31 મેના મહત્વના સમાચાર : ગાંધીનગરઃ ધોરણ 1થી 5ના શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર, વિદ્યાસહાયકોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા કરાઇ રદ, હવે નવેસરથી હાથ ધરાશે પ્રક્રિયા
આજે 31 મેને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 31 મેને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ગાંધીનગરઃ ધોરણ 1થી 5ના શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર
- ગાંધીનગરઃ ધોરણ 1થી 5ના શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર
- વિદ્યાસહાયકોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા કરાઇ રદ
- મેરિટની ગણતરીમાં ભૂલ હોવાને કરાણે પ્રક્રિયા રદ કરાઈ
- 22થી 31 મે દરમિયાન થયેલી જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ
- હવે નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરાશે
-
મોરબીઃ રખડતાં ઢોરના કારણે સર્જાયો ગમખ્વાર અકસ્માત
- મોરબીઃ રખડતાં ઢોરના કારણે સર્જાયો ગમખ્વાર અકસ્માત
- અકસ્માતના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ
- આખલાને બચાવવા જતા કાર ચાલકે ગુમાવ્યો કાબૂ
- કાર ડિવાઈડર કૂદી સામેથી આવતી અન્ય કાર સાથે અથડાઈ
- અકસ્માતમાં પાંચ લોકોને પહોચી ઇજા
-
-
જુનાગઢમાં આપના કોર્પોરેટર અને પોલીસ વચ્ચે થઈ બોલાચાલી
જુનાગઢમાં AAPના કોર્પોરેટર અને પોલીસ વચ્ચે બોલાચાલી સર્જાઇ.. AAPના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યો. AAP કોર્પોરેટરનો આરોપ છે કે પોલીસે પ્રાંત કચેરીમાં જવા ન દીધા અને ધક્કા મારીને કચેરીની બહાર કાઢ્યા. સાથે જ ઉમેદવારી નોંધાવવા જતી વખતે પોલીસે ગેરવર્તન કર્યું હોવાનો પણ આરોપ લગાવ્યો.
-
ગાંધીનગર: મોટી માત્રામાં ઝડપાયો શંકાસ્પદ ઘી અને બટરનો જથ્થો
- ગાંધીનગર: મોટી માત્રામાં ઝડપાયો શંકાસ્પદ ઘી અને બટરનો જથ્થો
- રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી
- 24 લાખની કિંમતનો ઘી અને બટરનો જથ્થો ઝડપાયો
- ભિલોડાની અસાલ GIDCમાં બાપા શ્રી નામની પેઢીમાં કરાઈ હતી તપાસ
- 3400 કિલો ઘી અને 397 કિલો બટરનો જથ્થો જપ્ત કરાયો
- અરવલ્લી SOG ,ફૂડ અને ડ્રગ્સ વિભાગ અને FSL ટીમની સંયુક્ત કાર્યવાહી
-
સુરતના વેપારીને સોશિયલ મીડિયાનો ક્રેઝ ભારે પડ્યો,
સોશિયલ મીડિયાના માધ્યમથી એકાઉન્ટને નોકરીએ રાખવો વેપારીને પડ્યું ભારે. સુરતના વરાછામાં ફેટાવાળાને ત્યાં પાર્ટ ટાઇમ એકાઉન્ટન્ટ તરીકે જોડાયેલા યુવકે વેપારીનું જ એકાઉન્ટ સાફ કરી નાખ્યું હતું. વેપારીના ઓનલાઈન બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી 17.73 લાખ પત્ની અને માતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. સમગ્ર મામલે વેપારીને જાણ થતાં પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ. એક મહિના બાદ આરોપીને ઝડપી પાડવામાં કાપોદ્રા પોલીસને સફળતા મળી છે.
