીજેપી વિધાયક દળની બેઠકમાં લેવાયો નિર્ણય

  પેમા ખાંડુ ફરી એકવાર અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન બનશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યની 60માંથી 46 બેઠકો જીતી છે. પેમા ખાંડુ બિનહરીફ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

 • 12 Jun 2024 05:18 PM (IST)

  ગુજરાત સરકારે એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન સેફટીને લગતા સૂચિત નિયમો તૈયાર કર્યા, નાગરિકો કરી શકશે વાંધા સુચનો

  પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોનની આગ જેવી ઘટના જેવી ઘટનાનું રાજ્યમાં ક્યાંય પણ પુનરાવર્તન ન થાય તે હેતુથી એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોનમાં આવતા નાગરિકોની સલામતી માટે ગૃહ વિભાગ દ્વારા “ધી ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન એકટીવીટીઝ (સેફટી) રૂલ્સ-2024” બનાવવામાં આવ્યા છે. આ સૂચિત નિયમો રાજ્ય સરકારના ગૃહ વિભાગની વેબસાઈટ https://home.gujarat.gov.in/Upload/GAMINGZONE(MODELRULES2024FINALDRAFT%20_11062024.pdf  પર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

  તેમણે વધુમાં કહ્યું હતું કે, આ નિયમો અંગે કોઈપણ નાગરિક પોતાના વાંધા તથા સૂચનો મોકલી શકે છે. જે નાગરિકોએ આ બાબતે વાંધા- સૂચનો હોય તેમને આગામી તા. 25 જૂન, 2024 સુધીમાં ગૃહ વિભાગના મેઈલ આઈડી home@gujarat.gov.in પર મોકલી આપવાના રહેશે. નિયત તારીખ એટલે કે 25 જૂન બાદ મળેલા સૂચનો-વાંધાઓ ધ્યાને લેવાશે નહીં. ગુજરાત પોલીસ અધિનિયમ- 1951ની કલમ- 33 હેઠળ પોલીસ કમિશનર તથા જિલ્લા મેજિસ્ટ્રેટઓને આ અંગે નિયમો બનાવવાની સત્તા છે. તેઓ આ નિયમને આખરી કરશે તે બાદ તેને પ્રસિધ્ધ કરવામાં આવશે તેમ ઋષિકેશ પટેલે ઉમેર્યુ હતુ.

 • 12 Jun 2024 03:59 PM (IST)

  ત્રીજીવાર વડાપ્રધાન બન્યા બાદ, ઈટાલીનો પહેલો વિદેશ પ્રવાસ કરશે મોદી, G7 કોન્ફરન્સમાં ભાગ લેશે

  વિદેશ સચિવે કહ્યું કે વડાપ્રધાન G7 સંમેલનમાં ભાગ લેવા 13 જૂને ઈટાલી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનો આ પહેલો વિદેશ પ્રવાસ હશે. 14મી જૂને વડાપ્રધાન G7 કોન્ફરન્સમાં ભાગ લેશે. જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને આફ્રિકા મુખ્ય મુદ્દા હશે. G7માં રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વની સ્થિતિ પર પણ ચર્ચા થશે.

 • 12 Jun 2024 03:38 PM (IST)

  જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં બન્ને આતંકવાદીઓને કરાયા ઠાર

  જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ગઈકાલે રાતથી ચાલુ રહેલ એન્કાઉન્ટરનો અંત આવ્યો છે. સુરક્ષા દળોએ બંને આતંકીઓને ઠાર માર્યા છે.

 • 12 Jun 2024 02:58 PM (IST)

  સુરત: બે વર્ષનું માસૂમ બાળક સાતમાં માળેથી નીચે પટકાતા મોત

  સુરતના પાલ વિસ્તારથી રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના આવી સામે આવી છે. બે વર્ષનું માસૂમ બાળક સાતમાં માળેથી નીચે પટકાતા મોતને ભેટ્યું. મહિલા ઘરઘાટીનું કામ કરવા શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડિંગમાં આવી હતી. મહિલા ઘરકામ કરતી હતી તે દરમિયાન દુર્ઘટના બની.

