Patan : પૈસા આપવા છતાં 2 વર્ષથી ટેબ્લેટથી વંચિત, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિના ધરણા

રાજ્યની યુનિવર્સિટીઓ 1 હજાર રૂપિયા લઈને વિધાર્થીઓને 2 વર્ષથી ટેબ્લેટથી વંચિત રાખવામાં આવ્યા છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે.

Patan : પૈસા આપવા છતાં 2 વર્ષથી ટેબ્લેટથી વંચિત, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિના ધરણા
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
Follow Us:
Kuldeep Parmar
| Edited By: | Updated on: Jul 08, 2021 | 12:49 PM

રાજ્યની યુનિવર્સિટી સહિત પાટણની (Patan) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (Hemchandracharya North Gujarat University) દ્વારા વિદ્યાર્થીઓની ફી સાથે ટેબ્લેટ માટે 1,000 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. જે રૂપિયા ઉઘરાવ્યા બે વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો છે. પરંતુ હજુ સુધી વિદ્યાર્થીઓ ટેબ્લેટથી વંચિત છે. ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા ગુરુવારે યુનિવર્સિટીના પ્રાંગણમાં ધરણા કરવામાં આવ્યા છે.

રાજ્યની યુનિવર્સિટીમાં આશરે 12 લાખ વિદ્યાર્થીઓએ ચૂકવ્યા છે એક હજાર ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં અંદાજિત 12 લાખ જેટલા વિદ્યાર્થીઓ પાસેથી ટેબ્લેટ પેટે 1,000 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. જે બાબતને બે વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો હોવા છતાં હજુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ટેબ્લેટની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના સંચાલકો પાસે ટેબ્લેટની માગ કરી રહ્યા હતા.

પરંતુ તેમ છતાં રાજ્યની યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓની આ તકલીફને ગંભીરતાથી લેવામાં આવતી ન હતી. જેના કારણે હવે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં ધરણા શરૂ કર્યા છે. જ્યાં સુધી ટેબ્લેટ મામલે યોગ્ય પ્રત્યુત્તર નહીં મળે ત્યાં સુધી ધરણા કરવાનો કાર્યક્રમ રાખવાનું આહ્વાન છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

છાત્ર યુવા સંઘર્ષ સમિતિ વિદ્યાર્થીઓના હિત માટે ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત આપશે આ અંગે છાત્ર યુવા સંઘર્ષ સમિતિના પ્રદેશ પ્રમુખ હર્ષિલ રોહિતે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને ટેબ્લેટ માટે ભરેલા નાણાં બે વર્ષથી રાજ્યની યુનિવર્સીટીએ વાપરી રહી છે. કોરોના મહામારી જેવી કપરી પરિસ્થિતિમાં જ્યારે સરકાર ઓનલાઇન શિક્ષણ પર ભાર મૂકી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓને ટેબ્લેટ ખૂબ મદદરૂપ થઈ શકે છે.

આવા કપરા કાળમાં જે વિદ્યાર્થીઓએ ટેબ્લેટ લેવા માટે એક હજાર રૂપિયા યુનિવર્સિટીઓમાં જમા કરાવ્યા છે. તેમને ટેબ્લેટ મળે તે માટે અમારી માગ છે. જ્યાં સુધી માગ નહીં સંતોષાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">