4 માર્ચના મહત્વના સમાચારઃ નીતિન પટેલના મહેસાણામાં કાર્યક્રમ દરમિયાન ટિકિટની વાતો વચ્ચે ખિસ્સાં કપાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2024 | 11:54 PM

આજે 4 માર્ચને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

4 માર્ચના મહત્વના સમાચારઃ નીતિન પટેલના મહેસાણામાં કાર્યક્રમ દરમિયાન ટિકિટની વાતો વચ્ચે ખિસ્સાં કપાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી આગામી ચાર દિવસમાં છ રાજ્યોની મુલાકાત લેશે. પીએમ મોદી તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે અને ત્યાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરશે અને કરોડોની ભેટ આપશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા મધ્યપ્રદેશના ગુના પહોંચશે. ભાજપે ગુનાથી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને ઉમેદવાર જાહેર કર્યા છે. મધ્યપ્રદેશમાં મોહન યાદવનું કેબિનેટ આજે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરશે. દેશ-દુનિયાના દરેક સમાચાર વાંચો અહીં.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Mar 2024 09:04 PM (IST)

    જેપી નડ્ડાએ હિમાચલની રાજ્યસભા બેઠક પરથી રાજીનામું આપ્યું

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલની રાજ્યસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું છે, તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય જ રહેશે. મંગળવારે જ તેમણે પોતાનું રાજીનામું રાજ્યસભાના અધ્યક્ષને મોકલી આપ્યું હતું, જેને સ્વીકારી લેવામાં આવ્યું હતું.

  • 04 Mar 2024 08:20 PM (IST)

    ST બસમાં દારુની હેરફેર કરતા 2 શખ્શ ઝડપાયા

    બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પોલીસે એસટી બસમાં ચેકિંગ કરતા દારુ સાથે બે શખ્શોને ઝડપ્યા હતા. અંબાજીથી રાજપીપળા જઇ રહેલી બસમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યુ હતુ. અંબાજીમાં હાલમાં દારુને લઈ લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે, જેને લઈ પોલીસ હાલમાં એક્શન મોડમાં દારુના સંદર્ભે જોવા મળી રહી છે. પોલીસે બે શખ્શોને ઝડપીને લઈને તપાસ શરુ કરી છે.

  • 04 Mar 2024 06:05 PM (IST)

    શિવરાત્રિ પર તાજમહેલમાં પૂજાને કરવા દેવા માટે કોર્ટમાં દાખલ કરાઈ અરજી

    શિવરાત્રી પર તાજમહેલમાં પૂજાને લઈને કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજી દ્વારા તાજમહેલ મુખ્ય સ્મારકમાં દુગ્ધા અભિષેક માટે કોર્ટ પાસે પરવાનગી માંગવામાં આવી છે. અરજી દાખલ કરનારાઓએ દાવો કર્યો છે કે, મુખ્ય સ્મારકની નીચે ભોંયરામાં શિવલિંગ બનાવવામાં આવ્યું છે. આ અરજી સિવિલ જજ સિનિયર ડિવિઝન કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

  • 04 Mar 2024 06:02 PM (IST)

    હિમાચલ પ્રદેશમાં મહિલાઓને દર મહિને મળશે 1500 રૂપિયા, CM સુખુની મોટી જાહેરાત

    હિમાચલ પ્રદેશની સુખવિંદર સિંહ સુખુ સરકારે મોટી જાહેરાત કરી છે. સીએમ સુખુએ કહ્યું છે કે અમે આ નાણાકીય વર્ષમાં 18 વર્ષથી 80 વર્ષ સુધીની તમામ મહિલાઓને 1500 રૂપિયાનું માસિક પેન્શન આપવાની જાહેરાત કરીએ છીએ. આ યોજનાને ‘ઈન્દિરા ગાંધી પ્યારી બ્રાહ્મણ સુખ સન્માન નિધિ યોજના’ નામ આપવામાં આવ્યું છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, આજે દિલ્હીની કેજરીવાલ સરકારે રજૂ કરેલ અંદાજપત્રમાં, કેજરીવાલ સરકારે 18 વર્ષથી મોટી ઉંમરની તમામ મહિલાને પ્રતિ મહિને રૂપિયા 1000 આપવાની જાહેરાત કરી છે.

  • 04 Mar 2024 05:13 PM (IST)

    અર્જૂન મોઢવાડિયાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાશે

    કોંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી આજે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે. અર્જૂન મોઢવાડિયા હવે આગામી ગણતરીના દિવસોમાં જ અર્જૂન મોઢવાડિયા ભાજપમાં જોડાશે. લોકસભાની આગામી ચૂંટણીની સાથેસાથે યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં અર્જૂન મોઢવાડિયા ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.

