9 ઓગષ્ટના મહત્વના સમાચાર : સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, 65 ટકા ભરાયો ડેમ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2024 | 9:08 PM

Gujarat Live Updates : આજે 9 ઓગષ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

9 ઓગષ્ટના મહત્વના સમાચાર : સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, 65 ટકા ભરાયો ડેમ

ઓલિમ્પિકમાં ભારતને નામ પાંચ પદક થયા છે. ભારતીય હોકી ટીમે સ્પેનને બે એકથી હરાવી કાંસ્ય પદક પોતાને નામ કર્યો છે. તો જેવલીન થ્રોમાં નીરજ ચોપરાએ સિલ્વર મેડલ કબ્જે કર્યો છે.  સી.એ.એસમાં વિનેશ ફોગાટની અરજી પર આજે સૂનાવણી હાથ ધરાશે. પોતાની વાત રાખવા ભારત સરકાર પાસે વરિષ્ઠ વકીલની નિમણૂંકની માગ કરવામાં આવી છે. દિલ્લી લીકર પોલિસી કેસમાં CM કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી 20મી ઓગસ્ટ સુધી લંબાવાઈ છે.  રખડતા ઢોર, દબાણ મુદ્દે હાઈકોર્ટની સરકારને ફટકાર લાગી છે. હાઇકોર્ટે કહ્યુ માત્ર ખાતરી નહીં પરંતુ કામ પણ કરો. સરકારને અધિકારીઓને બચાવવાનો પ્રયાસ ન કરવા ટકોર કરી. રાજકોટના લોકમેળામાં આ વખતે નહીં હોય રાઈડ્સ. SOPમાં ફેરફાર ન કરતા યાંત્રિક રાઈડ્સ ધારકોએ હરાજીમાં  ભાગ જ ન લીધો. ભાજપના તિરંગા યાત્રા અભિયાનની શરૂઆત થઇ છે. CMએ નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો છે. તો આજે મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત થશે. યાત્રા સામે યાત્રા !

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Aug 2024 08:39 PM (IST)

    પાટણમાં ફાયર NOC ન હોય તેવી ઇમારતોને સીલ કરાશે

    પાટણમાં ફાયર NOC ન હોય તેવી ઇમારતો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ, ફાયર વિભાગ અને પાલિકાના અધિકારીઓની બનેલી ટીમ દ્વારા, પાટણ શહેરમાં ફાયર NOC વગરની ઇમારતો સીલ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. પાટણની કુલ 44 ઈમરતોને સીલ મારવામાં આવશે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ, ફાયર NOC માટે નગરપાલિકાના ફાયર વિભાગે ફાયર એનઓસી વિનાની ઈમારતોના સંચાલકોને નોટીસ ફટકારી હતી.

  • 09 Aug 2024 08:36 PM (IST)

    દાહોદના છાપરી ખાતે વૃક્ષ ધરાશાયી થતા યુવકનુ મોત

    દાહોદના છાપરી ખાતે વૃક્ષ ધરાશાયી થતા યુવકનુ મોત થયું છે. દાહોદના છાપરી ગામે બાઈકસવાર યુવાન પર વૃક્ષ ધરાશાયી થયુ હતું. વૃક્ષ નીચે દબાઈ જવાને કારણે, યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે.

  • 09 Aug 2024 08:33 PM (IST)

    સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, 65 ટકા ભરાયો ડેમ

    સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં  વધારો થવા પામ્યો છે. નર્મદા ડેમની જળસપાટી સિઝનમાં પ્રથમવાર 130 મીટરને પાર થઈ છે. નર્મદા ડેમની જળસપાટી, હાલમાં મહત્તમ સપાટીથી માત્ર 8 મીટર ઓછી છે. ઉપરવાસમાંથી ડેમમાં 3,03,267 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે નર્મદા ડેમમાંથી પાણીની જાવક 33,078 ક્યુસેક થઈ રહી છે, નર્મદા ડેમમાં સંગ્રહાયેલ પાણીની સપાટી 130.81 મીટરે પહોંચી છે. માત્ર  બે કલાકના સમયગાળામાં જ જળસપાટીમાં 40 સેન્ટિમીટરનો વધારો નોંધાયો છે. નર્મદા ડેમ માં 2505.04 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. નર્મદા ડેમ 65 ટકા ભરાયો

  • 09 Aug 2024 08:27 PM (IST)

    મહેસાણા જિલ્લાનો વધુ એક બ્રિજ થયો જર્જરિત

    મહેસાણા જિલ્લાનો વધુ એક બ્રિજ જર્જરિત થયો છે. કડીથી દેત્રોજ રોડ પર નર્મદા કેનાલ પરનો બ્રિજ જર્જરિત થયો છે. તંત્રએ અગમચેતીના ભાગરૂપે ભારે વાહનોને ડાયવર્ઝન આપ્યું છે. 2005 ની સાલમાં કડીથી કચ્છ તરફ જતી મુખ્ય નર્મદા કેનાલ ઉપર બન્યો હતો બ્રિજ, ભારે વાહનોને પાંચ કિલોમીટરનું ડાયવર્ઝન અપાયું છે.