 • 12 Jun 2024 02:10 PM (IST)

  ગુજસેલનાં તત્કાલિન કેપ્ટન અજય ચૌહાણ સામે ફરિયાદ

  ગુજસેલનાં તત્કાલિન કેપ્ટન અજય ચૌહાણ સામે ફરિયાદ દાખલ થઇ છે. અપ્રમાણસર મિલકતની ACBમાં  ફરિયાદ નોંધાઇ છે. CMOની મંજૂરી બાદ કેપ્ટન અજય ચૌહાણ સામે ફરિયાદ નોંધાઈ છે. કંપનીના વાઉચર અને બિલમાં સહી કરી ભ્રષ્ટાચાર આચર્યો હતો. ટેન્ડર વગર કરોડોના કામો આપી 72 લાખથી વધુનું કૌભાંડ આચર્યુ હતુ. અલ્પેશ ત્રિપાઠી અને અલ્પેશ પ્રજાપતિ સામે પણ ફરિયાદ દાખલ થઇ છે. ગુજસેલના સિનિયર ચીફ સિક્યુરિટી ઓફિસર અને જનરલ મેનેજર ફરિયાદ કરી હતી.

 • 12 Jun 2024 01:07 PM (IST)

  અરવલ્લી: શામળાજીના મેશ્વો જળાશયમાં છોડાયું પાણી

  અરવલ્લીના શામળાજીમાં આવેલા મેશ્વો જળાશયમાં આખરે, પાણી છોડવામાં આવ્યું. જેને લઇ પશુપાલકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. મેશ્વો જળાશયમાં પાણી છોડાતા ભિલોડા અને મોડાસાના 30થી વધુ ગામોને લાભ મળશે. ઉનાળામાં આ જળાશય કોરૂં પડી ગયું હતું. જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી હતી. ત્યારે, વાદીયોલના સરપંચે જિલ્લા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી હતી. રજૂઆત બાદ મેશ્વો જળાશયમાં નીર આવતા લોકો ખુશ થયા છે.

 • 12 Jun 2024 01:06 PM (IST)

  અમદાવાદ: ગ્રામ્ય વિસ્તારની 600 શાળામાં ફાયરની તપાસ પૂર્ણ

  અમદાવાદ: ગ્રામ્ય વિસ્તારની 600 શાળામાં ફાયરની તપાસ પૂર્ણ થઇ છે. શાળાઓમાં બાંધેલા અનઅધિકૃત શેડ દૂર કરવા બાંહેધરી લેવાઇ છે. 7 શાળાઓમાં શેડ અને એક શાળાની ઓફિસ સીલ કરાઈ છે. શાળામાં પતરાના શેડ વાળા વિસ્તારમાં ન જવા બાંહેધરી લેવાઇ છે. આનંદ વિદ્યા વિહાર, નારાયણ ગુરુ, રઘુવીર સ્કૂલ સહિતની સ્કુલોમાં શેડ સીલ કરાયા છે. સીલ કરાયેલી શાળાઓમાં કાલથી શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવા મંજૂરી અપાઈ છે.

 • 12 Jun 2024 12:40 PM (IST)

  પંચમહાલા પીપળીયા ગામમાં કુવામાં ડૂબી જતાં 3 બાળકીઓના મોત

  પંચમહાલ: સીમલીયા પાસે પીપળીયા ગામના જંગલ વિસ્તારમાં કુવામાં ડૂબી જતાં ત્રણ બાળકીઓના મોત થયા છે. બાળકીઓ જંગલ વિસ્તારમાં બકરા ચરાવવા માટે ગઇ હતી. કૂવામાં પાણી લેવા માટે ઉતરેલી બાળકીનો પગ લપસતા ડૂબી ગઇ. બાળકીઓના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડાયા છે.

 • 12 Jun 2024 12:25 PM (IST)

  આંધ્રપ્રદેશમાં નવી સરકારની થઇ શપથ વિધિ

  આંધ્રપ્રદેશમાં નવી સરકારની શપથ વિધિ યોજાઇ. આંધ્રપ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુએ શપથ લીધા છે. ચોથી વાર આંધ્રપ્રદેશના CM તરીકેના શપથ લીધા. પવન કલ્યાણે પણ ડેપ્યુટી CM તરીકેના શપથ લીધા છે. PM મોદી,અમિત શાહ,વેકૈયા નાયડુ સહિત સમારોહમાં હાજર રહ્યા. રજની કાંત,જેપી નડ્ડા,પવન કલ્યાણ સહિત લોકો હાજર રહ્યા.

 • 12 Jun 2024 11:42 AM (IST)

  વલસાડ જિલ્લા સહીત સંઘ પ્રદેશ દમણમાં વરસાદી માહોલ

  વલસાડ જિલ્લા સહીત સંઘ પ્રદેશ દમણમાં વરસાદી માહોલ છવાયો છે. ઉમરગામ સહીત આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. જેને પગલે રસ્તાઓ પર ભરાયા પાણી છે. બીજી તરફ દમણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વિધિવત રીતે ચોમાસું મહારાષ્ટ્ર બાદ આગળ વધ્યું છે. વલસાડ અને સંઘ પ્રદેશમાં વરસાદી માહોલ છે. અસહ્ય ગરમીથી લોકોને ઠંડક મળી રહી છે.