  • 04 Mar 2024 04:55 PM (IST)

    મેટ્રોનું કાંકરિયા ઇસ્ટ સ્ટેશન 5 માર્ચ મંગળવારથી મુસાફરો માટે ધમધમશે

    અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ કોરિડોરમાં દોડતી મેટ્રો ટ્રેન, આવતીકાલ 5 માર્ચને મંગળવારથી કાંકરિયા ઇસ્ટ સ્ટેશન પેસેન્જર ઓપરેશન માટે શરૂ કરાશે. હાલમાં પૂર્વ અને પશ્ચિમ કોરિડોરમાં સવારે 6.20 થી રાતે 10 સુધી કાર્યરત છે. જેમાં સવારે 7 થી રાતે 10 સુધીના સમયગાળામાં દર 12 મિનિટના અંતરે મેટ્રો ઉપલબ્ધ હોય છે.

  • 04 Mar 2024 04:41 PM (IST)

    આસનસોલ બાદ બારાબંકીમાં ભાજપને ઝટકો, ટિકિટ આપી હોવા છતા વર્તમાન સાંસદે ચૂંટણી લડવાની પાડી ના

    યુપીના બારાબંકીથી ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર સિંહ રાવતે પણ લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. રાવતે પોતે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. ગત શનિવારે જાહેર થયેલી ભાજપની પ્રથમ યાદીમાં, ભારતીય જનતા પાર્ટીએ બારાબંકીથી ઉપેન્દ્ર સિંહ રાવતને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. રાવત હાલમાં ત્યાંથી સાંસદ પણ છે.

    રાવતે સોમવારે ટ્વીટ કરીને કહ્યું, ‘મારો એક એડિટેડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ડીપફેક AI ટેક્નોલોજી દ્વારા જનરેટ કરવામાં આવ્યો છે, જેના માટે મેં એફઆઈઆર નોંધાવી છે. આ સંદર્ભે, મેં રાષ્ટ્રીય અધ્યક્ષને તેની તપાસ કરાવવા વિનંતી કરી છે. જાઓ. જ્યાં સુધી હું નિર્દોષ સાબિત ન થઈ જાઉં ત્યાં સુધી હું જાહેર જીવનમાં કોઈ ચૂંટણી લડીશ નહીં.

  • 04 Mar 2024 03:56 PM (IST)

    જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેનાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ

    જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સેનાના એક હેલિકોપ્ટરે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું છે. હેલિકોપ્ટરને ખુલ્લા મેદાનમાં ઉતારવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેક્નિકલ ખામી બાદ હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

  • 04 Mar 2024 03:01 PM (IST)

    કોંગ્રેસે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા બાદ અમરીશ ડેરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું

    જે અંબરીશ ડેર ભાજપ સામે વિકાસમાં અન્યાયની ફરિયાદ સાથે મોરચો માંડતા હતા, તે અંબરીશ ડેર હવે ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે. અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામિં આપી દીધુ છે અને આવતીકાલે ભાજપમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

  • 04 Mar 2024 02:44 PM (IST)

    હવે ભાજપના નેતાઓ પોતાના નામની આગળ ‘મોદીનો પરિવાર’ લખશે

    ભાજપના તમામ અગ્રણી નેતાઓ તેમના નામની આગળ મોદી પરિવાર લખશે. તેની તમામ સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર ‘મારો પરિવાર મોદીનો પરિવાર’ લખશે. આ દરમિયાન જેપી નડ્ડાએ X પર તેમનો બાયો બદલ્યો છે.

  • 04 Mar 2024 01:01 PM (IST)

    ગાંધીનગર : ભાજપની બીજી યાદીમાં મહિલા ઉમેદવારોની સંખ્યા વધુ હોઈ શકે છે

    ભાજપની બીજી યાદીમાં મહિલા ઉમેદવારોની સંખ્યા વધુ હોઈ શકે છે પ્રથમ યાદીમાં 2 જ બેઠકો પર મહિલા ઉમેદવાર જાહેર કરાયા છે ત્યારે બીજી યાદીમાં 4 થી વધુ બેઠકો પર મહિલા ઉમેદવાર હોઈ શકે છે અત્યારે મહેસાણા,ભાવનગર,વડોદરા, છોટાઉદેપુર, સુરતમાં છે મહિલા પ્રતિનિધિત્વ

  • 04 Mar 2024 12:18 PM (IST)

    પીએમ મોદીએ તેલંગાણાને 56,000 કરોડ રૂપિયાની ભેટ આપી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના આદિલાબાદમાં રૂપિયા  56,000 કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું છે.

