6 માર્ચના મહત્વના સમાચારઃ સાણંદ GIDC પાસે થયેલા ફાયરિંગનો ભેદ ઉકેલાયો
આજે 6 માર્ચને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
વડાપ્રધાન મોદી આજે પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસ પર રહેશે. વડાપ્રધાન કોલકત્તામાં 15,400 કરોડ રૂપિયાની ઘણી કનેક્ટિવિટી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ બપોરે 3.30 વાગ્યે બિહારના બેતિયામાં 8,700 કરોડ રૂપિયાની ઘણી વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. મધ્યપ્રદેશમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે છેલ્લો દિવસ છે. રાહુલ બડનગરમાં મહિલાઓ સાથે સંવાદ કરશે, ત્યારબાદ સાંજે યાત્રા રાજસ્થાનમાં પ્રવેશ કરશે. દેશ-દુનિયાના મહત્વના સમાચાર વાંચો અહીં.
LIVE NEWS & UPDATES
-
ખેડૂતોની વધશે આવક…હવે ડુંગળી ભારતથી ભૂટાન અને મોરેશિયસ જશે
સરકારે ભારતમાંથી ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે. હવે દેશમાંથી ભૂટાન, મોરેશિયસ અને બહેરીન જેવા પડોશી દેશોમાં ડુંગળીની નિકાસ કરવામાં આવશે. ડુંગળીની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો લાંબા સમયથી આની માંગ કરી રહ્યા હતા.
-
વલભીપુરના પાટણા રાજગઢને જોડતો રોડ ગેરંટી પિરીયડમાં જ ખખડી ગયો
ભાવનગરના વલભીપુરમાં આવેલા પાટણા અને રાજગઢને જોડતો બિસ્માર રોડથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા ઘણા સમયથી રોડની હાલત એટલી હદે ખરાબ છે કે 5 કિલોમીટરનું અંતર કાપવામાં એક કલાક લાગી જાય છે અને વાહનચાલકોના કમરના કટકા થઈ જાય છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડની બનાવટમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાયુ છે અને આથી જ ગેરંટી પિરીયડમાં જ રોડ ખખડી ગયો છે.
-
-
સાણંદ GIDC પાસે થયેલા ફાયરિંગનો ભેદ ઉકેલાયો
અમદાવાદ જિલ્લાના સાણંદ જીઆઇડીસી પાસે થયેલા ફાયરિંગ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. બહેનની સગાઈ તોડ્યા બાદ થયેલા મનદુઃખને કારણે ફાયરીંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લા એલસીબીએ ફાયરિંગ કરનારની ધરપકડ કરી છે.
-
15 માર્ચ પછી પણ Paytm વોલેટનો ઉપયોગ કરી શકશે યુઝર્સ
RBIએ Paytm વોલેટ ગ્રાહકોને મોટી રાહત આપી છે. વોલેટ સેવાનો ઉપયોગ કરતા 80 થી 85 ટકા ગ્રાહકો 15 માર્ચ પછી પણ તેનો આરામથી ઉપયોગ કરી શકશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે જણાવ્યું હતું કે Paytm વોલેટના આ ગ્રાહકોને તેના પ્રતિબંધને કારણે કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.
-
સોશિયલ મીડિયા પર છવાઈ ‘ડાર્ક પારલે-જી’ની તસવીર
પારલે-જી બિસ્કિટને દરેક વય અને વર્ગના લોકો પસંદ કરે છે. હવે તમે વિચારતા હશો કે આપણે અચાનક પારલે-જી બિસ્કીટની ચર્ચા શા માટે શરૂ કરી દીધી છે. તો તમને જણાવી દઈએ કે હાલમાં પારલે-જી બિસ્કિટના નવા વેરિઅન્ટની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
-
-
મહાશિવરાત્રીના મેળામાં આવેલા સાધુ સંતોએ વિવિધ પ્રકારના યોગ કરી લોકોને સમજાવ્યો યોગનો મહિમા
જુનાગઢ: ભવનાથમાં ગઈકાલથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થઈ ગયો છે. આ મેળામાં દેશભરમાંથી સાધુ સંતો આવી પહોંચ્યા છે. ભવનાથમાં મહાદેવ મંદિર તરફના તમામ રસ્તા પર ભક્તોનો અવિરત જનસમુદાય જોવા મળી રહ્યો છે. આ મેળાના બીજા દિવસે સાધુ સંતોએ વિવિધ પ્રકારના યોગ કર્યા હતા.