  • 09 Aug 2024 07:58 PM (IST)

    કોન્સ્ટેબલની હત્યા-એટ્રોસિટીના કેસના સાક્ષીને ફરી જવા બે લાખની ઓફર, ચાર સામે નોંધાયો ગુનો 

    અમદાવાદના શાહીબાગ વિસ્તારમા 2020માં પોલીસ કોન્સ્ટેબલની હત્યા થઈ હતી, હત્યા અને એટ્રોસિટીના કેસમાં નજરે જોનારા સાક્ષીને ચાર લોકોઓ રૂપિયાની ઓફર કરી હતી. નજરે જોનારા સાક્ષીને રૂપિયા 2 લાખની ઓફર કરનારા ચાર વ્યક્તિઓ સામે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. જો કે રૂપિયા 2 લાખની ઓફર સામે 50 હજાર ચૂકવાયા અંગેનો વીડિયો સામે આવતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ACP ભરત પટેલ જાતે ફરિયાદી બન્યા છે. કોર્ટમાં કેસની ટ્રાયલ ચાલુ હોઈ અને ગુનાને નજરે જોનાર સાક્ષીને બે લાખ આપી ફરી જવાનું કહીને પુરાવાને તોડવાની કોશિશ કરી હતી.

  • 09 Aug 2024 07:38 PM (IST)

    તિહાર જેલમાંથી મુક્ત થયા મનીષ સિસોદિયા

    દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ તેમને લેવા તિહાર જેલ પહોંચ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ સિસોદિયાએ ત્યાં હાજર પાર્ટી સમર્થકોનું અભિવાદન કર્યું હતું.

  • 09 Aug 2024 07:26 PM (IST)

    સુરતની લાજપોર જેલમાં મૃત્યુ પામેલા કેદીનો મૃતદેહ લઈ જવા પરિવારજનોનો ઈન્કાર

    લાજપોર જેલના પોલીસકર્મીઓ દ્વારા માર મારતા કેદીનું મોત થયાનો આરોપ મૃતકના પરિવારજનોએ લગાવ્યો હતો. 25 વર્ષના મહેશભાઈ વાળાનું લાજપોર જેલમાં મોત થયું હતું. ઉલટી થતાં મોત થયું હોવાનું જેલ સત્તાધીશોએ જણાવ્યું હતું. તપાસ માટે લઇ ગયેલા લાજપોર જેલના પોલીસકર્મી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા પરિવારજનોએ માંગણી કરી હતી. જ્યા સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

  • 09 Aug 2024 06:40 PM (IST)

    ગોધરાના ગોલ્લાવ પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 3ના મોત

    ગોલ્લાવ – સીમલીયા રોડ પર અકસ્માતમાં 3 ના મોત, 2 ને ગંભીર ઇજા પહોચી છે. ગોધરાના ગોલ્લાવ પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 3ના મોત થયા છે. જ્યારે 2ને ગંભીર ઈજા પહોંચી હતી.  ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ હતી. પરંતુ સઘન સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

  • 09 Aug 2024 04:27 PM (IST)

    ભાજપના સાંસદ રામ મોકરિયાની કુરિયર કંપનીની ઓફિસને ફાયર વિભાગે ફટકારી નોટીસ

    રાજકોટ મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગે, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની કુરિયર કંપનીની ઓફિસ જે ઈમારતમાં આવેલ છે તેને નોટીસ ફટકારી છે. ફાયર સેફ્ટીને લઈને ફાયર બ્રિગેડે નોટીસ પાઠવી છે. ગત મહિને આગ લાગી હતી. નિયમ પ્રમાણે ફાયર સેફ્ટીના સાધનોનું ફિટીંગ કરાવવા માટે રાજકોટ ફાયર બ્રિગેડે નોટીસ ફટકારી છે.