 • 12 Jun 2024 11:06 AM (IST)

  કચ્છના નલિયામાં જખૌ મરીન પોલીસને ચરસના 9 પેકેટો મળી આવ્યા

  કચ્છઃ બિનવારસી ડ્રગ્સના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. નલિયામાં જખૌ મરીન પોલીસને ચરસના 9 પેકેટો મળી આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ચરસની કિંમત 4.80 કરોડ છે. સિંધોડી અને સૈયદ સુલેમાન પીર વચ્ચેના વિસ્તારમાંથી  ચરસ મળ્યુ છે. અલગ અલગ વિસ્તારમાંથી બે દિવસમાં 19 પેકેટ મળ્યા છે.

 • 12 Jun 2024 11:05 AM (IST)

  મોરબી: મચ્છુ નદીના પટમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા દીવાલ ઉભી કરતા વિવાદ

  મોરબી: મચ્છુ નદીના પટમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા દીવાલ ઉભી કરતા વિવાદ થયો છે. નદીના પટમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવતું હોવાનું તંત્રના ધ્યાનમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા એક તપાસ સમિતિ બનાવી રિપોર્ટ મંગાવ્યો છે. મોરબી પ્રાંત અધિકારી, કાર્યપાલક ઈજનેર, ટાઉન પ્લાનિંગ ઓફિસરનો તપાસ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મોરબી નપાએ જરૂરી આધાર પુરાવા રજૂ કરવા નોટિસ પાઠવી છે.

 • 12 Jun 2024 11:04 AM (IST)

  બનાસકાંઠા: છાપી નજીક 3 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત

  બનાસકાંઠા: છાપી નજીક ત્રણ વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત થયા છે. પાલનપુર-અમદાવાદ હાઈવે પર 2 ટ્રક અને 1 કાર પર  અકસ્માત થયો હતો. મૃતકોના મૃતદેહને છાપી રેફરલમાં ખસેડાયા છે. અકસ્માતને પગલે છાપી પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી છે.

 • 12 Jun 2024 08:45 AM (IST)

  ચોમાસાને લઇને હવામાન વિભાગની આગાહી

  રાજ્યમાં મેઘરાજાનું 4 દિવસ વહેલું આગમન થયુ છે. દક્ષિણ ગુજરાતથી ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ચોમાસાને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે કે 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. 9 જિલ્લામાં હળવા અને મધ્યમ વરસાદની આગાહી છે. સિઝનમાં 38 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી છે. 9 દિવસ ભારે, 17 દિવસ મધ્યમ અને 12 દિવસ હળવો પડશે.

 • 12 Jun 2024 08:42 AM (IST)

  ઉત્તરપ્રદેશ : મલ્લાવાન-ઉન્નાવ રોડ પર ટ્રક પલટી, 8ના મોત

  ઉત્તરપ્રદેશના મલ્લાવાન-ઉન્નાવ રોડ પર રેતી ભરેલી ટ્રકે પલટી મારતા મોટી દુર્ઘટના સર્જાઇ છે. અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 8 લોકોના મોત નિપજ્યા છે.. મૃતકોમાં દંપતી, તેમની ચાર પુત્રીઓ, જમાઈ અને પૌત્રીનો સમાવેશ થાય છે. રેતી ભરેલી ટ્રક રોડની સાઈડમાં આવેલી ઝૂંપડી પર પલટી જતા દુર્ઘટના સર્જાઇ હતી. ઘટના બાદ પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

 • 12 Jun 2024 07:57 AM (IST)

  પાલનપુરના કોટ વિસ્તારમાં કોલેરાએ લીધો વધુ એકનો ભોગ

  બનાસકાંઠાઃ પાલનપુરના કોટ વિસ્તારમાં કોલેરાએ લીધો વધુ એકનો ભોગ લેવાયો છે. નવા મોત સાથે કોલેરાથી અત્યાર સુધી કુલ 4 દર્દીઓના મોત થયા છે. કોટ વિસ્તારમાં કોલેરાના વધુ 2 નવા દર્દીઓ  સામે આવ્યા છે. કોલેરાને નિયંત્રીત કરવા આરોગ્ય વિભાગની 25 અને પાલિકાની 10 ટીમો કાર્યરત છે. આરોગ્ય વિભાગના સર્વેમાં 236 દર્દીઓને કોલેરાની અસરનો ખુલાસો થયો છે. રોગચાળો વકરતા શહેરમાં ખાણી-પીણીની લારીઓ બંધ કરાઇ છે.