  • 04 Mar 2024 11:55 AM (IST)

    અમદાવાદ : નામાંકિત ડોમિનોઝ પિઝામાં બેદરકારીનો કિસ્સો, જોવા મળી માખી

    • નિકોલમાં ડોમિનોઝ પીઝા સેન્ટરનો બનાવ
    • ડોમિનોઝના માર્ગરીટા પીઝામાંથી નીકળી માખી
    • ગ્રાહકે ડોમિનોઝમાં કરી ફરિયાદ
    • દુકાનદારે ગ્રાહકને જવાબ આપવાનું ટાળ્યું
    • ગુણવતાની વાતો વચ્ચે નીકળ્યો અખાદ્ય ખોરાક
  • 04 Mar 2024 11:35 AM (IST)

    અમદાવાદના ગુમ યુવકની લાશ કડી નજીક નર્મદા કેનાલમાંથી મળી

    અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી 19 વર્ષીય યુવક ગુમ થયા બાદ તેની લાશ મહેસાણા જિલ્લાના કડી નજીકથી મળી આવ્યો છે. 29 ફેબ્રુઆરીથી મિલન સુથાર નામનો યુવક ગુમ થયો હતો. જેને લઈ સ્થાનિક પોલીસે તપાસ શરુ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મામલો હત્યાનો હોવાને લઈ તપાસ શરુ કરાઈ છે.

  • 04 Mar 2024 11:07 AM (IST)

    પીએમ મોદીનો ઈરાદો રોજગાર આપવાનો નથી – રાહુલ ગાંધી

    કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશના યુવાનોએ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ, નરેન્દ્ર મોદીનો ઈરાદો રોજગાર આપવાનો નથી. નવી જગ્યાઓ બનાવવાની વાત તો દૂર, તેઓ કેન્દ્ર સરકારની ખાલી પડેલી જગ્યાઓ પર પણ બેઠા છે. કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલા આંકડાઓ પર વિચાર કરીએ તો 78 વિભાગોમાં 9 લાખ 64 હજાર પદ ખાલી છે.

    (Credit Sourec : @RahulGandhi)

  • 04 Mar 2024 10:33 AM (IST)

    ડિંગુચા પરિવારના 4 સભ્યોના મોત કેસમાં તપાસ તેજ, ગુજરાતના અલગ અલગ 29 સ્થળોએ ED વિભાગના દરોડા

    2022માં અમેરિકામાં ઘૂસણખોરીના પ્રયાસમાં 4 ગુજરાતીઓના મોતનો કેસમાં મોટી કાર્યવાહી કરવામમાં આવી છે. ડિંગુચા પરિવારના 4 સભ્યોના મોત કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે. ગુજરાતના અલગ અલગ 29 સ્થળોએ ED વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

  • 04 Mar 2024 10:05 AM (IST)

    અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળી નવજાત બાળકી

    1. અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળી નવજાત બાળકી
    2. પ્લેટ ફોર્મ નં. 6 પર ઉભી લોકશક્તિ ટ્રેનમાં મળી બાળકી
    3. ટ્રેનના જનરલ ડબ્બામાં એક બેગમાં મૂકી ગયુ બાળકીને
    4. બાળકીને દવાખાને ખસેડાઇ
    5. બાળકી કોણ મૂકી ગયું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી
  • 04 Mar 2024 09:27 AM (IST)

    Share Market Opening Bell : સપ્તાહના પહેલા સત્રની તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 73903 પર ખુલ્યો

    આજે સોમવારે સપ્તાહના પહેલા કારોબારી દિવસે શેરબજારમાં લીલા નિશાનમાં શરૂઆત થઈ છે. મિશ્ર વૈશ્વિક સંકેતોની અસર ભારતીય બજાર પર  જોવા મળી શકે છે. ગિફ્ટ નિફ્ટીએ 22500નું રેકોર્ડ સ્તર પાર કર્યું છે. એશિયન અને અમેરિકન ફ્યુચર્સ માર્કેટમાં મિશ્ર એક્શન છે. આ પહેલા શનિવારે ખાસ ટ્રેડિંગ ડે પર સેન્સેક્સ 60 પોઈન્ટના વધારા સાથે 73,806 પર બંધ થયો હતો.