-
-
રાજકોટઃ બન્ની ગજેરા સામે બદનક્ષીની ફરિયાદનો મુદ્દો
- રાજકોટઃ બન્ની ગજેરા સામે બદનક્ષીની ફરિયાદનો મુદ્દો મુખ્ય સૂત્રધાર તરીકે નિખિલ દોંગાનું નામ તપાસમાં ખૂલ્યું
- અલગ-અલગ 6 ગુનામાં નિખિલ દોંગાનું નામ સામે આવ્યું
- નિખિલ દોંગા બન્ની ગજેરા પાસે વીડિયો બનાવડાવતો હોવાનો ખુલાસો
- ગમે ત્યારે થઈ શકે છે નિખિલ દોંગાની ધરપકડ
- ગુજસીકોટના કેસમાં નિખિલ દોંગા હાલ જામીન પર
-
રાજકોટઃ બન્ની ગજેરા અને પાટીદાર આગેવાન જિગીષા પટેલનો કથિત ઓડિયો વાયરલ
- રાજકોટઃ બન્ની ગજેરા અને પાટીદાર આગેવાન જિગીષા પટેલનો કથિત ઓડિયો વાયરલ
- ઓડિઓ ક્લિપમાં બન્ની ગજેરા અને જિગીષા પટેલની સ્ફોટક વાતચીત
- ખોડલધામના નરેશ પટેલને બ્લેકમેલ કરવાનું ષડયંત્ર કરતા હોવાની વાતચીત
- નરેશ પટેલની ઓફિસે સીડી મોકલીને બ્લેકમેલની કરી રહ્યા છે વાતચીત
- નરેશ પટેલનો ગોંડલના ફાર્મમાં યુવતી સાથેનો વીડિયો હોવાનો જિગીષા પટેલનો દાવો
- TV9 કથિત ઓડિયો ક્લિપની નથી કરતું પુષ્ટી
આ કથિત ઓડિયો ક્લિપને પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળીયાએ નરેશ પટેલને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવી. તેમણે કહ્યું કે નરેશ પટેલ દાયકાઓથી જાહેરજીવનમાં સક્રિય છે અને તેમના ચરિત્ર અંગે કોઈ શંકા ન થઈ શકે તેમને બદનામ કરીને રૂપિયા પડાવવાનું આ ષડયંત્ર છે જેની તપાસ થવી જોઈએ.
-
દ્વારકા: ઓનલાઈન ગેમિંગ પ્રમોશન કરનારા ઝડપાયા
- દ્વારકા: ઓનલાઈન ગેમિંગ પ્રમોશન કરનારા ઝડપાયા
- ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન કરવું ઇન્ફ્લુએન્સરને પડ્યું ભારે
- ખંભાળિયા પોલીસે 4 ઇન્ફ્લુએન્સરની કરી ધરપકડ
- પોલીસે 21 હજારનો મુદ્દામાલ કર્યો જપ્ત
- યુવાઓને જુગાર રમવા જેવા દુષણથી કરતાં હતા પ્રેરિત
ઉલ્લેખનીય છે, કે ,સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઓનલાઇન એપ્લિકેશન દ્વારા જુગાર રમવા માટે ગેમિંગ એપનું પ્રમોશન કરી યુવાઓને ગેરમાર્ગે દોરતા હતા. સાયબર ક્રાઈમ અને પોલીસે ચારેય વિરુદ્ધ જુગાર ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી હાથ ધરી તપાસ.