  • 09 Aug 2024 04:20 PM (IST)

    સુરતના કામરેજમાંથી ઝડપાઈ નકલી ચલણી નોટ, YouTube માં જોઈને છાપતો હતો નોટ

    સુરતના કામરેજમાંથી પોલીસે નકલી ચલણી નોટ સાથે એક વ્યક્તિને ઝડપી પાડી છે. 500ના દરની 68 નોટો, 200ના દરની 114 નોટો અને 100 ના દરની 32 નોટો જપ્ત કરી છે. ઝડપાયેલ ઇસમ પોતાના ઘરે જ નકલી ચલણી નોટો છાપતો હતો અને જાતે બજારમાં વટાવી દેતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, YouTube માં જોઈને બનાવટી ચલણી નોટો છાપવાનું શીખ્યો હતો. પ્રિન્ટર, કાગળો સહિતની સાધન સામગ્રી પોલીસે જપ્ત કરી છે.

  • 09 Aug 2024 03:34 PM (IST)

    અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસ્યો વરસાદ

    અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આજે બપોરના સમયે વરસાદ વરસ્યો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વસ્ત્રાપુર, સેટેલાઇટ, બોડકદેવ, જોધપુર, ગુરુકુલ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.

  • 09 Aug 2024 02:34 PM (IST)

    ડ્રગ્સના દૂષણ મુદ્દે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન

    ડ્રગ્સના દૂષણ મુદ્દે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યુ છે. રાજ્ય સરકારે ડ્રગ્સ સામે અભિયાન જ નહીં, જંગ છેડી છે. ગુજરાતમાંથી ડ્રગ્સના દૂષણને ઉગતું જ ડામી દેવા જંગ ચાલી છે. એક અઠવાડિયામાં પોલીસે 836 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો છે. 836 કરોડથી વધુ કિંમતનો ચરસ, ગાંજો, ટ્રામાડોલ, લિક્વિડ સીઝ કરાયા છે. અન્ય દેશોથી દરિયાઇ માર્ગે ઘૂસતા ડ્રગ્સને પકડવા ગુજરાત પોલીસ એક્ટિવ છે. યુવાનોને આ ચુંગાલથી દૂર રાખવાની લડાઇમાં સહયોગ આપવા અપીલ કરી છે. સંતો-મહંતો, નેતા, અભિનેતા, ઇન્ફ્લુએન્સર સહિત નાગરિકોને અપીલ કરી છે.

  • 09 Aug 2024 02:26 PM (IST)

    બિસ્માર રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

    બિસ્માર રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યુ છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારી સામે હાઈકોર્ટેની સખત નારાજગી જોવા મળી રહી છે. હાઇકોર્ટે કહ્યુ ભારે વાહનો પસાર થાય છે તે સ્ટેટ હાઈવે બિસ્માર હોય તે ચિંતાજનક છે. લુણાવાડા માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને કોર્ટે નોટિસ ફટકારી છે. હાઇકોર્ટે કહ્યુ અધિકારીઓના આવા વલણને ક્યારેય ચલાવી લેવાશે નહીં.

  • 09 Aug 2024 01:37 PM (IST)

    SC ST અનામત મુદ્દે સાંસદોએ PM મોદી સાથે કરી મુલાકાત

    SC ST અનામત મુદ્દે સાંસદોએ PM મોદી સાથે મુલાકાત કરી છે. લોકસભા તથા રાજ્યસભના સાંસદોએ મુલાકાત કરી. સાથે નિર્ણય સમાજમાં લાગુ ન થવા અંગે રજૂઆત કરી. સુપ્રિમ કોર્ટના અવલોકન અંગે મેમોરેન્ડમ રજૂ કર્યુ. SC STઅનામત મુદ્દે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પ્રતિક્રિયા આપી કે PMએ આ અંગે તપાસનું આશ્વાસન આપ્યુ છે.

  • 09 Aug 2024 01:36 PM (IST)

    PM મોદીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનની કરી શરૂઆત

    PM મોદીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનની કરી શરૂઆત. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બદલ્યો પ્રોફાઇલ પિક્ચર. PM મોદીએ પ્રોફાઇલ પિક્ચરમાં તિરંગો લગાવ્યો. તમામ દેશવાસીઓને પ્રોફાઇલમાં તિરંગો લગાવવા PMએ હાકલ કરી છે.

  • 09 Aug 2024 11:05 AM (IST)

    શરાબ ગોટાળા કેસમાં મનીષ સિસોદિયાને મળ્યા જામીન

    દિલ્હી દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા છે. સિસોદિયાની ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે સતત જેલમાં છે. સર્વોચ્ચ અદાલતે સિસોદિયાને 10 લાખના જામીન બોન્ડ પર જામીન આપ્યા છે. સિસોદિયાએ ED અને CBI કેસમાં 10-10 લાખ રૂપિયાના બોન્ડ ભરવા પડશે અને તે હવે જેલમાંથી બહાર આવશે.