-
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજ્યની સૌથી મોટી સ્કિન બેંક બની
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાજ્યની સૌથી મોટી સ્કિન બેંક બનાવવામાં આવી છે. હવે કોઈપણ વ્યક્તિ કે જેણે પોતાના મૃત્યુબાદ ત્વચાનું દાન કરવાનો સંકલ્પ કરેલ હોય અથવા મૃત્યુ પછી નજીકના સગા તરફથી સ્કિન ડોનેશન માટેની સહમતી આપેલ હોય એવા 18 વર્ષથી ઉપરના કોઈપણ બ્લડ ગ્રુપના વ્યક્તિ ત્વચા દાન કરી શકે છે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 માર્ચે અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 માર્ચે અરુણાચલ પ્રદેશની એક દિવસીય મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ સેલા ટનલ સહિત અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. સેલા ટનલથી ચીનની સરહદે તવાંગ સુધી ઓલ-વેધર કનેક્ટિવિટી ઉપલબ્ધ રહેશે. વડા પ્રધાન મોદી પશ્ચિમ કામેંગ જિલ્લામાં બૈસાખી પર આયોજિત કાર્યક્રમમાં સેલા ટનલ રાષ્ટ્રને સમર્પિત કરશે.
-
ગુનામાં રનવે પર પ્લેન ક્રેશ, મહિલા પાયલોટ ગંભીર રીતે ઘાયલ
ગુનામાં એક પ્લેન ક્રેશ થયું છે. આ ટ્રેઈની પ્લેન હતું, જે નીમચથી સાગર જઈ રહ્યું હતું. આ અકસ્માતમાં ટ્રેઇની મહિલા પાઇલટ નેન્સી મિશ્રાને ઇજા થઇ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્લેન સાગર જવા માટે ટેકઓફ થયું હતું, પરંતુ ગુના પાસે પ્લેનનું એન્જિન ખરાબ થઈ ગયું અને તે લેન્ડિંગ વખતે ક્રેશ થઈ ગયું.
-
જ્યોતિરાદિત્ય સિંધિયાની માતા માધવી રાજેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા
જ્યોતિરાદિત્ય સિંધિયાના જનસંપર્ક અધિકારીનું કહેવું છે કે માધવી રાજેની હાલત નાજુક છે. જ્યોતિરાદિત્ય તેની સંભાળ લઈ રહ્યા છે. માધવી રાજે સિંધિયાને લગભગ 12 દિવસ પહેલા ફેફસાના ઈન્ફેક્શનને કારણે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, તેમની હાલતમાં કોઈ સુધારો થયો નથી.
-
ઓડિશામાં બીજેપી અને બીજેડી વચ્ચે ગઠબંધન નક્કી
ઓડિશામાં બીજેપી અને બીજેડી વચ્ચેનું ગઠબંધન નક્કી માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી અને બીજેડી સાથે મળીને લડી શકે છે. આજે મળનારી ભાજપ કોર કમિટીની બેઠકમાં તેની સંપૂર્ણ રૂપરેખા નક્કી કરવામાં આવશે. સૂત્રોનું માનીએ તો, ભાજપ 13/14 પર લોકસભાની ચૂંટણી લડશે અને BJD 7/8 બેઠકો પર, જ્યારે વિધાનસભામાં BJD 95/100 બેઠકો પર અને ભાજપ 46/52 બેઠકો પર ચૂંટણી લડી શકે છે.
-
જામનગરમાં ઓવરબ્રિજ નીચે પાર્ક કરેલ બસમાં લાગી વિકરાળ આગ
જામનગરમાં ઓવરબ્રિજ નીચે પાર્ક કરેલ બસમાં વિકરાળ આગ લાગી હતી. દિગ્જામ સર્કલ પાસે આવેલ ઓવરબ્રિજ નીચે પાર્ક કરેલ બસમાં વિકરાળ આગ લાગતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યાર બાદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો જો કે કોઈ જાનહાની કે ઇજા થઈ નથી.
