પૂરી થઈ 1 ફેબ્રુઆરીની રાહ

23 ડિસેમ્બર, 2024

BSE અને NSE 1 ફેબ્રુઆરી (શનિવાર), કેન્દ્રીય બજેટની રજૂઆતના દિવસે લાઈવ ટ્રેડિંગ કરશે.

રોકાણકારોને બજેટની જાહેરાતો પર તરત જ પ્રતિક્રિયા આપવાની તક આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

આ પહેલા પણ આવા પ્રસંગોએ બજારો ખુલ્લી રહેતી હતી. જેમાં 2020, 2015 અને 2020નો સમાવેશ થાય છે.

એક્સચેન્જોનું માનવું છે કે બજેટની જાહેરાતો પછી રોકાણકારો અને વેપારીઓને વેપારની તકો મળે તે મહત્વનું છે.

સામાન્ય રીતે બજેટના દિવસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બેન્કિંગ, મેન્યુફેક્ચરિંગ અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં વધુ ગતિવિધિ જોવા મળે છે.

તે સરકારની નીતિગત જાહેરાતો પર આધાર રાખે છે. કેન્દ્રીય બજેટનો દિવસ શેરબજાર માટે પણ મહત્વનો છે.

આ દિવસે સરકાર તેની આર્થિક નીતિઓ, કર યોજનાઓ અને પ્રાદેશિક ફાળવણીની જાહેરાત કરે છે.