Surat : કોરોનાની સ્થિતિ સામાન્ય થતા સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ પૂર્વ RTOમાં ટેસ્ટ ટ્રેકનો સમય 12 જૂલાઈથી વધારાશે

સુરતમાં (Surat) કોરોના મહામારીને કારણે લર્નિગ લાયસન્સની (Learning license) કામગીરી અટકાવી દેવામાં આવી હતી . ત્યારે ચાર મહાનગરમાં સોમવારથી ટેસ્ટ ટ્રેકનો સમય સવારે 6:00 થી રાત્રે 10:00 સુધીનો રહેશે.

Surat : કોરોનાની સ્થિતિ સામાન્ય થતા સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ પૂર્વ RTOમાં ટેસ્ટ ટ્રેકનો સમય 12 જૂલાઈથી વધારાશે
આરટીઓ ટેસ્ટ ટ્રેકના સમયમાં થશે વધારો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 08, 2021 | 7:56 AM

સુરત સહિત રાજ્યના ચાર મહાનગરોમાં આગામી સોમવારથી ટેસ્ટ ટ્રેકનો સમય સવારે 6:00 થી રાત્રે 10:00 સુધીનો રહેશે. સુરત આરટીઓમાં આ માટે બાકી રહી ગયેલી કામગીરી શનિવાર સુધી આટોપી લેવા માટે સૂચના આપવામાં આવી છે.

સુરત સહિત રાજ્યના ચાર મહાનગરોમાં લાયસન્સ માટેના વેઇટિંગ પિરિયડ બે મહિના સુધી ચાલી રહ્યા છે. વાહનચાલકો એકવાર ટેસ્ટ ટ્રેકમાં નાપાસ થાય તેઓને જલ્દી તક પણ નથી મળી રહી. જેના કારણે તેઓના લર્નિંગ લાયસન્સની મર્યાદા પણ પુરી થઈ જાય છે. જેથી શહેરીજનો નિરાશ થઇ જાય છે.

આ માટેની ફરિયાદ ઉચ્ચ અધિકારીઓ સુધી કરવામાં આવી હતી. જેથી અધિકારીઓ દ્વારા સમય બદલવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા બહાર પાડવામાં પરિપત્ર પ્રમાણે સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ પૂર્વ વિસ્તારના આરટીઓ ટેસ્ટ ટ્રેકનો સમય સવારે છ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી માટેનો રાખવામાં આવ્યો છે. જે માટે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

પણ આરટીઓમાં હાલ ટેસ્ટ ટ્રેકમાં મેઇન્ટેનન્સ ની કામગીરી ચાલી રહી છે. જેને આગામી શનિવાર સુધી તૈયાર કરી નવા સમયનો અમલ શરૂ કરવામાં આવશે. જેમાં સવારે 6થી પ્રવેશ પ્રક્રિયા જ્યારે રાત્રે નવ વાગ્યાના વીસ મિનિટ સુધી માં પ્રવેશ આપવામાં આવશે. આરટીઓના આ નવા સમયથી શહેરીજનોની સુવિધા મળવાની સાથે આરટીઓના ટેસ્ટ ટ્રેકનું લાંબુ વેઇટિંગ પણ ઓછું થશે તેવી શક્યતા છે.

અત્યારસુધી કોરોનાના કારણે આરટીઓની કામગીરી પર બ્રેક લાગી હતી. જેના લીધે શહેરીજનોનાં લાયસન્સ સહિતની કામગીરી ખોરંભે પડી હતી. ખાસ કરીને લર્નિંગ લાયસન્સના કામો પણ ભારે અટવાયા હતા. કચેરી શરૂ થયા બાદ આ ભારણ ખૂબ વધી ગયું હતું.

પરંતુ હવે ટેસ્ટ ટ્રેકના સમયમાં સીધો જ ચાર થી પાંચ કલાકનો વધારો કરાતા આરટીઓની લાયસન્સની કામગીરીનું ભારણ ઓછું થશે. એટલું જ નહીં લાયસન્સ માટે શહેરીજનોને જે ધરમ ધક્કા ખાવા પડી રહ્યા હતા. તેમાં પણ હવે મોટી રાહત થશે.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">