-
પૂર્વ સાંસદ ધનંજય સિંહને અપહરણ-ખંડણી કેસમાં 7 વર્ષની સજા
MP-MLA કોર્ટે અપહરણ-ખંડણીના કેસમાં દોષિત પૂર્વાંચલના જોનપુરના પૂર્વ સાંસદ ધનંજય સિંહને સજા સંભળાવી છે. નમામી ગંગે પ્રોજેક્ટ મેનેજર અભિનવ સિંઘલે ધનંજય અને તેના સહયોગી સંતોષ વિક્રમ સિંહ સામે અપહરણ, છેડતી અને ઓછી ગુણવત્તાની સામગ્રીની આપૂર્તિ ન આપવા બદલ ધમકી આપવાનો કેસ દાખલ કર્યો હતો. 5 માર્ચના રોજ કોર્ટે બંનેને દોષિત જાહેર કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી દીધા હતા.
-
શાહજહાં શેખની કસ્ટડી લેવા બંગાળ પોલીસ હેડક્વાર્ટર પહોંચી CBI
સંદેશખાલી કેસના મુખ્ય આરોપી શાહજહાં શેખની કસ્ટડી લેવા માટે CBI કેન્દ્રીય દળો સાથે બંગાળ પોલીસ હેડક્વાર્ટર પહોંચી છે. બુધવારે નવી માર્ગદર્શિકા જાહેર કરીને, કોલકત્તા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને સંદેશખાલીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ પર હુમલાના કેસના મુખ્ય આરોપી શાહજહાં શેખને સાંજે 4.15 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવા જણાવ્યું હતું.
-
દિલ્હી વિધાનસભાની કાર્યવાહી 9 માર્ચ સુધી સ્થગિત
દિલ્હી વિધાનસભાના બજેટ સત્રની કાર્યવાહી 9 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. તહેવારો સંબંધિત કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને, AAP ધારાસભ્ય સંજીવ ઝાએ ગૃહમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે ગૃહની કાર્યવાહી 7 અને 8 માર્ચે સ્થગિત કરવામાં આવે. ઠરાવ પસાર કરીને ગૃહે 9 માર્ચ શનિવારના રોજ સવારે 11 વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી છે.
-
શેરબજાર રેકોર્ડ સ્તરે, સેન્સેક્સ પ્રથમ વખત 74,000ને પાર
શેરબજાર રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. સેન્સેક્સ પ્રથમ વખત 74,000 પોઈન્ટને પાર કરી ગયો છે.
-
દિલ્હી હાઈકોર્ટમાંથી ભાજપના ધારાસભ્યોને રાહત, સસ્પેન્શન પાછા ખેંચાયા
ભાજપના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોને દિલ્હી વિધાનસભાના બજેટ સત્રમાંથી મોટી રાહત મળી છે. દિલ્હી હાઈકોર્ટે ભાજપના ધારાસભ્યોનું સસ્પેન્શન હટાવી લીધું છે. 15 ફેબ્રુઆરીએ, એલજીના સંબોધનમાં વિક્ષેપ પાડવા બદલ 8માંથી 7 ભાજપના ધારાસભ્યોને ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
-
રાજસ્થાનના સીએમ ભજન લાલનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો, આઈસોલેટેડ થયા
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા કોરોના પોઝિટિવ થયા છે. તેમણે પોતાને આઈસોલેટેડ કર્યા છે.
-
કામ જોઈને બધા કહી રહ્યા છે, અબકી બાર 400 પાર: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં કહ્યું કે, કામ જોઈને આખો દેશ, પશ્ચિમ બંગાળ અને દરેક માતા-બહેન કહી રહ્યા છે કે આ વખતે 400ને પાર, આ વખતે NDA સરકાર 400ને પાર.
-
કોંગ્રેસને વધુ એક ઝટકો, માણાવદરના MLA અરવિંદ લાડાણી આજે આપશે રાજીનામું
- 5 વાગ્યા વિધાનસભા અધ્યક્ષને સોંપશે રાજીનામું
- આ પહેલા અર્જુન મોઢવાડિયા, ચિરાગ પટેલએ કોંગ્રેસમાંથી આપ્યુ રાજીનામું
- સૌરાષ્ટ્રમાં સતત કોંગ્રેસ તૂટી રહી છે
-
Gandhinagar : આજે રાજ્યમાં શિક્ષકો અને કર્મચારીઓનું પેન ડાઉન અને ચોક ડાઉન
ગુજરાતમાં લોકસભા પૂર્વ આંદોલનના એંધાણ થઈ રહ્યા છે. આજે સમગ્ર રાજ્યમાં શિક્ષકો અને અન્ય કર્મચારીઓએ પેન ડાઉન – ચોક ડાઉન કર્યુ છે. જૂની પેન્શન યોજના પુનઃ આપવા સહિતની માગ સાથે આંદોલન શરુ કરવામાં આવ્યુ છે. રાજ્ય કર્મચારી સંગઠનોએ આપેલા આંદોલનમાં આજે પેનડાઉન અને ચોક ડાઉન કરવાના છે. જુની પેન્શન યોજના અને અન્ય પ્રશ્નો મામલે સરકારી કર્મચારીઓએ આંદોલન કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકારે કર્મચારીઓને કામથી અળગા ન રહેવાનો આદેશ કર્યો છે.