  • 04 Mar 2024 08:56 AM (IST)

    જાંબુઆથી તરસાલી જઇ રહેલા પરિવારની કારને નડ્યો અકસ્માત, 5 લોકોના થયા મોત

    ફરી એક વખત કારમાં જઇ રહેલા એક પરિવારને ગોઝારો અકસ્માત નડ્યો છે. વડોદરામાં નેશનલ હાઇવે પરથી જઇ રહેલા એક પરિવારની કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત થયા છે. આ પાંચ મૃતકોમાં એક વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. ઘટના કઇક એવી છે કે જાંબુઆનો એક પરિવાર કારમાં વડોદરા નેશનલ હાઇવે પર થઇને તરસાલી તરફ જઇ રહ્યો હતો. આ દરમિયાન કાર રોડની સાઈડમાં ઉભેલા કન્ટેનર પાછળ જોરથી અથડાઇ હતી. સુરતથી વડોદરા તરફ આવી રહેલા આ પરિવારને ખૂબ ગંભીર અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. મૃતકોમાં બે મહિલા, બે પુરુષ અને 1 બાળકનો સમાવેશ થાય છે. જ્યારે 4 વર્ષની અસ્મિતા નામની બાળકીનો આબાદ બચાવ થયો છે.

  • 04 Mar 2024 08:25 AM (IST)

    દેવભૂમિદ્વારકા: ખંભાળિયાનાં શક્તિનગર વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના

    1. દેવભૂમિદ્વારકા: ખંભાળિયાનાં શક્તિનગર વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના
    2. શક્તિનગરમાં ડાયાભાઈ કણઝારીયાના ઘરે સિલિન્ડર બ્લાસ્ટ
    3. સિલિન્ડર ધડાકાભેર સાથે બલાસ્ટ થતા રસોડું ધરાશાયી
    4. બ્લાસ્ટની ઘટનામાં કોઇ જાનહાનિ નહિ
  • 04 Mar 2024 07:59 AM (IST)

    આદિવાસી મસીહાના પરિવારમાં મતભેદ : મહેશ વસાવાના BTP ના BJP માં વિલીનીકરણના નિર્ણયથી છોટુ વસાવા નારાજ!

    એક તરફ BTPના નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે અને મહેશ વસાવા પાટીલ સાથે મુલાકાત પણ કરી ચૂક્યા છે. પુત્ર મહેશ વસાવાના નિર્ણય સામે પિતા છોટુ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે. આદિવાસી મસીહા છોટુ વસાવાએ સુરતના એક લગ્ન પ્રસંગ દરમિયાન મહેશ વસાવાના નિર્ણયને લઇ નિવેદન આપ્યું છે.વસાવાએ  કહ્યું કે, મહેશ નાસમજ છે અને તેમને મિસગાઇડ કરવામાં આવ્યા છે.  ભાજપ કે બીજે ક્યાંય જોડાવાથી સમાજનું ભલું નહીં થાય તેવી વાત કરી હતી. આ ઉપરાંત છોટુ વસાવાએ કહ્યું કે, તેઓ RSSના વિરોધી છે.પુત્ર ભાજપમાં જાય કે બીજે ક્યાંય જોડાય તે વિરોધ કરતા રહેશે.

  • 04 Mar 2024 07:27 AM (IST)

    સ્મૃતિ ઈરાનીએ લોન્ચ કરી હજ સુવિધા એપ, યાત્રાળુઓની સુવિધા માટે 10 ભાષાઓમાં માર્ગદર્શન મળશે

    સ્મૃતિ ઈરાનીએ હજ સુવિધા એપ લોન્ચ કરી. મુસાફરોની સુવિધા માટે 10 ભાષાઓમાં માર્ગદર્શન ઉપલબ્ધ થશે.

  • 04 Mar 2024 06:38 AM (IST)

    ગાઝામાં યુદ્ધવિરામ માટે કર્યુ આહ્વાન: કમલા હેરિસ

    યુએસ વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે ગાઝામાં યુદ્ધવિરામ માટે હાકલ કરી હતી અને પેલેસ્ટિનિયનોમાં ‘અમાનવીય’ પરિસ્થિતિઓ અને ‘માનવતાવાદી આપત્તિ’ને હળવી કરવા માટે મદદ વધારવા માટે ઈઝરાયેલ પર દબાણ કર્યું હતું,

  • 04 Mar 2024 06:29 AM (IST)

    વડાપ્રધાન મોદી આજથી તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારના 3 દિવસના પ્રવાસ પર

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી આગામી ચાર દિવસમાં છ રાજ્યોની મુલાકાત લેશે. પીએમ મોદી તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે અને ત્યાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરશે અને કરોડોની ભેટ આપશે.

Published On - Mar 04,2024 6:29 AM

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">