  • 09 Aug 2024 09:56 AM (IST)

    દિલ્હીમાં ISISના આતંકીની ધરપકડ

    દિલ્હીમાં ISISના આતંકીની ધરપકડ કરવામાં આવી છે. તેના પર ત્રણ લાખ રૂપિયાનું ઈનામ હતું. આતંકીની ઓળખ રિઝવાન અલી તરીકે થઈ છે. રિઝવાન દિલ્હીના દરિયાગંજનો રહેવાસી છે.

  • 09 Aug 2024 09:55 AM (IST)

    નર્મદા: સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો

    નર્મદા: સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. મધ્યપ્રદેશનાં 2 ડેમમાંથી પાણી છોડાયું છે. ઉપરવાસમાંથી 3,54,242 ક્યુસેક પાણીની આવક થઇ છે. નર્મદા ડેમની સપાટી 129.11 મીટર  થઇ છે. પાણીની આવક સામે જાવક માત્ર 39,042 ક્યુસેક છે. RBPH અને CHPH ટર્બાઇન કાર્યરત છે. વીજ ઉત્પાદન શરૂ કરાયું છે.

  • 09 Aug 2024 09:51 AM (IST)

    બનાસકાંઠાના પાલનપુરમાં ઈસેદુ એગ્રો ઓઈલ મિલમાં બોઈલર ફાટતા 4 લોકો ઘવાયાં

    બનાસકાંઠાઃ પાલનપુરમાં ઈસેદુ એગ્રો ઓઈલ મિલમાં બોઈલર ફાટતા ચાર લોકો ઘવાયાં છે. ગંભીર રીતે ઘવાયેલા ત્રણ લોકોને અમદાવાદ ખસેડાયા છે. અમદાવાદમાં સારવાર લેનારા ત્રણેયની સ્થિતિ અત્યંત નાજુક છે. પાલનપુર તાલુકા પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ દાખલ કરાઇ છે. પોલીસ ઈસેદુ એગ્રો મિલમાં તમામ પાસાઓની ચકાસણી કરશે. મિલના સંચાલકો દ્વારા બોઈલર નહીં ફાટ્યાનો દાવો છે. ઓચિંતી આગમાં લોકો દાઝ્યા હોવાનો દાવો કરી ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

  • 09 Aug 2024 09:49 AM (IST)

    જામનગર: બેડી વિસ્તારમાં જાહેરમાં ધમધમે છે વરલી મટકાનો જુગાર

    જામનગર: બેડી વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર ધમધમે છે. પોલીસના ડર વગર ખુલ્લે આમ જુગારનો અડ્ડો ચાલે છે. એક યુવક ચિઠ્ઠીના ફોટા પાડતો પણ નજરે પડ્યો. વરલીના આંકડા લખતા અને પૈસા લેતો વીડિયો વાયરલ થયો છે. શાળાએ જતા બાળકો પર કેવી અસર થાય તે સવાલ છે.

  • 09 Aug 2024 07:29 AM (IST)

    કોંગ્રેસની ન્યાયયાત્રાની આજે મોરબીથી શરૂઆત

    કોંગ્રેસની ન્યાયયાત્રાની શુક્રવારે મોરબીથી શરૂઆત થશે. 9 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી ન્યાયયાત્રા ચાલશે. 11 ઓગસ્ટે ન્યાયયાત્રા રાજકોટ પહોંચશે. 23 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં ન્યાયયાત્રાનું આગમન થશે. શક્તિસિંહ ગોહિલે આ યાત્રાને કોંગ્રેસ નેતાઓ, કાર્યકર્તાઓનું તપ ગણાવી. કહ્યુ-15 દિવસની કોંગ્રેસની ન્યાયયાત્રા લોકોનો અવાજ બનશે. યાત્રા દરમિયાન કોંગ્રેસ લોકોની મુશ્કેલીઓ વિશે સાંભળશે.

  • 09 Aug 2024 07:28 AM (IST)

    ભાવનગર: બગદાણાના રાળગોર ગામના પુલ પર ગાબડું

    ભાવનગર: બગદાણાના રાળગોર ગામના પુલ પર ગાબડું પડ્યુ છે. લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલો પુલ હવે તૂટ્યો છે. મુખ્ય માર્ગને જોડતા પુલ પર ગાબડું પડતા અવરજવર બંધ કરાઇ છે. નીચેના ભાગે પુલ બેસી ગયો છે, ઉપરના ભાગે ગાબડું પડ્યુ છે. લાંબા રૂટમાં જતા વાહનો માટે મુશ્કેલીનો વારો આવ્યો છે. બગદાણા, પાલિતાણા, તળાજા જતા લોકોને હાલાકી થઇ રહી છે.

Published On - Aug 09,2024 7:25 AM

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">