-
ભરૂચ : જમીન સંપાદનના વળતર મામલે અન્યાયના આક્ષેપ સાથે ખેડૂતો આંદોલન માર્ગે, ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
ભરૂચ : એક્સપ્રેસ હાઇવે સહિત સહિત સરકારી પ્રોજેક્ટ માટે જમીન સંપાદનના વળતરની નારાજ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કલેકટર કચેરીએ મહિલાઓએ રામધૂન બોલાવી સરકારનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો હતો તો બીજી તરફ ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે. ખેડૂતોના આકરા મિજાજને જોતા કલેકટર કચેરીએ સજજડ પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો.
-
સુરત : ક્રાઇમબ્રાન્ચે યુવાધનને ખોખલું કરવાના કાવતરાનો પર્દાફાશ કર્યો, 51 લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે 3ને ઝડપી પાડ્યા
સુરત : પોલીસે સુરત શહેરના યુવાધનને ખોખલું કરવાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. સુરત શહેરમાંથી વધુ એક વખત નશાનો કારોબાર ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભાટિયા ચેક પોસ્ટ પાસેથી ૩ લોકોને નશીલા પદાર્થના જથ્થા સાથે ઝડપી પડી મુદ્દામાલ કબ્જે કર્યો હતા. આરોપીઓ મધ્યપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો કારમાં લઈને આવી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. ઓપરેશનમાં સુરત પોલીસે 512.20 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પડ્યું છે જેની કિંમત 51.22 લાખ જેટલી થાય છે. ગુનામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
-
પશ્ચિમ બંગાળ: પીએમ મોદી આજે સંદેશખાલી પીડિતોનું દુ:ખ સાંભળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. સંદેશખાલીની મહિલાઓ પીએમને અપીલ કરશે. તેઓ સંદેશખાલીના પીડિતોની પીડા સાંભળશે. PM મોદીની બેઠક ઉત્તર 24 પરગણાના બારાસતમાં છે.
-
ખેડૂત આંદોલન: MSP સહિત ઘણી માગણીઓને લઈ આજે દિલ્હી કૂચ કરશે ખેડૂતો, સુરક્ષામાં કરવામાં આવ્યો વધારો
MSP સહિત પોતાની ઘણી માગણીઓને લઈ આજે આંદોલનકારી ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે. તેને લઈ રાજધાનીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ટિકરી, સિંધુ અને ગાજીપુર બોર્ડર પર સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. રેલવે અને મેટ્રો સ્ટેશનો અને બસ સ્ટેશન પર કડક નજર રાખવામાં આવી રહી છે. પોતાની ઘણી માગણીઓને લઈ ખેડૂત લાંબા સમયથી પંજાબ-હરિયાણાને અડીને આવેલી શંભૂ અને ખનૌરી બોર્ડર પર છે. જણાવી દઈએ કે ખેડૂત સંગઠનોએ બુધવારે દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી હતી.
-
કાકોરીમાં મોટી દુર્ઘટના, સિલિન્ડર બ્લાસ્ટમાં 5ના મોત
લખનૌના કાકોરીમાં મોટો અકસ્માત સર્જાયો છે. સિલિન્ડર બ્લાસ્ટમાં પાંચ લોકોના મોત થયા છે. અકસ્માતમાં ઘાયલ અન્ય ચાર લોકો ટ્રોમામાં સારવાર હેઠળ છે. જેમાં અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત નિપજ્યા છે.
-
બંગાળ અને બિહાર પ્રવાસ પર રહેશે વડાપ્રધાન મોદી, ઘણી પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ
વડાપ્રધાન મોદી આજે પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસ પર રહેશે. વડાપ્રધાન કોલકત્તામાં 15,400 કરોડ રૂપિયાની ઘણી કનેક્ટિવિટી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ બપોરે 3.30 વાગ્યે બિહારના બેતિયામાં 8,700 કરોડ રૂપિયાની ઘણી વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.
Published On - Mar 06,2024 6:50 AM