-
કોંગ્રેસ આવતીકાલે બપોર સુધીમાં ઉમેદવાર કરશે જાહેર
- મહેસાણા: કોંગ્રેસના ઉમેદવાર મામલે શક્તિસિંહનું નિવેદન
- કોંગ્રેસ આવતીકાલે બપોર સુધીમાં ઉમેદવાર કરશે જાહેર
- કડીમાં 3 નામ નક્કી કર્યા છે, હાઈ કમાન્ડ નામ જાહેર કરશે
- કોઈ પણ ઉમેદવાર જાહેર થાય સાથે મળી ચૂંટણી કોંગ્રેસ લડશે
- હું ભાજપ કે બીજી પાર્ટીઓ જેવો અહંકારી નથી
- આ ચૂંટણીથી સરકાર નહીં તૂટે પણ ભાજપનો અહંકાર તૂટશે
-
ગાંધીનગર એરફોર્સ કોલોની ખાતે મોકડ્રીલ
- ઑપરેશન શિલ્ડ હેઠળ રાજ્યભરમાં મોકડ્રીલ
- ગાંધીનગર એરફોર્સ કોલોની ખાતે મોકડ્રીલ
- મોકડ્રીલમાં ડ્રોન હુમલા ની કેઝ્યુલિટી થી બચવા અપાશે પ્રશિક્ષણ
- એરફોર્સ પરિસર વાયુ શક્તિ નગર ખાતે મોકડ્રીલ યોજાઈ
- હુમલાની સ્થિતિમાં બચાવ રાહતની કામગીરી ને લઈ મોકડ્રીલ
- સિવિલ ડિફેન્સ, એનસીસી, ફાયર બ્રિગેડ ના જવાનો ઉપસ્થિત
- હુમલાની સ્થિતિમાં લેવાના પગલાં સહિત બાબતોને લઈ મોકડ્રીલ
-
રાજ્યમાં ‘ઑપરેશન શિલ્ડ’ મૉકડ્રિલ શરૂ
- રાજ્યમાં ‘ઑપરેશન શિલ્ડ’ મૉકડ્રિલ શરૂ
- રાત્રે 8 વાગ્યા સુધી ‘ઑપરેશન શિલ્ડ’
- રાજ્યના 18 જિલ્લામાં મૉકડ્રિલ અને બ્લેકઆઉટ
- સિવિલ ડિફેન્સ દ્વારા વિવિધ જિલ્લામાં મૉકડ્રિલનું આયોજન
- સાંજે 7:30થી રાતના 9:00 વચ્ચે વિવિધ સ્થળે કરાશે બ્લેકઆઉટ
- રાજ્યના સરહદી વિસ્તારોમાં હાથ ધરાશે વિશેષ કવાયત
-
અમદાવાદઃ નારોલ વિસ્તારમાંથી નકલી પોલીસ ઝડપાઈ
અમદાવાદઃ નારોલ વિસ્તારમાંથી નકલી પોલીસ ઝડપાઈ. નયન પરમાર અને ગૌરાંગ ભીલની ધરપકડ કરવામાં આવી. SOGનાં હેડ કોન્સ્ટેબલનાં આઈકાર્ડ સાથે ધરપકડ કરાઇ. પોલીસની ઓળખ આપી પૈસા પડાવવાની ફિરાકમાં હતા બન્ને શખ્સો. આઈકાર્ડ બનાવનાર નરેશ પરાડિયા ફરાર, SOGએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.
-
આતંકવાદી લિંક કેસમાં દિલ્હી સહિત 7 રાજ્યોમાં NIA ના મોટા દરોડા
NIA આતંકવાદી લિંક કેસમાં એક મોટા દરોડા પાડી રહી છે. એજન્સીએ પશ્ચિમ બંગાળ, દિલ્હી, આસામ, રાજસ્થાન, હરિયાણા, યુપી અને મહારાષ્ટ્ર સહિત સાત રાજ્યોમાં દરોડા પાડ્યા છે.
-
અમદાવાદઃ કોરોના મુદ્દે સિવિલ હોસ્પિટલ સજ્જ
અમદાવાદઃ કોરોના મુદ્દે સિવિલ હોસ્પિટલ સજ્જ કરવામાં આવી છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન અંગે મોકડ્રિલ યોજાઈ. 20 હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક તૈયાર કરવામાં આવી છે.
-
સુરત RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 40 દિવસનું વેઇટિંગ
ટુ -વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 40 દિવસનું વેઇટિંગ બતાવી રહ્યું છે. એટલું જ નહીં ટુ -વ્હીલર ટેસ્ટ આપવા માટે સીધી 7મી જુલાઈની એપોઈન્ટમેન્ટ મળી રહી છે. RTOમાં ટુ-વ્હીલરની ડ્રાઈવિંગ ટેસ્ટ માટે રોજના 275 લોકોને એપોઈન્ટમેન્ટ આપવામાં આવી રહી છે. ઉનાળાના વેકેસન હોવાથી વિદ્યાર્થીઓ પણ તેમનું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે રાહ જોઈ રહ્યા છે, પરંતુ RTOના સર્વરમાં ખામી આવી જતા કામ અટકી રહ્યું છે. પરીક્ષા આપવા માટેનું કોમ્પ્યુટર એપ પણ બંધ થઈ જતું હોય છે. જેના કારણે અરજદારો તથા RTOમાં કામ કરતા કર્મચારીઓને હાલાકી થઈ રહી છે. ત્યારે ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનો સમય વધારી એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારવા માંગ ઉઠી છે.