 • 12 Jun 2024 07:32 AM (IST)

  મોરબીઃ વાંકાનેરના તરકીયા ગામે SOGના દરોડા

  મોરબીઃ વાંકાનેરના તરકીયા ગામે SOGના દરોડા પાડવામાં આવ્યા. ગેરકાયદે વિસ્ફોટકના જથ્થા સાથે 4 આરોપી ઝડપાયા છે. આરોપી સરકારી જમીન પર ખનીજ ચોરીની તૈયારી કરતા હતા. SOGએ દરોડા પાડીને 418 જીલેટીન સ્ટીક ઝડપી છે. આશરે 1162 કિલોથી વધુનો વિસ્ફોટકનો જથ્થો ઝડપાયો છે. વિસ્ફોટક અને ઇલેકટ્રોનિક ડિટોનેટર સહિત કુલ 1.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં વધુ 2 આરોપીના નામ સામે આવતા કુલ સામે 6 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

 • 12 Jun 2024 07:30 AM (IST)

  અમદાવાદઃ લાંચીયાઓ વિરુદ્ધ ACBની કાર્યવાહી

  અમદાવાદઃ લાંચીયાઓ વિરુદ્ધ ACBએ કાર્યવાહી કરી છે. SGST અધિકારીના નામે લાંચ માગવાના કેસમાં ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. લાંબા સમયથી ફરાર સાપ્તાહિકના તંત્રી કિરણસિંહ ચંપાવતની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીના નામે લાંચ લેનાર કિરણસિંહ ચંપાવતની ACBએ ધરપકડ કરી છે. 30 માર્ચે કિરણસિંહનો સાગરિત 2 લાખની લાંચ લેતા ઝડપાયો હતો.

 • 12 Jun 2024 07:29 AM (IST)

  ગાંધીનગરઃ આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે

  ગાંધીનગરઃ આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. 57 દિવસ બાદ આજે કેબિનેટની બેઠક મળશે. લોકસભાની આચારસંહિતા પૂર્ણ થયા બાદ પ્રથમ કેબિનેટ બેઠક છે. નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર PM બનતા બેઠકમાં આભાર પ્રસ્તાવ રજૂ થશે. પ્રિ-મોનસૂન કામગીરી, શાળા પ્રવેશ ઉત્સવ સહિતના મુદ્દાઓ પર મંથન થશે. કેબિનેટ બેઠકમાં યોગ દિવસની ઉજવણી મુદે ચર્ચા થશે. કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુક્સાનની સહાય મુદ્દે ચર્ચા થઈ શકે છે.

Published On - Jun 12,2024 7:27 AM

Follow Us:
રોંગ સાઈડ રાજુઓ ચેતજો, નહીં તો પોલીસ હવે વાહન જપ્તી સાથે કરશે ધરપકડ
રોંગ સાઈડ રાજુઓ ચેતજો, નહીં તો પોલીસ હવે વાહન જપ્તી સાથે કરશે ધરપકડ
ગધેડાને માન આપવું પડે એવો સમય આવ્યો, ગદર્ભ કરાવી રહ્યા છે લાખોની કમાણી
ગધેડાને માન આપવું પડે એવો સમય આવ્યો, ગદર્ભ કરાવી રહ્યા છે લાખોની કમાણી
રાજ્યમાં આવતીકાલથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં આવતીકાલથી અતિભારે વરસાદની આગાહી
જ્યાંથી જીવાત નીકળી તેમને નોટિસ ફટકારાશે, ફૂડ કમિશનરનું નિવેદન, જુઓ
જ્યાંથી જીવાત નીકળી તેમને નોટિસ ફટકારાશે, ફૂડ કમિશનરનું નિવેદન, જુઓ
જવાહર ચાવડાનો થયો મોહભંગ, સોશિયલ મીડિયામાંથી હટાવ્યુ ભાજપનું ચિહ્ન
જવાહર ચાવડાનો થયો મોહભંગ, સોશિયલ મીડિયામાંથી હટાવ્યુ ભાજપનું ચિહ્ન
પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ ઉમટી, જુઓ
પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ ઉમટી, જુઓ
વિદેશી પાર્સલ માંથી ઝડપાયુ 3.50 કરોડનું લિક્વિડ ડ્રગ્સ
વિદેશી પાર્સલ માંથી ઝડપાયુ 3.50 કરોડનું લિક્વિડ ડ્રગ્સ
NEETમાં ગેરરીતિ સામે હવે ABVPએ સરકાર સામે માંડ્યો મોરચો- VIDEO
NEETમાં ગેરરીતિ સામે હવે ABVPએ સરકાર સામે માંડ્યો મોરચો- VIDEO
જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીનો જળાભિષેક, જુઓ-Video
જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીનો જળાભિષેક, જુઓ-Video
આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું
આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું
g clip-path="url(#clip0_868_265)">