Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર

જાણો, ગુજરાતમાં ક્યા ઝડપાયા નકલી GID જવાન, ક્યા શહેરમાં કોરોના નિયમોના ઉડ્યા ધજાગરા, ક્યારથી RTO ટેસ્ટ ટ્રેકના સમયમાં થશે વધારો, રાજ્યમાં ક્યા ઝડપાયું મ્યુકરમાઈકોસિસની દવાનું કૌંભાડ, તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં.

Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર
Gujarat Brief News
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 1:32 PM

1. ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં,મામેરાના યજમાનો મામેરું લઈને પહોંચ્યા મંદિરે

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને લઈ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આજે જમાલપુર મંદિર ખાતે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનું નિજ મંદિરનું મામેરુ પાથરવામાં આવ્યું છે. આ વર્ષે ભગવાન જગન્નાથ અલગ અલગ પરંપરાગત વેશમાં જોવા મળશે. નેત્રોત્સવ, રથયાત્રા, મામેરાના યજમાનો વાજતે ગાજતે ભગવાનનું મામેરું લઈને મંદિરમાં પહોંચ્યા હતા.

2. બાર જૂલાઈથી ચાર મહાનગરોમાં RTO ટેસ્ટ ટ્રેકનો સમય વધારાશે

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સુરત સહિત રાજ્યના ચાર મહાનગરોમાં આગામી સોમવારથી ટેસ્ટ ટ્રેકનો સમય સવારે 6:00 થી રાત્રે 10:00 સુધીનો રહેશે. સુરત આરટીઓમાં આ માટે બાકી રહી ગયેલી કામગીરી શનિવાર સુધી પુરી કરવા માટે સૂચના આપવામાં આવી છે. સુરત સહિત રાજ્યના ચાર મહાનગરોમાં લાયસન્સ માટેના વેઇટિંગ પિરિયડ બે મહિના સુધી ચાલી રહ્યા છે. ત્યારે કોરોનાની સ્થિતિ સામાન્ય થતા આ RTO ટેસ્ટ ટ્રેકનો સમય વધારવામાં આવશે.

3. મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે વપરાતી દવાના કૌભાંડનો પર્દાફાશ

મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે વપરાતી દવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. બનાવટી દવાના ઉત્પાદન અને વેચાણના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરત અને અમદાવાદ શહેર ખાતે વેચાણ કરતી કંપનીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને 50.16 લાખની કિંમતની બનાવટી દવાઓ જપ્ત કરી છે.

4. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષા આજથી શરૂ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષા આજથી શરૂ થઈ છે. અલગ અલગ 64 જેટલા કોર્સની ઓફલાઇન પરીક્ષાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના 6 જિલ્લાના 128 કેન્દ્રો પર ઓફલાઇન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

5. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ટેબ્લેટથી વંચિત, વિધાર્થીઓના ન્યાય માટે  યુવા સંઘર્ષ સમિતિએ કર્યા ધરણા

રાજ્યની યુનિવર્સિટીઓ દ્વારા 1,000 રૂપિયા લઈને વિધાર્થીઓને બે વર્ષથી ટેબ્લેટથી વંચિત રાખવામાં આવ્યા છે. ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે.

6. દર્શના જરદોષ ટેક્સટાઈલના નવા પ્રધાન બનતા, સુરતના કાપડ ઉધોગના વેપારીઓને વર્ષો જૂના પ્રશ્નો ઉકેલાવાની આશા

મોદી મંત્રીમંડળમાં બુધવારે કેબિનેટમાં ફેરફાર અને વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં ટેકસટાઇલ મિનિસ્ટ્રીની જવાબદારી પિયુષ ગોયલ અને દર્શના જરદોશને સોંપવામાં આવી છે. દર્શના જરદોષ ટેક્સટાઈલના નવા પ્રધાન બનતા સુરતના કાપડ ઉધોગના વેપારીઓને વર્ષો જૂના પ્રશ્નો ઉકેલાવાની આશા બંધાઈ છે.

7. નર્મદાના સરદાર સરોવર ડેમ પાસે અનુભવાયો ભૂકંપનો આંચકો

નર્મદાના સરદાર સરોવર ડેમ પાસે 1.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ સરદાર સરોવર ડેમથી 50 કિમી દૂર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

8. રાજકોટમાં કોરોના નિયમોને નેવે મુકીને યુવા ભાજપના પ્રદેશ પ્રમુખનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

રાજકોટમાં કોરોના નિયમોને નેવે મુકીને યુવા ભાજપના પ્રદેશ પ્રમુખનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. ઢોલ નગરા સાથે યોજાયેલા આ સ્વાગત કાર્યક્રમમાં સોશિયલ ડિસટન્સના ધજાગરા ઉડ્યા હતા. મહત્વનું છે કે, યુવા ભાજપ પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ માટે ભાજપ દ્વારા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

9. કેન્દ્ર સરકારે રચેલા નવા સહકારિતા મંત્રાલયને લઇને દિલીપ સંઘાણીએ આપી પ્રતિક્રિયા

કેન્દ્ર સરકારે રચેલા નવા સહકારિતા મંત્રાલયને લઇને અમરેલી સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ પ્રતિક્રિયા આપી છે. દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, સહકાર મંત્રાલય બનવાને કારણે ખૂબ જ ફાયદો થશે. સરકારના મોટા નિર્ણયથી સહકારી ક્ષેત્રે અમૂલ, ઇફ્કો, નાફેડ ક્ષેત્રે ખુબ મોટો ફાયદો થશે.

10. અમદાવાદના અસલાલીમાંથી સાત નકલી GID જવાન ઝડપાયા

અમદાવાદના અસલાલીમાંથી નકલી GID જવાન પકડાયા છે. નકલી આઈકાર્ડ પહેરીને 7 શખ્સો GID જવાન તરીકે ફરજ બજાવતા હતા અને અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : Patan : પૈસા આપવા છતાં 2 વર્ષથી ટેબ્લેટથી વંચિત, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિના ધરણા

આ પણ વાંચો : Surat : કોરોનાની સ્થિતિ સામાન્ય થતા સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ પૂર્વ RTOમાં ટેસ્ટ ટ્રેકનો સમય 12 જૂલાઈથી વધારાશે

Latest News Updates

કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
g clip-path="url(#clip0_868_265)">