-
નવસારી: ચીખલીમાં દીપડાએ શ્વાનનો કર્યો શિકાર
નવસારી: ચીખલીમાં દીપડાએ શ્વાનનો શિકાર કર્યો. કુકેરી ગામના વાણિયાવાડ વિસ્તારમાં ઘટના બની. દીપડાના આંતકથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. સ્થાનિકોએ વન વિભાગને ઘટનાની જાણ કરી.
-
સુરત: એકાઉન્ટન્ટે વેપારી સાથે 17.13 લાખની છેતરપિંડી કરી
સુરત: એકાઉન્ટન્ટે વેપારી સાથે 17.13 લાખની છેતરપિંડી કરી છે. વેપારીના એકાઉન્ટમાંથી પૈસા પત્ની અને માતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા. ત્રણ મહિનાની અંદર એકાઉન્ટન્ટે વેપારીનું એકાઉન્ટ ખાલી કર્યું. એકાઉન્ટન્ટને નોકરીએ રાખવો વેપારીને ભારે પડ્યો. વેપારીને ઉચાપતની જાણ થતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી.
-
હેટ સ્પીચ કેસમાં અબ્બાસ અંસારીને મઉ કોર્ટે દોષિત ઠેરવ્યો
માફિયા મુખ્તાર અંસારીના પુત્ર અને મઉ સદર બેઠકના ધારાસભ્ય અબ્બાસ અંસારીના નફરતભર્યા ભાષણ કેસમાં આજે મઉની જિલ્લા અને સત્ર અદાલતમાં ચુકાદો સંભળાવવામાં આવશે. ધારાસભ્ય અબ્બાસ અંસારીને નફરતભર્યા ભાષણ કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યા છે. સજા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
-
5 જૂન સુધી વિવિધ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહી
રાજ્યભરના વિવિધ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 જૂન સુધી વિવિધ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આજે દ. ગુજરાત, દ. સૌરાષ્ટ્રમાં વરસાદના એંધાણ છે. ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદનું અનુમાન છે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં પણ વરસાદના એંધાણ છે.
-
રાજકોટ: રખડતા શ્વાને લીધો વધુ એક માસૂમનો ભોગ
રાજકોટ: રખડતા શ્વાને લીધો વધુ એક માસૂમનો ભોગ લેવાયો. શાપરમાં 5 વર્ષના બાળક પર 4થી 5 રખડતા શ્વાને હુમલો કર્યો. રખડતા શ્વાનોના હુમલામાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું. મૂળ બિહારનો પરિવાર મજૂર કામ અર્થે રાજકોટ આવ્યો હતો.
-
સુરત: મોટા વરાછામાં તેજ રફ્તાર કારનો કહેર
સુરત: મોટા વરાછામાં તેજ રફ્તાર કારનો કહેર જોવા મળ્યો. કાર ચાલકે દંપત્તિને ટક્કર મારતા ઈજા પહોંચી. કાર ચાલક નશામાં ધૂત હોવાનો લોકોનો આરોપ છે. સુદામા ચોકમાં અકસ્માત બાદ લોકો એકઠાં થયા. લોકોએ કાર ચાલકને પકડી પોલીસને સોંપ્યો. ઉતરાણ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી.
-
દ્વારકા: દરિયાકિનારેથી બિનવારસી ચરસ મળવાનો સિલસિલો યથાવત્
દ્વારકા: દરિયાકિનારેથી બિનવારસી ચરસ મળવાનો સિલસિલો યથાવત્ છે. ગોજીનેશ ગામના દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળ્યો. 13.29 કિલો ચરસનો જથ્થો પોલીસે જપ્ત કર્યો. 6.61 કરોડથી વધુનો ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળ્યો. કલ્યાણપુર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી.
Published On - May 31,2025 7:30 AM





